અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
::::::મારી જ સામે કેટલા દાવો રમી હતી! | ::::::મારી જ સામે કેટલા દાવો રમી હતી! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુલ ચોકસી/વસંતતિલકામાં હસવાનું | વસંતતિલકામાં હસવાનું ]] | વસંતતિલકામાં હસવાનું ને મુત્ કારિબમાં રડવાનું, મુત્ + કા ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/હવે | હવે]] | હવા ખરીદવી પડે શહેરમાં હવે, લે-વેચ શ્વાસની]] | |||
}} |
Revision as of 11:32, 29 October 2021
જેવી મળી આ જિદંગી
મનસુખ નારિયા
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.
આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.
આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,
ખારાશ લોહીની કદીયે ક્યાં શમી હતી?
થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,
શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી?
ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત,
પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?
મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ,
મારી જ સામે કેટલા દાવો રમી હતી!