કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૭. અમે!: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. અમે! |ઝવેરચંદ મેઘાણી}} <poem> :::અમે પ્રેમિકો હાડપિંજર તણા – :::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૧૦)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૧૧૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૬. કવિ, તને કેમ ગમે? | |||
|next = ૨૮. વિરાટ-દર્શન | |||
}} |
Latest revision as of 08:41, 22 September 2021
ઝવેરચંદ મેઘાણી
અમે પ્રેમિકો હાડપિંજર તણા –
પૂજારી સડેલાં કલેવર તણાં.
અમે માનવીને પશુ સમ નચવીએ,
‘પ્રભુ’ શબ્દ બોલીને પંખી પઢવીએ,
પૂરા અંધને સ્વર્ગ-ચાવી અપવીએ,
અમે ગારુડી ધર્મતર્કટ તણા –
મદારી ખરા લોકમર્કટ તણા.
અમે દેવમૂર્તિની માંડી દુકાનો,
કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો,
પ્રભુધામ કેરાં ઊડવીએ વિમાનો:
અમે પાવકો પાપગામી તણા –
પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા.
અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી,
છયે રાગમાં રક્ત તોયે વિરાગી,
સદા જળકમળવત્ અદોષી અદાગી:
અમે દીવડા દિવ્યજ્યોતિ તણા –
શરણધામ માનવફૂદાંઓ તણા.
અમારી બધી લાલસાઓની તૃપ્તિ
થકી, પામરો, મેળવો સદ્ય મુક્તિ!
‘સમર્પણ’ મહીં માનજો સાચી ભક્તિ:
અમે તો ખપર વાસનાઓ તણા –
ભ્રમર અંધશ્રદ્ધાની બાગો તણા.
શ્રીમંતો સ્ત્રીઓ વ્હેમીઓના બનેલા
ઊભા – જો! અમારા અડગ કોટકિલ્લા;
વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા:
અમે શત્રુઓ બુદ્ધિના સત્યના –
અચલ થાંભલા દેશદાસત્વના.
૧૯૨૯.
પાખંડી ધર્મગુરુઓને ઉદ્દેશીને રચેલું.
(સોના-નાવડી, પૃ. ૧૧૦)