મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૨૦: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૦| ગંગાસતી}} <poem> ગજવાનો લાડવો ઝીલવો હોય તો રસ ઝીલી લેજો, પ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
::: જાતિ રે પણું વયું જાય.{{space}} – ઝીલવો૦ | ::: જાતિ રે પણું વયું જાય.{{space}} – ઝીલવો૦ | ||
ભાઈ રે! દૃષ્ટિ રાખો, | ભાઈ રે! દૃષ્ટિ રાખો, ગુપત રસ ચાખો, પાનબાઈ, | ||
::: તો તો સેજે આનંદ વરતાય, | ::: તો તો સેજે આનંદ વરતાય, | ||
ગંગા રે સતી એમ બોલિયાં રે | ગંગા રે સતી એમ બોલિયાં રે | ||
::: આપમાં આપ મળી જાય.{{space}} – ઝીલવો૦ | ::: આપમાં આપ મળી જાય.{{space}} – ઝીલવો૦ | ||
</poem> | </poem> |
Latest revision as of 09:03, 2 February 2023
પદ ૨૦
ગંગાસતી
ગજવાનો લાડવો
ઝીલવો હોય તો રસ ઝીલી લેજો, પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે
એ તો પૂરણ અધિકારીને ઠેરાશે. – ઝીલવો૦
ભાઈ! માન રે મેલ્યા પછી રસ તમને મળશે, પાનબાઈ,
જુઓને વિચારી તમે મનમાં;
દૃષ્ટ પદારશ નથી રે’વાનું, પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં. – ઝીલવો૦
ભાઈ રે! આ તો ગુંજાનો લાડવો, પાનબાઈ,
અહંભાવ ગયા વિના નો ખવાય;
કોટિ રે જનમની મટાડો કલ્પના ત્યારે
જાતિ રે પણું વયું જાય. – ઝીલવો૦
ભાઈ રે! દૃષ્ટિ રાખો, ગુપત રસ ચાખો, પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
આપમાં આપ મળી જાય. – ઝીલવો૦