અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/નાથ રે દુવારકાનો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નાથ રે દુવારકાનો|ભૂપેશ અધ્વર્યુ}} <poem> દ્વારકાના મ્હેલ મહીં...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૫૨)}}
{{Right|(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૫૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીન દેસાઈ ‘પરવેઝ’/ન ગાજીએ અમે | ન ગાજીએ અમે]]  | ગુંજીએ ભ્રમર સમું ન ગાજીએ અમે]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/વાયરો અને વાત | વાયરો અને વાત]]  | વાયરો તો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો તો વ્હૈ જાય., ]]
}}

Latest revision as of 09:56, 28 October 2021


નાથ રે દુવારકાનો

ભૂપેશ અધ્વર્યુ

દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,
દર્પણમાં દેખતાં કાનજી થાય.
રંગમ્હેલટોચ પે બેસીને મોરલો,
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય.
હૈયામાં સરવાણી ફૂટી,
ને ઊમટ્યાં જમનાનાં ખળભળતાં પૂર;
કાંઠે કદંબડાળ ઊગી,
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર.
ઝરૂખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી,
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?
મટુકી ફૂટી ને બધે માખણ વેરાય.
દર્પણની બ્હાર જદુરાય,
ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી.
બ્હારની રુક્મિણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.
હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી,
રોતી રાધિકાનું મુખડું દેખાય.
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.
(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૫૨)