મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /સુદામાચરિત્ર કડવું ૧૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|રમણ સોની}} <poem> રાગ રામગ્રી શુકજી ભાખે હરિગુણગ્રામ...")
 
No edit summary
Line 18: Line 18:

સંકલ્પ-વિકલ્પ કોટિ કરતો, આવાગમન-હીંડોળે ચડ્યો;

બારીએ બેઠાં પંથ જોતાં કંથ સ્રીની દૃષ્ટે પડ્યો. ૧૨
બારીએ બેઠાં પંથ જોતાં કંથ સ્રીની દૃષ્ટે પડ્યો.{{space}} ૧૨

સાહેલી એક સહસ્ર સાથે સતી જતી પતિને તેડવા;

જલ-ઝારી ભરીને નારી જાયે, જ્યમ હસ્તિની કળશ ઢોળવા. ૧૩
જલ-ઝારી ભરીને નારી જાયે, જ્યમ હસ્તિની કળશ ઢોળવા.{{space}} ૧૩

હંસગામિની હર્ષપૂરણ, અભિલાષ થયા મન-ઇચ્છિયા;

ઝમક ઝાંઝર, ઠમક ઘૂઘર, વાજે અણવટ-વીંછિયા. ૧૪
ઝમક ઝાંઝર, ઠમક ઘૂઘર, વાજે અણવટ-વીંછિયા.{{space}} ૧૪

સાહેલી સર્વ વીંટી વળી, પછે પદ્મિની લાગી પાય;

પૂજા કરી પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય. ૧૫
પૂજા કરી પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય.{{space}} ૧૫
દિશ ન સૂઝે, વપુ ધ્રૂજે, છૂટી જટા, ઉઘાડું શીશ;

હસ્તે ગ્રહવા જાય સ્રી તવ ઋષિજી પાડે ચીસ. ૧૬
હસ્તે ગ્રહવા જાય સ્રી તવ ઋષિજી પાડે ચીસ.{{space}} ૧૬

‘હું સહેજે જોઉં છું ઘર નવાં, મુને નથી કપટ-વિચાર;

હું વૃદ્ધ ને તમો યુવા નારી, છે કઠણ લોકાચાર. ૧૭
હું વૃદ્ધ ને તમો યુવા નારી, છે કઠણ લોકાચાર.{{space}} ૧૭

ભોગાસક્ત હું નથી આવ્યો, મુને પરમેશ્વરની આણ;

જાવા દ્યો મુને શોભા સાથે, તમને હજો કલ્યાણ. ૧૮
જાવા દ્યો મુને શોભા સાથે, તમને હજો કલ્યાણ.{{space}} ૧૮

આ નગરમાં કો નરપતિ નથી, દીસે છે સ્રીનું રાજ;

પાપણીઓ! ઈશ્વર પૂછશે, મુને કાં આણો છો વાજ?’ ૧૯
પાપણીઓ! ઈશ્વર પૂછશે, મુને કાં આણો છો વાજ?’{{space}} ૧૯

ઋષિપત્ની કહે: ‘સ્વામી મારા! રખે દેતા શાપ!

દુ:ખદારિદ્ર ગયાં, ને ઘર થયાં, શ્રીકૃષ્ણચરણ-પ્રતાપ.’ ૨૦
દુ:ખદારિદ્ર ગયાં, ને ઘર થયાં, શ્રીકૃષ્ણચરણ-પ્રતાપ.’{{space}} ૨૦

એવું કહી કર ગ્રહી ચાલી, સાંભળ પરીક્ષિત ભૂપ!

સુદામો પેઠા પોળ માંહે, થયું કૃષ્ણના સરખું રૂપ. ૨૧
સુદામો પેઠા પોળ માંહે, થયું કૃષ્ણના સરખું રૂપ.{{space}} ૨૧
::::: વલણ
::::: વલણ
રૂપ બીજા કૃષ્ણનું, ગઈ જરા, જોબન થયું;
રૂપ બીજા કૃષ્ણનું, ગઈ જરા, જોબન થયું;
બેલડીએ વળગ્યાં દંપતી, રતિકામ-જોડું લજાવિયું. ૨૨
બેલડીએ વળગ્યાં દંપતી, રતિકામ-જોડું લજાવિયું.{{space}} ૨૨
</poem>
</poem>

Revision as of 11:49, 12 August 2021

કડવું ૧૩

રમણ સોની

રાગ રામગ્રી
શુકજી ભાખે હરિગુણગ્રામ જી, ગોઠવણ કરતાં આવ્યું ગામ જી;
દીઠાં મંદિર કંચનધામ જી, ઋષિ વિચારે: ‘શું ભૂલ્યો ઠામ જી? ૧
ઢાળ
ઠામ ભૂલ્યો પણ ગામ નિશ્ચે, ધામ કો ધનવંતનાં;
એ ભવનમાં વસતો હશે, જેણે સેવ્યાં ચરણ ભગવંતનાં.’          ૨

એવું વિચારીને વિપ્ર વળિયો, નગરી અવલોકન કરી;
એંધાણી સહુ જોતો જોતો આવ્યો મંદિર તે ફરી.          ૩

પછે સુદામો સાંસે પડિયા, વિચાર કીધો વેગળે જઈ:
‘આ ભવન ભારે કોણે કીધાં? કુટિર મારી ક્યાં ગઈ?          ૪

સંકલ્પ-વિકલ્પ કોટિ કરતો, આવાગમન-હીંડોળે ચડ્યો;
બારીએ બેઠાં પંથ જોતાં કંથ સ્રીની દૃષ્ટે પડ્યો.          ૧૨

સાહેલી એક સહસ્ર સાથે સતી જતી પતિને તેડવા;
જલ-ઝારી ભરીને નારી જાયે, જ્યમ હસ્તિની કળશ ઢોળવા.          ૧૩

હંસગામિની હર્ષપૂરણ, અભિલાષ થયા મન-ઇચ્છિયા;
ઝમક ઝાંઝર, ઠમક ઘૂઘર, વાજે અણવટ-વીંછિયા.          ૧૪

સાહેલી સર્વ વીંટી વળી, પછે પદ્મિની લાગી પાય;
પૂજા કરી પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય.          ૧૫
દિશ ન સૂઝે, વપુ ધ્રૂજે, છૂટી જટા, ઉઘાડું શીશ;
હસ્તે ગ્રહવા જાય સ્રી તવ ઋષિજી પાડે ચીસ.          ૧૬

‘હું સહેજે જોઉં છું ઘર નવાં, મુને નથી કપટ-વિચાર;
હું વૃદ્ધ ને તમો યુવા નારી, છે કઠણ લોકાચાર.          ૧૭

ભોગાસક્ત હું નથી આવ્યો, મુને પરમેશ્વરની આણ;
જાવા દ્યો મુને શોભા સાથે, તમને હજો કલ્યાણ.          ૧૮

આ નગરમાં કો નરપતિ નથી, દીસે છે સ્રીનું રાજ;
પાપણીઓ! ઈશ્વર પૂછશે, મુને કાં આણો છો વાજ?’          ૧૯

ઋષિપત્ની કહે: ‘સ્વામી મારા! રખે દેતા શાપ!
દુ:ખદારિદ્ર ગયાં, ને ઘર થયાં, શ્રીકૃષ્ણચરણ-પ્રતાપ.’          ૨૦

એવું કહી કર ગ્રહી ચાલી, સાંભળ પરીક્ષિત ભૂપ!
સુદામો પેઠા પોળ માંહે, થયું કૃષ્ણના સરખું રૂપ.          ૨૧
વલણ