સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મહિના: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|મહિના|રત્નેશ્વર - રત્નો}}
{{Heading|મહિના|રત્નેશ્વર - રત્નો}}
{{Block center|<poem>
{{Block center|<poem>
વૈશાખ : કઠિન દિન ન ખૂટે, સ્વેદનાં બિંદુ છૂટે,  
વૈશાખ : કઠિન દિન ન ખૂટે, સ્વેદનાં બિંદુ છૂટે,  
પવન વ્યજન વીંજે, નેનથી તર્ત ભીંજે.  
પવન વ્યજન વીંજે, નેનથી તર્ત ભીંજે.  

Latest revision as of 07:46, 14 April 2026

મહિના

રત્નેશ્વર - રત્નો

વૈશાખ : કઠિન દિન ન ખૂટે, સ્વેદનાં બિંદુ છૂટે,
પવન વ્યજન વીંજે, નેનથી તર્ત ભીંજે.
સખિ જન ન સુહાવે, યોષિતા જાય આવે,
કમળ કુસુમ લાવે, રાધિકાને ન ભાવે.
સખિ વૈશાખે વનિતા કહે આવ્યો ગ્રીષમ કાળ, ૫
અગ્નિ તણા રે ભડકા બળે તડકાની રે જ્વાળ.
મારે આંગણ લીમડો, છાયા શીતલ ક્રોડ,
અંતર અગ્નિ શમે નહિ વિના શ્રીરણછોડ.
આછાં રે અંબર ઓઢણે, મુખવાસ કપૂર,
કેસરભીની રે કંચુકી; પુરુષોત્તમ પડ્યા દૂર. ૧૦
પાણી તજ્યાં રે પગથિયે, ખુલ્લા દીસે રે ઘાટ,
માંસ તજી રે મારી પાંસળી, વાંસળીધર પાખ.
જેઠ : કનક મુકુટ માથે, મોરનાં પીંછ સાથે,
મધુરી મુરલી વાતો, આવતો રંગ રાતો.
નિપટ વિમળ વાગો, શામળે અંગ લાગ્યો, ૧૫
મિલન કર વહેલી, તું મને મૂક ઘેલી.
સખી જેઠ માસે કહે યોષિતા, સૂક્યાં નદી નવાણ,
દિન કઠિન કાઢું દોહલા, કેમ રાખું રે પ્રાણ!
શીદ ઘસે રે મલિયાગરુ, મરું માધવ પાખ,
ચંદન ઘોળ્યું ગુલાબશું, સહુ ઢોળી રે નાખ. ૨૦
ચોબારાં મારાં માળિયાં, આવે શીતળ વાય,
વાળા તણા વીંજણા ઘણા, તોયે પાપ ન જાય.
અંબર વાદળ ઊલટ્યાં, પ્રકટ્યો ઘનઘોર,
રોહિણીમાં ગાજે મેહુલો, મારો નાથ કઠોર.
આષાઢ : અહરનિશ અંદેશો, શો ન કા’વે સંદેશો; ૨૫
નીરખી નગર નારી, તે સુખે હું વિસારી.
કવણ ગત કરીજે, દૈવને દોષ દીજે;
વણજ કરી ન ફાવી, મૂળમાં ખોટ આવી.
સખી આષાડે ઘન ઊલટ્યો, ગયો ગ્રીષમકાળ,
આંબા ને રાયણ ઓગળ્યાં, ફળ્યાં જાંબુનાં ઝાડ. ૩૦
ઘોર ઘટા ઘન ગાજતો, મધુરે સ્વર મોર;
દાદુર બોલે રે, કોકિલા લાગે કર્ણ કઠોર.
માંડીને વરસે મેહુલો, નાહુલો રે પરદેશ;
વેશ વગોવ્યો રે વિઠ્ઠલે, લટ લૂખા રે કેશ.
પીળાં અંબર, પગે પાવડી, ગાવડીઓ રે સાથ, ૩૫
આ દહાડે હરિ આવતા, લાકડી લઈ હાથ.
-રત્નેશ્વર
આષાઢ : અષાડ આવ્યો હે સખી, કેમ કરી કાઢું દન?
નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડિયાં રે રતન.
અસાડો રે ઘન ઊલટ્યો, માગ્યા વરસે રે મેહ;
વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ. ૪૦
મોરના સોર સોહામણા, દાદુર બોલે રે જોર;
કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.
રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;
દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.
લીલા ચરણા અવિનએ ધર્યા, તરુવર ગેરગંભીર; ૪૫
પંખીંડે માળા ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.
જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;
રત્નાના સ્વામી રે શામળા, આવો જગના જીવન.
-રત્નો

સ્વાધ્યાય

૧. ધોમ ધખતા ગ્રીષ્મનું અને બેસતા ચોમાસાનું વર્ણન કરો.
૨. બંને કવિએ કરેલું આષાઢનું વર્ણન સરખાવો.
૩. વર્ણસગાઈ, ઝમક, ઉપમા, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ, વગેરે આ કાવ્યખંડોમાંથી બતાવો.
૪. પંક્તિ ૧૧ અને ૪૩નાં ચિત્ર જેવાં બીજાં પણ હૂબહૂ ચિત્રો શોધી કાઢી બંને કવિઓની ચિત્ર રચવાની શક્તિ સરખાવો.
૫. આછાં રે અંબર, કેસરભીની કંચુકી, શીદ ઘસે રે મલિયાગરુ, ચોબારાં મારાં માળિયાં, આંબા ને રાયણ ઓગળ્યાં, માંડીને વરસે મેહુલો, વેશ વગોવ્યો, આ દહાડે, કેમ કરી કાઢું દન, માગ્યા વરસે રે મેહ,-વગેરેમાં ‘ગુજરાતી’ ગુજરાતી ભાષાની કામગીરી જુઓ.
૬. આથમતા શિયાળાનું અને બેસતા વસંતનું વર્ણન કરો.