અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/હળવા તે હાથે (કોમળ કોમળ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હળવા તે હાથે (કોમળ કોમળ)|માધવ રામાનુજ}} <poem> હળવા તે હાથે ઉપાડ...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(તમે, પૃ. ૧)}}
{{Right|(તમે, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/સંભારણાં (સાંભરણ) | સંભારણાં (સાંભરણ)]]  | પછી પગલામાં ચીતર્યાં સંભારણાં... ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રક્ષાબહેન દવે/શેરિયુંને નદિયુંનો | શેરિયુંને નદિયુંનો]]  | શેરિયુંને નદિયુંનો આવ્યો ઑતાર]]
}}

Latest revision as of 12:37, 27 October 2021


હળવા તે હાથે (કોમળ કોમળ)

માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…

પહેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ગુલાબી;
આંખમાં રાત્યું આંજતાં રે અમે ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો :
— ભવ ભવ આવાં આકરા રે અમને જીવતર મળજો!
— ભવ ભવ આવાં આકરા રે અમને જોબન ફળજો!
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!
(તમે, પૃ. ૧)