કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૨. મનમેળ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. મનમેળ|બાલમુકુન્દ દવે}} <poem> ::કેવા રે મળેલા મનના મેળ? હો રુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૩)}} | {{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૧. વતનવાટે બપોર | |||
|next = ૪૩. અત્તરિયાને | |||
}} |
Latest revision as of 09:05, 18 September 2021
૪૨. મનમેળ
બાલમુકુન્દ દવે
કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૩)