મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭ |રવિસાહે}} <poem> સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા સદ્ગુરુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૭ |રવિસાહે}}
{{Heading|પદ ૭ |રવિસાહેબ}}
<poem>
<poem>
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા

Latest revision as of 13:10, 25 January 2023


પદ ૭

રવિસાહેબ

સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા, સુરતા સખી કેરે મન ભાવ્યા
પ્રેમ રતીએ મોતીડે વધાવ્યાં, પાપ ગયાં પેલા ભવતણાં રે          ||૧||

શબ્દ સ્વરૂપી ચાંદલીઓ ચોડ્યો, નીરવૃતી કન્યાનો વહેવાર જોડ્યો
કાળ ક્રોધનો ભય સબ મોડ્યો, વહેવાર જોડાયે પ્રીતશુ રે          ||૨||

ગગન મંડળ માંડવડો રચીયો, પંચ રંગી રંગે મનોહર મચીયો
અમી રસ દોરીએ દીલમાં દર્શીઓ, છાંયો છે સાચા તારસું રે          ||૩||

ઈ રે મંડપની સોમા ઘણી સારી, રતન જડાવ જરૂખા ને બારી
કોટી કોટી ભામણા લઈ જાંઊ બલીહારી, જલહલ જોતું જલહલે રે          ||૪||

હરખ સહીત વર તોરણે પધાર્યા, સુખમણા સાસુ પુખણ લઈને આવ્યા
ઈંગલા પીંગલા નેવલીએ ચડાવ્યાં, પોખણ પોખ્યા પ્રેમસુરે          ||૫||

નીરવરતી કન્યા ચોરીમાં પધરાવી, ઓહં સોહં હાથેવાળો મીલાવી
રંરંકાર શબ્દની ધુન મચાવી, અનહદ વાજા ગડહડે રે          ||૬||

ભજન કરીને હરીવર વરીયા, આવાગમનના ફેરા ટળિયા
કહે રવીરામ સાચા સદ્ગુરુ મલીયા, અખંડ ચુડલો અમર રહ્યો રે          ||૭||