કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧. કડવાં કારેલાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, સં. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૧)}} | {{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, સં. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૧)}} | ||
{{HeaderNav2 | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/આ શ્રેણીના સંપાદકો |આ શ્રેણીના સંપાદકો ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨. સીતાજીનો પોપટ|૨. સીતાજીનો પોપટ]] | |||
}} |
Revision as of 11:00, 18 September 2021
૧. કડવાં કારેલાં
સુન્દરમ્
કડવાં કારેલાંના ગુણ ન્હોય કડવા હો,
કડવાં વચન ન્હોય કડવાં હો રે.
છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે. કડવાંo
તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરતી કોપે પાપ હરવા હો રે. કડવાંo
દુનિયા રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે,
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે. કડવાંo
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, સં. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૧)
←
[[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/આ શ્રેણીના સંપાદકો |આ શ્રેણીના સંપાદકો ]]
[[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨. સીતાજીનો પોપટ|૨. સીતાજીનો પોપટ]]
→