નારીસંપદાઃ નાટક/ભવની ભવાઈ — એક અંશ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 736: | Line 736: | ||
નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા! | નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા! | ||
<center><nowiki>**</nowiki></center>--> | <center><nowiki>**</nowiki></center>--> | ||
<poem> | |||
(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) | (જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) | ||
મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! | મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! | ||
| Line 815: | Line 816: | ||
પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. | પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. | ||
રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો. | રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો. | ||
</poem> | |||
<!--<center><nowiki>**</nowiki></center> | <!--<center><nowiki>**</nowiki></center> | ||
(ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.) | (ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.) | ||
Latest revision as of 00:38, 28 April 2026
(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.)
મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને!
દાદા : આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ
તમે જોતા જાજો ભાઈ!
સલામતી જ્યાં સળિયા પાછળ
એ તે કેવું શહેર?
રખેવાળથી રહેવું બીને
જીવવાની શી લહેર?
આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ!
તમે જોતા જાજો ભાઈ!
હૂંફાળી ને કાજળકાળી
વીતી જશે આ રાત
ગજબ ગૂંચો લઈ ગજા બહારની
ઊગવાનું પરભાત!
તા થૈયા... થૈયા તા થૈ!
ખળખળ વહેતી... સઘળું સહેતી
નદી વહેતી જાય... સહેતી જાય!
પળપળ કહેતી જાય!..
બાળકનો બાપ : વાર્તા! વાર્તા! વાર્તા! ક્યાં સુધી? ક્યાં સુધી?
(રાજાના મહેલમાં રાજા, જ્યોતિષી આવે છે)
જ્યોતિષી : મળી ગયો! મળી ગયો!
રાજા : (નવાઈ પામીને) કોણ મળી ગયો?
જ્યોતિષી : ઉપાય! ગ્રહોને રીઝવવાનો અજોડ અને અફર ઉપાય!
રાજા : તો ભસી નાખો ને! વાવમાં પાણી આવે તો મારા જીવમાં જીવ આવે.
જ્યોતિષી : ધરતી ભોગ માગે છે.
રાજા : તો આપો ને! વાર કેટલી!
જ્યોતિષી : પણ આમાં તો નરબલિ જોઈએ.
રાજા : અં? તો કોઈને પણ પકડીને વધેરી નાખો ને! રાજાને શું પ્રજા પર આટલોય અધિકાર નથી?
જ્યોતિષી : ના, આમાં ગમે તે માણસનો ભોગ કામ લાગી શકે નહીં મહારાજા! આમાં તો બત્રીસ લક્ષણો પુરુષ મળી આવે અને એનો ભોગ અપાય ત્યારે જ ધરતી રીઝે અને ત્યારે જ વાવમાં પાણી છલકાય અને પછી જ આપને પુત્રરત્નની પ્રાપ્તિ થાય!
રાજા : તો ખોળી લાવોને એવો પુરુષ! બત્રીસ ચોત્રીસ જે જોઈતાં હોય તેવાં લક્ષણવાળો!
જ્યોતિષી : (હસીને) એવા તો માત્ર બે જ છે. એક તો - એક તો આપ પોતે!
રાજા : એ શું, જોષી? અમારા મરવાથી તે કંઈ અમને દીકરો થતો હશે?
જ્યોતિષી : તો પછી બીજો... બીજો માલા ઢેડનો દીકરો જીવો!
રાજા : જીવો?
જ્યોતિષી : હં...
રાજા : જીવો! તો બેસી શું રહ્યા છો? જાઓ! અને એને પકડી મંગાવો.
જ્યોતિષી : હાજી...હાજી...હાજી!
(જીવો ને ઉજમ દોડતાં દેખાય છે. રસ્તે દાંડી પિટાય છે.)
ઉજમ : ચાલ ને!
જીવો : હા!
દાંડી પીટનારો : સાંભળજો રે સાંભળજો! સાંભળજો રે સાંભળજો! રાજાનું મન ઉદાસ છે સખત ત્રાસ ત્રાસ છે...
જીવો : રાજાનો રોગ ખાસ છે;
દાંડી પીટનારો : પડતું નથી ચેન – ચડતું નથી ઘેન!
નીંદર હરામ છે જરી ના આરામ છે.
રાજાને રીઝવવાનું કરવા જેવું કામ છે!
સાંભળજો રે સાંભળજો...
(ઉજમ ને જીવાની પાછળ સૈનિકો પડ્યા છે. હરિજન વસ્તીમાં સૈનિકો માલાને પકડે છે અને મારે છે.)
સૈનિકો : બોલ! બોલ!
માલો : મારશો નહીં બાપલા.
સૈનિકો : બોલ! જીવાને ક્યાં સંતાડ્યો છે?
માલો : ના મારા બાપલા! ના મારા બાપલા! જીવલો જડતો જ નથી.
સૈનિક : જડતો કેમ નથી? બોલ! બોલ!
માલો : નહીં બાપલા!
(રાજદરબારમાં ભંગીઓ રાજાને મળવા આવે છે.)
રાજા : અમને—
ભંગીઓ : મહારાજાને ઘણી ખમ્મા!
રાજા : અમને— અમને... તમારું કામ પડ્યું છે!
માલો : બાપજી! ધનભાગ્ય ને ધનઘડી કે અમે રાજ્યના ખપમાં આવીએ!
રાજા : વાત જાણે એમ છે કે—વાવમાં પાણી આવતું નથી ને અમારું વાંઝિયામહેણું ટળતું નથી.
માલો : અમે ખોદવા તૈયાર છીએ બાપલા. અં... કામ શીદને બંધ કરાવ્યું?
બીજો ભંગી : આપ હુકમ કરો એટલી વાર! રોટલો ખાવાયે ઊંચું નહીં જોઈએ.
ત્રીજો ભંગી : હાં હવે તો પાણી નીકળશે ત્યારે જ જંપીશું.
રાજા : અરે મૂર્ખાઓ! પાણી એમ નીકળતું હશે? બત્રીસલક્ષણાનો ભોગ આપ્યા વિના આ વાવ કોરીધાકોર જ રહેવાની. સમજ્યા?
એક ભંગી : પણ- પણ- બત્રીલખ્ખણો ચ્યોંથી લાવવો?
રાજા : આ છે ને! માલાનો દીકરો— જીવો!
માલો : મારો? મારો જીવલો ?
પ્રધાન : જીવો બત્રીસલક્ષણો છે… અને વાવમાં ભોગ આપવા માટે એની પસંદગી કરવામાં આવી છે. એટલે ઝટપટ જીવાને હાજર કરો!
માલો : પણ જીવલો તો જડતો જ નથી.
પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે.
રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો.