35,628
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મૈસૂરનું ‘વૃંદાવન’|ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’}} | {{Heading|મૈસૂરનું ‘વૃંદાવન’|ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૈસૂર રાજ્યની ભૂમિ અત્યંત રમણીય છે. એનો આખો વિસ્તાર સાગરનાં મોજાં જેવી લીલીછમ ટેકરીઓથી ભરપૂર છે. એમાં જોગના ધોધ જેવાં અનુપમ નૈસર્ગિક દૃશ્યો છે. શ્રવણબેલગોડા, હળેખીડ અને બેલૂર જેવાં સ્થાપત્યનાં અજોડ કળાધામો છે. પણ કુદરતે તથા ભૂતકાળે આપેલી સુંદરતાથી સંતોષ માનીને મૈસૂરનું રાજ્ય બેસી રહ્યું નથી. મૈસૂર નગરને અનેક રીતે સૌંદર્યમંડિત બનાવવામાં આવ્યું છે. રાજાના મહેલો તો સુંદર હોય જ, પણ સાધારણ લોકોને માટે પણ અનેક સુંદર બગીચાઓ બનાવેલા છે. સુંદર સાફ જાહેર રસ્તા ઉપર જ્યાં જ્યાં જગા મળી ત્યાં ફૂલો ઉગાડવામાં આવ્યાં છે. અને દિવસ કરતાંયે રાતે તેમની પર નાખવામાં આવતી ખાસ રોશનીથી તે વધારે સુંદર લાગે છે. | મૈસૂર રાજ્યની ભૂમિ અત્યંત રમણીય છે. એનો આખો વિસ્તાર સાગરનાં મોજાં જેવી લીલીછમ ટેકરીઓથી ભરપૂર છે. એમાં જોગના ધોધ જેવાં અનુપમ નૈસર્ગિક દૃશ્યો છે. શ્રવણબેલગોડા, હળેખીડ અને બેલૂર જેવાં સ્થાપત્યનાં અજોડ કળાધામો છે. પણ કુદરતે તથા ભૂતકાળે આપેલી સુંદરતાથી સંતોષ માનીને મૈસૂરનું રાજ્ય બેસી રહ્યું નથી. મૈસૂર નગરને અનેક રીતે સૌંદર્યમંડિત બનાવવામાં આવ્યું છે. રાજાના મહેલો તો સુંદર હોય જ, પણ સાધારણ લોકોને માટે પણ અનેક સુંદર બગીચાઓ બનાવેલા છે. સુંદર સાફ જાહેર રસ્તા ઉપર જ્યાં જ્યાં જગા મળી ત્યાં ફૂલો ઉગાડવામાં આવ્યાં છે. અને દિવસ કરતાંયે રાતે તેમની પર નાખવામાં આવતી ખાસ રોશનીથી તે વધારે સુંદર લાગે છે. | ||
પણ આપણે જ્યારે શહેરની ઉત્તરે આઠેક માઈલ ઉપર આવેલી કાવેરી નદીના ખોળામાં ઊભો કરેલો વૃન્દાવન બાગ જોઈએ છીએ ત્યારે આ તો બધું એક અપોશણ જેવું લાગે છે. વૃન્દાવન બાગ જાણે સૌન્દર્યની મીઠાઈનો ભરચક થાળ છે. કાશ્મીરના શાલેમાર બાગને બાદ કરીએ તો આખા હિંદમાં આટલો સુંદર ઉદ્યાન બીજે જડવો મુશ્કેલ છે. | પણ આપણે જ્યારે શહેરની ઉત્તરે આઠેક માઈલ ઉપર આવેલી કાવેરી નદીના ખોળામાં ઊભો કરેલો વૃન્દાવન બાગ જોઈએ છીએ ત્યારે આ તો બધું એક અપોશણ જેવું લાગે છે. વૃન્દાવન બાગ જાણે સૌન્દર્યની મીઠાઈનો ભરચક થાળ છે. કાશ્મીરના શાલેમાર બાગને બાદ કરીએ તો આખા હિંદમાં આટલો સુંદર ઉદ્યાન બીજે જડવો મુશ્કેલ છે. | ||
| Line 28: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’ | ||
|next = પન્નાલાલ પટેલ | |next = પન્નાલાલ પટેલ | ||
}} | }} | ||