અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સલિલ/લગન આયાં ઢૂંકડાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લગન આયાં ઢૂંકડાં|સલિલ}} <poem> લગન આયાં ઢૂંકડાં : મૂવા મોરલા ધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(આંખ લગોલગ : કંઠ લગોલગ, ૧૯૮૨, પૃ. ૬)}} | {{Right|(આંખ લગોલગ : કંઠ લગોલગ, ૧૯૮૨, પૃ. ૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /હવે | હવે]] | ક્યાંક હળવું ક્યાંક મળવું કયાંક ઝળહળવું હવે ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/ઇચ્છાકુંવરીનું વિસર્જન | ઇચ્છાકુંવરીનું વિસર્જન]] | રસ્તા પર છુટ્ટી જો મૂકી દોં જાતને તો ખોટ]] | |||
}} |
Latest revision as of 07:55, 28 October 2021
સલિલ
લગન આયાં ઢૂંકડાં : મૂવા મોરલા ધગે બઉ
આંખમાં ખટક પૈણનું કુંવળ : ઘાંઘી પાંઘી થઉં!
પાણિયારે હું પગ મૂકું ને હેલને ફૂટે પાંખ,
પગનું રૂપું ખરતું એવું : દનને વળે ઝાંખ,
વા’ણ ભરેલા ઢોલિયે ઢળું : કેફમાં ઝૂરે આંખ.
ખડકી ઠાલી ખખડે તોયે ભીંતમાં ગરી જઉં,
લગન આયાં ઢૂંકડાં મૂવા મોરલા ધગે બઉ!
ઝૂલ કટોરી પોલકાં, મેરઈ વાયદા કરો નૈ,
સાથવો ખાધો બૌ દી હવે લાપસી ખાશું ભૈ,
પારકું માણહ કેમ પોતીકું કરશું મારી બૈ!
રાંઢવું ખૂલે રડશે, કડબ છાંડશે ગાયું સઉ,
આંખમાં ખટક પૈણનું કુંવળ : ઘાંઘી પાંઘી થઉં!
હાલ્યને ઊજમ રમીએ કૂકા, રમીએ પીપળપાન
ફેર ફુદેડી ફરીએ, ડાળે લટકે કોરું ભાન,
સાત પાંચીકા રાખશું પાંહે, ફાંટમાં ભરી ગાન :
તોરણ આવી ઊભશે કાલે : આજ ગોઠીંબાં ખઉં,
લગન આયાં ઢૂંકડાં : મૂવા મોરલા ધગે બઉ!
કાલ્ય સવારે વેરશે ઢોલી, વેરશે મીઠાં ફૂલ
ફળિયે પછી ઊગશે રાતા ચંદરવાની ઝૂલ
હીબકાં ખાતી વલખી ર્હેશે બાળપણાની ધૂળ
ઈમના જેવો વાયરો ભાળી ઘૂમટો તાણી લઉં!
આંખમાં ખટક પૈણનું કુંવળ : ઘાંઘી પાંઘી થઉં!
લગન આયાં ઢૂંકડાં મૂવા મોરલા ધગે બઉ,
આંખમાં ખટક પૈણનું કુંવળ; ઘાંઘી પાંઘી થઉં!
(આંખ લગોલગ : કંઠ લગોલગ, ૧૯૮૨, પૃ. ૬)