રવીન્દ્રપર્વ/૮. જન્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮. જન્મ| }} <poem> જીવનના સિંહદ્વારે પ્રવેશ્યો જે ક્ષણે ભવના આશ...") |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right| (નૈવેદ્ય)}} | {{Right| (નૈવેદ્ય)}} | ||
{{Right| વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪} | {{Right| વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪}} | ||
</poem> | </poem> | ||
Latest revision as of 15:02, 17 September 2021
૮. જન્મ
જીવનના સિંહદ્વારે પ્રવેશ્યો જે ક્ષણે
ભવના આશ્ચર્યપૂર્ણ મહાનિકેતને
એ ક્ષણ અજ્ઞાત મને. શી શક્તિએ મને
વિકસાવ્યો આ વિપુલ રહસ્યને ખોળે
અર્ધરાત્રે મહારણ્યે મુકુલની પેઠે!
ને તોય પ્રભાતે શિર કરીને ઉન્નત
જ્યારે મેં નયન માંડી નિરખી આ ધરા
કનકકિરણગૂંથ્યું નીલામ્બર ધારી,
ને નિરખ્યો સુખદુ:ખે ખચિત સંસાર
ત્યારથી જ અજ્ઞાત એ રહસ્ય અપાર
નિમેષે પ્રકટ થયું માતૃવક્ષ સમ,
નિતાન્ત સુપરિચિત ને કેવળ મમ.
રૂપહીના જ્ઞાનાતીત એ ભીષણ શક્તિ
મારે કાજે ધરી રહે જનનીની મૂર્તિ.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪