સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલ

[એક નવલકથામાંથી લીધેલી આ કથાનું મંડાણ શરદના નીતર્યાં આકાશ હેઠે ઉધડિયા નામના એક ગામમાં થયેલું છે. લેખકની શૈલી પણ શરદનાં નીતર્યાં નીર જેવી અને ગ્રામજનતાના સરળ ભાવોની સરળતા-ભરી છે. ગામડાંની કહેવતોનો ક્યાંક ક્યાંક લેખક જે કુશળતાથી ઉપયોગ કરી દે છે તે આ લેખકની શૈલીને વરેલી એક ખાસ સિદ્ધિ છે. ‘ધરતી પર ગજ ગજના ખાડા પાડતા હેંડો છો’ જેવાં વાક્યો આપણી તળપદી ગુજરાતીમાં રહેલ અસાધારણ શબ્દસામર્થ્યનું આપણને ભાન કરાવે છે. ‘સુખદુઃખનાં સાથી’ નામનો લેખકનો ટૂંકી વાર્તાનો સંગ્રહ અને ‘વળામણા’ નામની નવલકથા વખત મળ્યે વાંચજો.]