અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઈશ મનીઆર/ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ગઝલ |રઈશ મનીઆર}} <poem> સૂર્યને ઊંચે જઈ બપ્પોર કરતા આવડે છે તાપ...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(નવનીત સમર્પણ, નવેમ્બર, 2020)}}
{{Right|(નવનીત સમર્પણ, નવેમ્બર, 2020)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/વર્ણાનુપ્રાસ ગઝલ | વર્ણાનુપ્રાસ ગઝલ]] | લ્હેરખી લૈ લ્યો લીલી કે લાલ, મરજી બસ તમારી; ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શોભિત દેસાઈ/વૃક્ષાયન | વૃક્ષાયન]] | ભલે પાનખરમાં છે નાદાર વૃક્ષો]]
}}

Latest revision as of 13:11, 29 October 2021


ગઝલ

રઈશ મનીઆર

સૂર્યને ઊંચે જઈ બપ્પોર કરતા આવડે છે
તાપ ઝીલી, તો, મને ગુલમ્હોર કરતા આવડે છે

કિસ્મતે આપી નહીં જો દાદ પહેલા યત્નમાં તો
હું ય શાયર છું કે બીજો દોર કરતા આવડે છે

દૂરથી દેખાય છે સુંદર દશા, મારો કસબ છે
રેતની ચોમેર લીલા થોર કરતા આવડે છે

તૂટતાં પહેલાં હતો સંબંધનો પડકાર છેલ્લો
‘સાવ છો કમજોર! તમને જોર કરતા આવડે છે?’

વ્યગ્ર છું, વિવિશ ન સમજો, ઉગ્ર પણ હું થઈ શકું છું
નખ કરડતો જાઉં છું પણ ન્હોર કરતા આવડે છે!

પૂછશે તારી ગઝલ અંતે તને કે આયખાભર...
કાગળો કાળા કર્યા, કંઈ ઓર કરતા આવડે છે?

(નવનીત સમર્પણ, નવેમ્બર, 2020)