ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/સંપાદક-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંપાદક - પરિચય}} | {{Heading|સંપાદક-પરિચય|પ્રકાશ મનજીભાઈ વેગડ
(૧૧-૭-૧૯૩૯ – ૨૮-૬-૨૦૧૩)}} | ||
[[File:Prakash Vegad.jpg|frameless|center|200px]] | [[File:Prakash Vegad.jpg|frameless|center|200px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકાશ વેગડ | મૂળ નામ પુરષોત્તમ પ્રકાશ અને પ્રકાશ વેગડ તરીકે જાણીતા એવા આ સર્જકનો જન્મ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. વતન માધાપુર(કચ્છ). ૧૯૫૮માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી બી. એ., ૧૯૬૩માં મ. સ. યુનિવર્સિટી વડોદરામાંથી બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સની પદવી મેળવી. ગ્રંથપાલ તરીકે કારકિર્દીનો આરંભ મહાત્મા ગાંધી મેમોરિયલ લાઇબ્રેરી અલ્હાબાદ, પછી ઉત્તરપ્રદેશ કૃષિ યુનિવર્સિટી, નૈનીતાલ, ત્યાર બાદ ૧૯૬૩-૬૪માં વલ્લભવિદ્યાનગર નલિની ઍન્ડ અરવિંદ આર્ટ્સ કૉલેજમાં ગ્રંથપાલ. ૧૯૬૫થી ૧૯૭૯ સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગ્રંથપાલ અને ૧૯૮૦થી ૧૯૯૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ તરીકે જોડાયા. જ્યાં પરિષદના ગ્રંથાલયનું આયોજન સુવ્યવસ્થિત રીતે નમૂનેદાર બનાવવા અથાગ પ્રયત્ન આદર્યો. | ||
જાહેર ગ્રંથાલય પ્રવૃત્તિમાં નિસ્બત હોવાથી 'જાહેર ગ્રંથાલય : સંકલ્પ, સ્વરૂપ અને વ્યવસ્થા વિચાર'(૧૯૮૮)માં એમણે જાહેર ગ્રંથાલય : સંદર્ભે ગ્રંથાલય ધારાની અનિવાર્યતાની વિશદ છણાવટ કરી છે. | |||
ગુજરાતી સાહિત્યમાં વૈજ્ઞાનિક સૂચિકાર્ય દ્વારા ઉપયોગી સંદર્ભ સામગ્રી પૂરી પાડવામાં એમનું પ્રદાન છે. તેમણે વિવિધ પ્રકારની સાહિત્ય સંદર્ભ સામગ્રીની સૂચિઓ તૈયાર કરી છે. આ સૂચિઓ આ પ્રમાણે છે. ૧૯૭૮માં 'મહાનિબંધ વર્ગીકૃત સૂચિ-૧૮૫૭-૧૯૭૭' તૈયાર કરી. જેની બીજી આવૃત્તિ 'ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ', ૧૮૫૭-૧૯૯૧માં પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી સાહિત્યક્ષેત્રે ફ્રાંસ, અમેરિકા, જર્મની અને ભારતની યુનિવર્સિટીઓ દ્વારા પીએચ. ડી. તથા અન્ય પદવીઓ માટે સ્વીકૃત ૩૪૪ મહાનિબંધોની વર્ગીકૃત માહિતી આપી છે. 'ગુજરાતી સાહિત્ય સૂચિ : મધ્યકાળ' (૧૯૮૪) એ સૂચિ મધ્યકાલીન સાહિત્યના સંશોધકો માટેનો ભોમિયો છે. જેમાં ૭૦૦ જેટલા મધ્યકાલીન કર્તાઓને આવરી લીધા છે. 'ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ' (૧૯૯૫) અને 'નવલકથા સંદર્ભકોશ'(૧૯૯૯)માં ગુજરાતી, ભારતીય અને વિશ્વની અનેક ભાષાઓના નવલકથાકારોની કૃતિઓ અને સાથે અવલોકન, વિવેચનલેખો અને અભ્યાસલેખોનો સમાવેશ કરતી આ સૂચિ નવલકથા વિષયક વિવેચન સામગ્રીનો વૈશ્વિક સંદર્ભગ્રંથ છે. અને છેલ્લે 'પ્રકાશ વેગડની સાહિત્યસૂચિઓની સાહિત્ય સૂચિ' (૨૦૦૮) સંપાદિત કરી છે. | |||
ગ્રંથપાલ તરીકે નિવૃત્ત થયા પછી હાસ્ય સાહિત્યક્ષેત્રે અનેકવિધ હાસ્યકોશો સંપાદિત કરેલ છે. 'શેતાનનો શબ્દકોશ' (૧૯૯૯) નામે વ્યંગ્ય વ્યાખ્યાનો પહેલો ગુજરાતી કોશ તૈયાર કર્યો. ૨૦૦૫થી ૨૦૦૭માં રાજકીય, પ્રેમ, દાંપત્ય, શ્રેષ્ઠ વ્યક્તિઓના અને મહાન વિભૂતિઓના જીવનના હાસ્યપ્રસંગો અને 'સાહિત્યિક-હાસ્યકોશ'નાં સંપાદનો કર્યાં છે. જેમાં 'વિશ્વના અમર હાસ્યપ્રસંગો'(૨૦૦૫), 'વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગો'(૨૦૦૫), 'દાંપત્ય હાસ્યકોશ'(૨૦૦૭), 'પ્રેમ હાસ્યકોશ'(૨૦૦૭), 'રાજકીય હાસ્યકોશ'(૨૦૦૭), 'સાહિત્યિક હાસ્યકોશ'(૨૦૦૭), 'હાસ્યસમ્રાટ અબ્રાહ્મ લિંકન' (૨૦૦૭) નોંધપાત્ર છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''–કિરીટ ભાવસાર'''
'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ', ગ્રંથ : ૮ (ખંડ : ૨)માંથી સાભાર}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 07:01, 9 March 2026
પ્રકાશ મનજીભાઈ વેગડ
(૧૧-૭-૧૯૩૯ – ૨૮-૬-૨૦૧૩)
મૂળ નામ પુરષોત્તમ પ્રકાશ અને પ્રકાશ વેગડ તરીકે જાણીતા એવા આ સર્જકનો જન્મ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. વતન માધાપુર(કચ્છ). ૧૯૫૮માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી બી. એ., ૧૯૬૩માં મ. સ. યુનિવર્સિટી વડોદરામાંથી બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સની પદવી મેળવી. ગ્રંથપાલ તરીકે કારકિર્દીનો આરંભ મહાત્મા ગાંધી મેમોરિયલ લાઇબ્રેરી અલ્હાબાદ, પછી ઉત્તરપ્રદેશ કૃષિ યુનિવર્સિટી, નૈનીતાલ, ત્યાર બાદ ૧૯૬૩-૬૪માં વલ્લભવિદ્યાનગર નલિની ઍન્ડ અરવિંદ આર્ટ્સ કૉલેજમાં ગ્રંથપાલ. ૧૯૬૫થી ૧૯૭૯ સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગ્રંથપાલ અને ૧૯૮૦થી ૧૯૯૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ તરીકે જોડાયા. જ્યાં પરિષદના ગ્રંથાલયનું આયોજન સુવ્યવસ્થિત રીતે નમૂનેદાર બનાવવા અથાગ પ્રયત્ન આદર્યો.
જાહેર ગ્રંથાલય પ્રવૃત્તિમાં નિસ્બત હોવાથી ‘જાહેર ગ્રંથાલય : સંકલ્પ, સ્વરૂપ અને વ્યવસ્થા વિચાર’(૧૯૮૮)માં એમણે જાહેર ગ્રંથાલય : સંદર્ભે ગ્રંથાલય ધારાની અનિવાર્યતાની વિશદ છણાવટ કરી છે.
ગુજરાતી સાહિત્યમાં વૈજ્ઞાનિક સૂચિકાર્ય દ્વારા ઉપયોગી સંદર્ભ સામગ્રી પૂરી પાડવામાં એમનું પ્રદાન છે. તેમણે વિવિધ પ્રકારની સાહિત્ય સંદર્ભ સામગ્રીની સૂચિઓ તૈયાર કરી છે. આ સૂચિઓ આ પ્રમાણે છે. ૧૯૭૮માં ‘મહાનિબંધ વર્ગીકૃત સૂચિ-૧૮૫૭-૧૯૭૭’ તૈયાર કરી. જેની બીજી આવૃત્તિ ‘ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ’, ૧૮૫૭-૧૯૯૧માં પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી સાહિત્યક્ષેત્રે ફ્રાંસ, અમેરિકા, જર્મની અને ભારતની યુનિવર્સિટીઓ દ્વારા પીએચ. ડી. તથા અન્ય પદવીઓ માટે સ્વીકૃત ૩૪૪ મહાનિબંધોની વર્ગીકૃત માહિતી આપી છે. ‘ગુજરાતી સાહિત્ય સૂચિ : મધ્યકાળ’ (૧૯૮૪) એ સૂચિ મધ્યકાલીન સાહિત્યના સંશોધકો માટેનો ભોમિયો છે. જેમાં ૭૦૦ જેટલા મધ્યકાલીન કર્તાઓને આવરી લીધા છે. ‘ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ’ (૧૯૯૫) અને ‘નવલકથા સંદર્ભકોશ’(૧૯૯૯)માં ગુજરાતી, ભારતીય અને વિશ્વની અનેક ભાષાઓના નવલકથાકારોની કૃતિઓ અને સાથે અવલોકન, વિવેચનલેખો અને અભ્યાસલેખોનો સમાવેશ કરતી આ સૂચિ નવલકથા વિષયક વિવેચન સામગ્રીનો વૈશ્વિક સંદર્ભગ્રંથ છે. અને છેલ્લે ‘પ્રકાશ વેગડની સાહિત્યસૂચિઓની સાહિત્ય સૂચિ’ (૨૦૦૮) સંપાદિત કરી છે.
ગ્રંથપાલ તરીકે નિવૃત્ત થયા પછી હાસ્ય સાહિત્યક્ષેત્રે અનેકવિધ હાસ્યકોશો સંપાદિત કરેલ છે. ‘શેતાનનો શબ્દકોશ’ (૧૯૯૯) નામે વ્યંગ્ય વ્યાખ્યાનો પહેલો ગુજરાતી કોશ તૈયાર કર્યો. ૨૦૦૫થી ૨૦૦૭માં રાજકીય, પ્રેમ, દાંપત્ય, શ્રેષ્ઠ વ્યક્તિઓના અને મહાન વિભૂતિઓના જીવનના હાસ્યપ્રસંગો અને ‘સાહિત્યિક-હાસ્યકોશ’નાં સંપાદનો કર્યાં છે. જેમાં ‘વિશ્વના અમર હાસ્યપ્રસંગો’(૨૦૦૫), ‘વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગો’(૨૦૦૫), ‘દાંપત્ય હાસ્યકોશ’(૨૦૦૭), ‘પ્રેમ હાસ્યકોશ’(૨૦૦૭), ‘રાજકીય હાસ્યકોશ’(૨૦૦૭), ‘સાહિત્યિક હાસ્યકોશ’(૨૦૦૭), ‘હાસ્યસમ્રાટ અબ્રાહ્મ લિંકન’ (૨૦૦૭) નોંધપાત્ર છે.
–કિરીટ ભાવસાર
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ગ્રંથ : ૮ (ખંડ : ૨)માંથી સાભાર