મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૨૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૧ - રાગ અધરસ | રમણ સોની}} <poem> દુષ્ટબુધ બોલ્યો વાંણી, ક્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૨૧ - રાગ અધરસ | | {{Heading|કડવું ૨૧ - રાગ અધરસ |વિષ્ણુદાસ}} | ||
<poem> | <poem> | ||
દુષ્ટબુધ બોલ્યો વાંણી, | દુષ્ટબુધ બોલ્યો વાંણી, |
Latest revision as of 06:21, 14 August 2021
વિષ્ણુદાસ
દુષ્ટબુધ બોલ્યો વાંણી,
ક્રોધ અભિઅંતર આંણી;
કાંમ કર્યું રે પાપીશુ હઈડે જાંણી,
દુષ્ટબુધ બોલ્યો વાંણી. ૧
મેં ત્યાંથી મોકલ્યો જેહ,
મારવા કારણ તેહ;
વિષયાસરસો તેં કંમ પરણાવ્યો એહ, દુષ્ટ૦ ૨
કાગલમાંહે લખ્યું એવું,
પુત્ર તેં નવ કીધું તેવું;
મેં નવ જાંણ્યું નીપજશે એવું, દુષ્ટ૦ ૩
મેં ત્યાં જે કહ્યું વચંન,
તેં ત્યાં તે નવ કીધું તંન;
માહારી દૃષ્ટિ આગલથી પાપી જા વંન, દુષ્ટ૦ ૪
તાતનું વાયક જેહ,
પુત્રે ત્યાં સાંભલ્યું તેહ;
અપાર તાત હું સીસ ચઢાવું એહ, દુષ્ટ૦ ૫
સાંભલો તાત વચંન,
નથી વીરાંસો તાહરો તંન;
લખ્યાથી અદકું ન કરે મદંન, દુષ્ટ૦ ૬
પછે કાગલ મોકલ્યો જેહ,
આંણીને વંચાવ્યો તેહ;
જમતમ કરી વિષયા દેજે, એહ. દુષ્ટ૦ ૭
સાંભલો વાયક સોયે,
હઈડે આશ્રજ હોયે;
દૈવ કરે તે ન કરે કોયે. દુષ્ટ૦ ૮
પુત્રીનું વિધવાપણું જેહ,
વેર તાંહાં પાલીશું તેહ,
હું નિશ્ચે પતન પમાડું એહ, દુષ્ટ૦ ૯