ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/પાલ્લીનો પીપળો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પાલ્લીનો પીપળો | જયંત પાઠક}}
{{Heading|પાલ્લીનો પીપળો | જયંત પાઠક}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7c/PRIYANKA_PALLI_NO_PIPDO.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પાલ્લીનો પીપળો - જયંત પાઠક • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
પાલ્લી ગામને ઝાંપે એક પીપળો ઊભો છે. ફરતે ચોતરો છે; પાસે જ એક કૂવો છે; ગામ આખું આ કૂવાનું પાણી ભરે છે. ચોતરે બેઠાં બેઠાં નવરા જુવાનો જુવાન પનિહારીઓની આવજા, એમનાં ચકમકતાં બેડાં ને મલકતાં મૂઢાં નિહાળે છે, તો મોટેરાઓ બેઠાં બેઠાં હુક્કો ગગડાવે છે કે પછી ઢોરઢાંખરને નાથવા-બાંધવાનાં દોરડાં વણે છે. આવું દૃશ્ય આપણા કોઈ પણ ગામ માટે વિરલ ગણાય એવું નથી જ; પણ એની સાથે સંકળાયેલી એક માણસની જીવનકહાણીને લીધે આ દૃશ્ય અને ખાસતો એ પીપળાનું ઝાડ જાણીતું ને સ્મરણમાં રહી જાય એવું બન્યું છે; પીપળા સાથે રામપ્રકાશ અને ભક્તાણીની મૂર્તિઓ પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈ રહી છે.