26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
સંદર્ભ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ નવે. ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, ગંભીરસિંહ ગોહિલ. {{Right|[જ.કો.]}} | સંદર્ભ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ નવે. ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, ગંભીરસિંહ ગોહિલ. {{Right|[જ.કો.]}} | ||
<span style="color:#0000ff">અખાના છપ્પા :</span> (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ચરણી (ક્વચિત્ ૮ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈના બંધને કારણે ‘છપ્પા’ નામથી ઓળખાયેલ છે. આ કૃતિસમૂહની કોઈ પણ હસ્તપ્રત ૬૫૭થી વધારે છપ્પા આપતી નથી, પરંતુ અત્યાર સુધીમાં કુલ ૭૫૫ છપ્પા મુદ્રિત થયા છે. છપ્પા ‘વેશનિંદા અંગ’ ‘ગુરુ અંગ’ એવાં નામો ધરાવતાં ૪૫ અંગોમાં વહેંચાયેલા મળે છે, પણ અંગવિભાગોમાં નજરે પડતી શિથિલતા અને યાદૃચ્છિકતા પરથી એવો તર્ક થાય છે કે છપ્પા છૂટકછૂટક સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી દેવાયા હશે. | |||
છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે - અનેક બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકપ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ - એમાં ધાર્મિક-સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવહારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે. | છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે - અનેક બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકપ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ - એમાં ધાર્મિક-સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવહારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે. | ||
સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી વિચારભૂમિકાનાં ચિહ્નો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ - જેને તેઓ ‘વસ્તુ’ ‘આત્મા’ ‘ચૈતન્ય’ ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે - તેનું જ્ઞાન. અખાજી અવારનવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફુટ કરે છે, પણ કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ ‘’અંધારુ નાઠે ક્યમ જાય ?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ભક્ષ કરી જાય - એનું મિથ્યાત્વ પ્રમાણી લે. | સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી વિચારભૂમિકાનાં ચિહ્નો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ - જેને તેઓ ‘વસ્તુ’ ‘આત્મા’ ‘ચૈતન્ય’ ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે - તેનું જ્ઞાન. અખાજી અવારનવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફુટ કરે છે, પણ કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ ‘’અંધારુ નાઠે ક્યમ જાય ?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ભક્ષ કરી જાય - એનું મિથ્યાત્વ પ્રમાણી લે. |
edits