70
edits
No edit summary |
No edit summary |
||
| Line 96: | Line 96: | ||
‘પૂરી ને અધૂરી, બાપા!’ બબડી, ભારે શ્વાસ લઈ વળી શરૂ કર્યું : ‘આ સામા ગામના મુખીને ને ડોસાને બાપ માણસ માર્યાં વેર જતાં ’તાં. એટલે જ તો વીસ વરસથી આ વગડો વેઠી રહ્યાં ’તાં ને? પણ તોય – એ પીટ્યા મુખીના દીકરાને ગરોએ ઘેર્યો હશે તે ત્રીજા ચોમાસા પર ભર્યા મેળામાં નવલની કાંક લખણી (છેડતી) કરી.’ ડોસીએ એક જોરથી શ્વાસ લઈ જરીપુરાણી ધમણમાં હવા ભરી, ‘ને કે’છે કે એ વાત જાણીને ડોસાએ છાતીએ ગડદા ઘાલ્યા ને પછી એ રાતના મરેલા દીકરા યાદ કરી કરીને ડોસાએ એવા તો વલાપ કર્યા કે – આજેય એ સાંભળનારા કે’છે, કણકણ કરતો વરસાદ વરસતો ’તો ને એ અંધારી રાતે ડોસાનું રોવું (રુદન) એવું લાગતું જાણે સામા કાંઠાનો પેલો વગડો જ ન વલાપતો હોય! ને ભાઈઓના ઓરતા લાવતી નવલેય – કે’ છે, નવલી નો’તી રોતી, અમને તો લાગતું ’તું જાણે કાંઠા ભરીને વે’તી વાત્રક નદી વલાપતી ’તી!’ | ‘પૂરી ને અધૂરી, બાપા!’ બબડી, ભારે શ્વાસ લઈ વળી શરૂ કર્યું : ‘આ સામા ગામના મુખીને ને ડોસાને બાપ માણસ માર્યાં વેર જતાં ’તાં. એટલે જ તો વીસ વરસથી આ વગડો વેઠી રહ્યાં ’તાં ને? પણ તોય – એ પીટ્યા મુખીના દીકરાને ગરોએ ઘેર્યો હશે તે ત્રીજા ચોમાસા પર ભર્યા મેળામાં નવલની કાંક લખણી (છેડતી) કરી.’ ડોસીએ એક જોરથી શ્વાસ લઈ જરીપુરાણી ધમણમાં હવા ભરી, ‘ને કે’છે કે એ વાત જાણીને ડોસાએ છાતીએ ગડદા ઘાલ્યા ને પછી એ રાતના મરેલા દીકરા યાદ કરી કરીને ડોસાએ એવા તો વલાપ કર્યા કે – આજેય એ સાંભળનારા કે’છે, કણકણ કરતો વરસાદ વરસતો ’તો ને એ અંધારી રાતે ડોસાનું રોવું (રુદન) એવું લાગતું જાણે સામા કાંઠાનો પેલો વગડો જ ન વલાપતો હોય! ને ભાઈઓના ઓરતા લાવતી નવલેય – કે’ છે, નવલી નો’તી રોતી, અમને તો લાગતું ’તું જાણે કાંઠા ભરીને વે’તી વાત્રક નદી વલાપતી ’તી!’ | ||
ડોસી વળી પાછાં સ્વગતની જેમ ડોકું હલાવી | ડોસી વળી પાછાં સ્વગતની જેમ ડોકું હલાવી રહ્યાં–બોલ્યાં : ‘એવું હશે ત્યારે જ તો પેલા જમાઈનો– પારકા જણ્યાનો માહ્યલો કોપ્યો હશે ને? કે’ છે કે મેળેથી બારોબાર ઉપડ્યો ને અંધકોપ રાતમાં નદીનાં પાણીનેય એણે ન ગણકાર્યાં ને કે’ છે માળે સૂતેલા પેલા વેરવાઈને જગાડીને ઝટકાવી નાખ્યો. ઘેર આવી ડૂસકાં ખાતા સસરા આગળ વધામણી ખાવા માંડ્યો. પણ એટલામાં તો કે’ છે નવલે એના મોઢા આડા હાથ દઈને પાછે પગલે વગડાની વાટે જ વાળી દીધા ને કહ્યું જ હશે તો, ‘જીવતો રહીશ તો ભદ્દર પામીશ.’ એ વેળાથી ગયો છે તે આજની ઘડી ને કાલનો દન! | ||
નિઃશ્વાસ નાખતાં ઉમેર્યું : ‘આજકાલ કરતાં તો ત્રણ ત્રણ વરસનાં વાણાં વાયાં, બાવાજી! નથી પેલા ભાગેડુનું કાંઈ થતું કે નથી નવલ ઘર માંડવાનું ગણકારતી ને–’ | |||
વચ્ચે જ નવલનો અકળાયેલો અવાજ આવ્યો : ‘અડધી રાત તો થઈ, ત્યારે ખાશો ક્યારે માસી?’ અને આછી ભડક સાથે ઊભા થઈ ગયેલાં માસીને ઘરમાં આવવા દઈ કહ્યું : ‘આલો એમને શેર ચોખા આલવા હોય તો ને કાઢી દો અહીંથી.’ | |||
વચ્ચે જ નવલનો અકળાયેલો અવાજ આવ્યો: ‘અડધી રાત તો થઈ, ત્યારે ખાશો ક્યારે માસી?’ અને આછી ભડક સાથે | |||
પરંતુ સાધુ ઠંડા હતા. ચોખા મળવા છતાંય ઊઠવાની દાનત નહોતા કરતા. | પરંતુ સાધુ ઠંડા હતા. ચોખા મળવા છતાંય ઊઠવાની દાનત નહોતા કરતા. | ||
નવલે માસાનેય ખાવા માટે ઘરમાં બોલાવી લીધા. તોય પેલા | નવલે માસાનેય ખાવા માટે ઘરમાં બોલાવી લીધા. તોય પેલા ‘એદી’ (આળસુ) લોક ન ઊઠ્યા. | ||
ને નવલને બહાર નીકળી સામે આવી કહેવું જ પડ્યું: ‘મોતના મુઢામાં બેસી રે’વાનું કાંઈ કારણ?’ | ને નવલને બહાર નીકળી સામે આવી કહેવું જ પડ્યું : ‘મોતના મુઢામાં બેસી રે’વાનું કાંઈ કારણ?’ | ||
‘અમારે તને કાંક વાત કે’વી છે, પૂછવું છે | ‘અમારે તને કાંક વાત કે’વી છે, પૂછવું છે થોડુંક…’ ખુશ થઈ ઊઠેલા પહેલા સાધુએ કહ્યું. તાપણાને અજવાળે ધૂપછાંય થઈ રહેલી નવલની આંખ શું આંખ મેળવવા એ મથી રહ્યો હતો. | ||
જ્યારે લંગડા સાધુની ચંચળ થઈ ઊઠેલી આંખો નવલની દેહલતાને જ માપી રહી હતી. કહેવા જતો હતો, ‘પણ તું પેટ ભરીને ખાય છે કે | જ્યારે લંગડા સાધુની ચંચળ થઈ ઊઠેલી આંખો નવલની દેહલતાને જ માપી રહી હતી. કહેવા જતો હતો, ‘પણ તું પેટ ભરીને ખાય છે કે નઇં? જો તો ખરી કેટલી બધી ઓસમાઈ ગઈ છે!’ એટલામાં તો ‘એ પહેલાં તું એટલું કે’ ને–તીં અમને ઓળખી લીધા છે કે—’ | ||
એ ભોળા, ભલા ને અબુધ અવાજ તરફ વળતી નવલની આંખોમાં સ્નેહનો એક ઊભરો ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો. કંઈક દયાભરી, દુઃખભરી નજરે તાકતાં એણે એને સવાલ કર્યો: ‘હા, પણ આ પગ ક્યાં ખોયો?’ | એ ભોળા, ભલા ને અબુધ અવાજ તરફ વળતી નવલની આંખોમાં સ્નેહનો એક ઊભરો ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો. કંઈક દયાભરી, દુઃખભરી નજરે તાકતાં એણે એને સવાલ કર્યો : ‘હા, પણ આ પગ ક્યાં ખોયો?’ | ||
‘એ તો | ‘એ તો ખોયો’ એને ઉતાવળ હતી પોતાના સવાલ માટેની અને કહી નાંખ્યું : ‘પેલી ગોજારી રાતે નાસતાં નાસતાં, પણ તું તારી વાત—’ | ||
નવલ ક્રૂર બની | નવલ ક્રૂર બની પોતાના ઉપર જ નહિ, સામાં બે હૈયાં ઉપરેય! ને દાતરડું ચલાવતી હોય એમ ‘કરપ’ કરતાકને સ્નેહીજનના સવાલને કાપી નાખ્યો : ‘એ બધું રે’વા દઈને, એક ફેરા તમે ઊઠો અહીંથી. મારું કહ્યું માનો તો ધૂણી ઉપર ગયા વગર પરભાર્યા જ અહીંથી-’ અને લંગડા સાધુ તરફ તાકતાં ધીમેથી ઉમેર્યું : ‘અહીં તો આ ઝાડવાંય રાજનાં ચાડિયાં છે, માટે…’ વાક્ય અધૂરું મૂકી પહેલી શિખામણ એણે પોતે જ લીધી. બારણા તરફ પગ ઉપાડ્યો. જતાં જતાંય હાથને ઇશારે કહી રહી હતી : ‘ઊઠો, ઊઠો, હેંડવા માંડો.’ | ||
પહેલો સાધુ ફાળ સાથે ઊભો થઈ ગયો. ‘પણ અમે તો મરવા માટે જ આવ્યા છીએ. એક થોડુંક અમારે તને પૂછવું…’ | પહેલો સાધુ ફાળ સાથે ઊભો થઈ ગયો. ‘પણ અમે તો મરવા માટે જ આવ્યા છીએ. એક થોડુંક અમારે તને પૂછવું…’ | ||
લંગડો સાધુ એની સામે ઘૂરક્યો: ‘અરે તુંય ભલો આદમી | લંગડો સાધુ એની સામે ઘૂરક્યો : ‘અરે તુંય ભલો આદમી છેને? એ શું એમાં કે’વાની છે? તું તારે હું કહું છું એમ જ…’ | ||
અને એ તો લપ ટાળવા કે પછી શું હશે એ જાણવા કે ગમે તેમ પણ નવલ એકદમ પાછી ફરી. છેક ખાટલા પાસે આવી ખડી થઈ ગઈ: ‘લો, પૂછી લો પૂછવું હોય એ.’ | અને એ તો લપ ટાળવા કે પછી શું હશે એ જાણવા કે ગમે તેમ પણ નવલ એકદમ પાછી ફરી. છેક ખાટલા પાસે આવી ખડી થઈ ગઈ : ‘લો, પૂછી લો પૂછવું હોય એ.’ | ||
સાધુ તો સાચે જ ગભરાઈ પડ્યો. આ કંઈ રૂપિયા | સાધુ તો સાચે જ ગભરાઈ પડ્યો. આ કંઈ રૂપિયા પાઈની વાત ન હતી કે પટ દેતોક ને હિસાબ કરવા માંડે અને એટલે જ તો એ લોચા વાળવા લાગ્યો : ‘પૂછવાનું તો એમ કે… તું જરા થરથાએ (નિરાંતે) બેસે તો…’ | ||
લંગડા માટેય આ ગલ્લાંતલ્લાં અસહ્ય થઈ પડ્યાં. બોલી ઊઠ્યો: ‘એમ લોચા વાળ્યા | લંગડા માટેય આ ગલ્લાંતલ્લાં અસહ્ય થઈ પડ્યાં. બોલી ઊઠ્યો : ‘એમ લોચા વાળ્યા વગર’ અને સામે જોતી નવલને પોતાની વાત જ પૂછી રહ્યો, ‘મારું કે’વું એમ કે આ અહીં રે’ ને હું…’ | ||
નવલ અકળાઈ ઊઠી, ‘અરે રા…મ? તમે કે એ, ગમે તે રે’શે તોય પોલીસવાળો એને પકડી લઈ જવાનો. રામાયણ તો એ થઈ છે તમને | નવલ અકળાઈ ઊઠી, ‘અરે રા…મ? તમે કે એ, ગમે તે રે’શે તોય પોલીસવાળો એને પકડી લઈ જવાનો. રામાયણ તો એ થઈ છે તમને સિપાઈ તો ઘણી ઘણી વાત-પણ ગામનુંય કોઈ નથી ઓળખતું ને એટલે છીંડે ચઢ્યો એ જ ચોર; માટે હું તમને હાથ જોડું-’ અને સાચે જ નવલે હાથ જોડ્યા. પેલા પહેલા સામેય જોઈ ઉમેર્યું : ‘ઊઠીને હેંડવા જ…’ | ||
‘અરે પણ હું કહું છું શું? પોલીસમાં જઈને પકડાઈ જવાની તો હું વાત કરું છું. પછી આને કુણ–’ | ‘અરે પણ હું કહું છું શું? પોલીસમાં જઈને પકડાઈ જવાની તો હું વાત કરું છું. પછી આને કુણ–’ | ||
પહેલાએ નવલ સામે જોઈ લાગલી જ | પહેલાએ નવલ સામે જોઈ લાગલી જ વાત સાંધી : ‘એમ નઇં. આ લંગડો થઈ ગયો છે, એટલે એને કોઈ ઓળખવાનુંય નથી ને પૂછવાનુંય નથી. માટે હું જ પોલીસમાં ગુનેગાર થઈને—’ | ||
લંગડો એની ધૂનમાં હતો. | લંગડો એની ધૂનમાં હતો. બલકે અકળામણના વંટોળમાં હતો. ને પોતાની જ વાત ચાલી રહી હોય, એમ વળી નવલને કરગરી રહ્યો : ‘સાચી વાત છે! બબ્બે ધણીએય આ વનવગડામાં તું એકલી? માટે-’ | ||
‘રહી જ જા તું.’ કહેતાં પહેલો ખડો થઈ ગયો. ‘અત્યારે જ હું થાણામાં…’ | ‘રહી જ જા તું.’ કહેતાં પહેલો ખડો થઈ ગયો. ‘અત્યારે જ હું થાણામાં…’ | ||
લંગડો તો સાંભળી ચિડાઈ જ ઊઠ્યો | લંગડો તો સાંભળી ચિડાઈ જ ઊઠ્યો. | ||
‘એ તો તું વાત જ ભૂલી જા–ખૂન મેં કર્યું ને પકડાય તું? એ તો સમણેય નથી થવાનું.’ | |||
નવલનું મગજ અસ્તવ્યસ્ત તો હતું જ. એમાં આ લોકોએ વળી સાધુવાળી ચલાવી – જીદ આદરી. એ અત્યંત અકળાઈ ઊઠી. અને ‘કૂટો ત્યારે માથાં’ આવું કંઈક બબડતી રડતી, જાણે ભાંગી પડી હોય એમ લથડતી ચાલે બારણા તરફ ચાલતી થઈ. | નવલનું મગજ અસ્તવ્યસ્ત તો હતું જ. એમાં આ લોકોએ વળી સાધુવાળી ચલાવી – જીદ આદરી. એ અત્યંત અકળાઈ ઊઠી. અને ‘કૂટો ત્યારે માથાં’ આવું કંઈક બબડતી રડતી, જાણે ભાંગી પડી હોય એમ લથડતી ચાલે બારણા તરફ ચાલતી થઈ. | ||
ત્યાં તો બારણામાં ઊભા રહી ‘તાસ’ (ખેલ) જોતાં માસી બડબડાટ કરતાં બહાર ધસી આવ્યાં: ‘મારા પીટ્યા હેંડ્યા જતા નથી ને!’ પાસે આવી, ‘તમારો ભા (પોલીસ) આવશે તો બેયને પકડી લઈ જશે. માટે હેંડતા થાઓ | ત્યાં તો બારણામાં ઊભા રહી ‘તાસ’ (ખેલ) જોતાં માસી બડબડાટ કરતાં બહાર ધસી આવ્યાં : ‘મારા પીટ્યા હેંડ્યા જતા નથી ને!’ પાસે આવી, ‘તમારો ભા (પોલીસ) આવશે તો બેયને પકડી લઈ જશે. માટે હેંડતા થાઓ-’ કહી એય પાછાં ફરી ગયાં. | ||
પરંતુ કોણ જાણે શું સૂઝ્યું કે અડધી ચોપાડેથી વળી એમણે ગુલાંટ લગાવી, પહેલા સાધુના કાનમાં જ લગભગ કહ્યું: ‘કરવું ન કરવું એ મન સાથે છે; એમાં નવલને શું | પરંતુ કોણ જાણે શું સૂઝ્યું કે અડધી ચોપાડેથી વળી એમણે ગુલાંટ લગાવી, પહેલા સાધુના કાનમાં જ લગભગ કહ્યું : ‘કરવું ન કરવું એ મન સાથે છે; એમાં નવલને શું પૂછવું ’તું ભલા’દમી.’ જતાં જતાં લંગડાને કહી નાખ્યું : ‘જે કરવું હોય એ કરી નાખ્યું. એટલે છૂટકો મટે.’ | ||
અને | અને ભડોભડ કરતાં કમાડ વસાતાં જોઈને એકલા પડેલા આ બે બબૂચકોનેય ઊઠવું જ પડ્યું. | ||
ઢાળ ઊતરતાં જ વાત | ઢાળ ઊતરતાં જ વાત કાઢી ને ધૂણીએ પહોંચતાં પહેલાં જ બેય જણ નિર્ણય ઉપર આવી ગયા : ‘પોલીસ જેને પકડી લઈ જાય એ સાચો.’ | ||
અલબત્ત, લંગડા સાધુને ગળે આ | અલબત્ત, લંગડા સાધુને ગળે આ ઘુંટડો ઊતરે એમ ન હતો. પણ શું કરે? પેલાએ એને નવલના કસમ દઈને મૂંગો કરી દીધો હતો. વળી પોતાના કરતાંય એ (લંગડો) નવલને વધારે સુખી કરી શકશે એ પણ સમજાવ્યું. લંગડાને પણ એ વાત કબૂલ કરવી પડી. | ||
ત્યાં તો બન્યું એવું કે બીજી સાંજે ફોજદાર માટે મરઘીની તલાશમાં નીકળેલા સિપાઈની નજર આ બે મરઘાઓ ઉપર | ત્યાં તો બન્યું એવું કે બીજી સાંજે ફોજદાર માટે મરઘીની તલાશમાં નીકળેલા સિપાઈની નજર આ બે મરઘાઓ ઉપર પડી. | ||
જવાબમાં એ લોકને દેશી ભાષામાં વાત કરતા જોયા અને માસી કહેતાં હતાં એમ જ બન્યું. બન્નેયને આગળ કરી ગયો. | જવાબમાં એ લોકને દેશી ભાષામાં વાત કરતા જોયા અને માસી કહેતાં હતાં એમ જ બન્યું. બન્નેયને આગળ કરી ગયો. | ||
ઓટલે બેસી જોઈ રહેલી નવલે મહામુસીબતે રુદનને ખાળી રાખ્યું. એ લોક ઉપર એને રોષ પણ એટલો જ ચઢ્યો હતો, માસી આગળ વ્યક્ત પણ | ઓટલે બેસી જોઈ રહેલી નવલે મહામુસીબતે રુદનને ખાળી રાખ્યું. એ લોક ઉપર એને રોષ પણ એટલો જ ચઢ્યો હતો, માસી આગળ વ્યક્ત પણ કર્યો : ‘છેવટ મારી છાતી ઉપર આવીને—’ આગળ એ, બોલી જ ન શકી. | ||
પરંતુ નવલને – વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને! | પરંતુ માસીને તો એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો : ‘જે થશે એ પણ એક પાનો ફાટકો (નિકાલ) તો આવશે!’ અને કંઈ સમજતાં ન હોય, પેલાઓને ઓળખ્યા જ ન હોય એમ બોલ્યાં : ‘ઠેકાણે પડ્યા! ચપટી ઉઘરાવવી મટી! ને જેલમાં બેઠા બેઠાય, ‘જે સીતારામ’ તો થશે’ અને પછી તો એ બેમાંથી કયો કામનો ને કયો નકામો એની મનમાં ને મનમાં ગણતરી ગણી રહ્યાં. પરંતુ નવલને – વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને! | ||
અને એટલે જ તો | અને એટલે જ તો પોલીસ થાણામાંય એણે નવગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને? ‘અવતારમાંય આવા બાવા મીં નથી ભાળ્યા પછી ઓળખવાની વાત જ કયાં સાહેબ!’ | ||
* | * | ||
edits