મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|પ્રીતમ}} <poem> ખબરદાર! મનસૂબાજી ખબરદાર! મનસૂબાજી, ::: ખાંડા...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૨| | {{Heading|પદ ૨|ધીરો}} | ||
<poem> | <poem> | ||
ખબરદાર! મનસૂબાજી | ખબરદાર! મનસૂબાજી |
Latest revision as of 06:54, 3 February 2023
પદ ૨
ધીરો
ખબરદાર! મનસૂબાજી
ખબરદાર! મનસૂબાજી,
ખાંડાની ધારે ચડવું છે;
હિંમત હથિયાર બાંધી રે,
સત્ય લડાઈએ લડવું છે.
એક ઉમરાવને બાર પટાવત,
એક એક નીચે ત્રીસ ત્રીસ;
એક ધણીને એક એક ધણિયાણી એમ,
વિગતે સાત ને વીશ;
સો સરદારે ગઢ ઘેર્યો રે,
તેને જીતી પાર પડવું છે.
પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે,
ને વળી કામ ને ક્રોધ;
લોભ, મોહ ને માયા, મમતા એવા,
જુલમી જોરાવર જોધ;
અતિ બલિષ્ઠ સવારી રે,
એ સાથે આખડવું છે.
પ્રેમપલાણ ધરી જ્ઞાનઘોડે ચઢી,
સદ્ગુરુ શબ્દ લગામ;
શીલ સંતોષ ને ક્ષમા ખડ્ગ ધરી.
ભજન ભડાકે રામ;
ધર્મઢાલ ઝાલી રે,
નિર્ભે નિશાને ચઢવું છે.
સુરત નુરત ને ઈડા પિંગળા,
સુષુમણા ગંગાસ્નાન કીજે;
મન પવનથી ગગનમંડળ ચઢી
ધીરા સુધારસ પીજે,
રાજ ઘણું રીઝે રે;
ભજન વડે ભડવું છે.