આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/C: Difference between revisions

+1
(formatting)
(+1)
Line 183: Line 183:
:દૃશ્ય કવિતા, આધુનિક ચિત્રકલા અને સંગીતને સમાન્તર થવાનો ઉદ્યમ કરે છે. પાના ઉપર રજૂ થયેલ પદાર્થરૂપે અહીં કવિતાને જોવાની છે. આ કવિતા જોવાય અને સંભળાય. એ રીતે જોઈએ તો ચિત્રાત્મક અક્ષરાંકન સાથેની આ દૃશ્ય કવિતા છે.

:ઘણીવાર ‘દૃશ્યકવિતા’ વાચકને મૂંઝવણમાં મૂકે : એની સામે જે કવિતા છે જે વાંચવા માટેનું ચિત્ર છે કે જોવા માટેની કવિતા છે. અહીં શબ્દ ભૌતિક સ્થલગત પદાર્થ તરીકે ઊભો રહે છે અને યુગપત હયાતી ધરાવતા અર્થોની બહુલતા દર્શાવે છે. ફ્રેંચ કવિ મૅલાર્મે સ્થલગત ‘વ્યાકરણ’ દ્વારા બહુઅર્થતાની અશ્રેણીબદ્ધ અને અરૈખિક યુગપતતા એના પ્રસિદ્ધ કાવ્ય ‘પાસાફેંક’ (Un coup de des)માં સાપેક્ષ રીતે સિદ્ધ કરે છે. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની કવિતા :

કાળી કીકી કાળીકીડીકીડીકીડી માળીકીડીહારકાળી
{{Block center|'''<poem>કાળી કીકી કાળીકીડીકીડીકીડી માળીકીડીહારકાળી
કાળાકાળાશતશતચંચલપગનીકાળીહલચલઓથે હોલાતો
કાળાકાળાશતશતચંચલપગનીકાળીહલચલઓથે હોલાતો
સૂરજ તડકાની તાતી તાતી રાતી કીડી હવે ન ચટકે
સૂરજ તડકાની તાતી તાતી રાતી કીડી હવે ન ચટકે</poem>'''}}
'''Concrete Universal મૂર્ત સાર્વભૌમિક'''

:આદર્શવાદી ફિલસૂફીમાં હેગલ પાસેથી મળેલી આ સંજ્ઞા જ્યારે સાહિત્યક્ષેત્રમાં આવે છે ત્યારે એનો લાક્ષણિક અર્થ થાય છે મૂર્ત કલ્પના દ્વારા વ્યક્ત થતો સામાન્ય વિચાર. પ્રવર્તમાન વિવેચનમાં આ સંજ્ઞા, કલા જે વિશેષ અને સામાન્ય વચ્ચે, વૈયક્તિક અને સાર્વભૌમિક વચ્ચે એકત્વ સાધે છે તે સૂચવે છે.

Line 206: Line 206:
:પૂર્વવતી અને અનુવર્તી વિવિધ સ્વરો વચ્ચે એકસરખા યા એકના એક વ્યંજનોનું સઘન પુનરાવર્તન,

:જેમકે, પ્રહ્‌લાદ પારેખની પંક્તિ :
:જેમકે, પ્રહ્‌લાદ પારેખની પંક્તિ :
‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી.
{{Block center|'''<poem>‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી.
પમરતી પાથરી દે પથારી
પમરતી પાથરી દે પથારી</poem>'''}}
'''Constructivism નિર્માણવાદ'''
'''Constructivism નિર્માણવાદ'''
:૧૯૨૪ની આસપાસના સોવિયટ લેખકોના જૂથની રીતિઓ અને અભિવૃત્તિઓને અનુલક્ષીને નિર્માણવાદ નામ અપાયું. એમણે જથ્થો, પરિમાણ અને અવકાશના ચુસ્ત સ્વરૂપગત સંયોજનોને અને આધુનિક ઔદ્યોગિક સામગ્રી તેમ જ તરીકાઓનો ઉપયોગ કર્યો અને વિચારપૂર્વક માન્યતાઓ તેમ જ આધુનિક ટેક્‌નિકલ વિકાસના સિદ્ધાંતોનો સમન્વય કર્યો. એક પ્રકારની અપ્રતિનિધાનશીલ અને ભૌમિતિક કલારીતિ વિકસાવી. ખાસ તો મંચસજ્જામાં એમનો વિનિયોગ અત્યંત ધ્યાનપાત્ર બનેલો, આના મુખ્ય સિદ્ધાંતકારોમાં કવિ કે. ઝેબિન્સ્કી, આઈ. એલ. સેલિન્સ્કી અને વેરા ઈન્બેર હતાં.

Line 247: Line 247:
'''Couplet યુગ્મ, પંક્તિદ્વય'''
'''Couplet યુગ્મ, પંક્તિદ્વય'''
:એકબીજાને અનુસરતી મુખ્યત્વે પ્રાસથી જોડાયેલી બે પંક્તિ. છાંદસ એકમ સાથે વિન્યાસ અને અર્થ પૂરા થતા હોય તો સંવૃત્ત યુગ્મ (close couplet) અને જો કોઈ મોટા એકમના માત્ર ભાગરૂપે યુગ્મ આવતું હોય તો તે મુક્ત યુગ્મ (open couplet) કહેવાય છે. જેમકે, સૉનેટને અંતે પંક્તિઓ યુગ્મ અવશ્ય આવે છે : ઉમાશંકરના સૉનેટની છેલ્લી પંક્તિઓ જુઓ :

‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજ શી પૂર્ણ પણ ના
{{Block center|'''<poem>‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજ શી પૂર્ણ પણ ના
છતાં કલ્પ્યાથી મેં મધુરતર હૈયાની રચના’
છતાં કલ્પ્યાથી મેં મધુરતર હૈયાની રચના’</poem>'''}}
'''Creative ego સર્જક અહં'''
'''Creative ego સર્જક અહં'''
:ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત કૃતિલક્ષી વિવેચનાના મુખ્ય પ્રણેતા શાર્લ મૂરોં(Charles Mauron)ની એવી ધારણા છે કે દરેક સર્જકનું બહારના જગત સાથે ક્રિયાશીલ સામાજિક અહં તો હોય છે, પણ જીવવાના અત્યુદ્યમની સાથેનું સંતુલન રચવા તરેહો કે કપોલકલ્પિત જોડે સંકલિત થતું એનું સર્જક અહં પણ હોય છે, સાહિત્ય, આ બેના આંતર-નાટ્યનું પરિણામ છે.