મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૩): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૩) |રમણ સોની}} <poem> સુખદુ:ખ મનમાં ન અાણીઅે, ઘટ સાથે રે ઘડિય...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૫૩) | | {{Heading|પદ (૫૩) |}} | ||
<poem> | <poem> |
Latest revision as of 15:02, 20 September 2021
પદ (૫૩)
સુખદુ:ખ મનમાં ન અાણીઅે, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.
સુખ
નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે⠋ વસ્ત્રે વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી.
સુખ
પાંચ પાંડવ સરખા બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી.
સુખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહા દુ:ખ પામી.
સુખ
રાવણ સરખો રા⡏જયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી.
સુખ