રવીન્દ્રપર્વ/૧૧૬. કેન ચોખેર જલે ભિજિયે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
અરે હે ચાલ્યા જનારાંઓ, મને પાગલ કરીને તમે કેમ ચાલી જાઓ છો? આકાશમાં ઉદાસ પવન વાઈ રહ્યો છે, પ્રાણ ચંચળ થઈ ઊઠ્યા છે. પ્રભાતનો તારો દિશા ભૂલી બેઠો છે, શરદના મેઘની ક્ષણિક ધારા થઈ રહી છે સભા ભાંગતી વેળાની આખરી વીણાની તાન ચંચળ લાગે છે. નાગકેસરની ખરેલી રેણુ ધૂળ સાથે મૈત્રી કરે છે. ગોધૂલિ એ રાતા પ્રકાશમાં પોતાની ચિતા પ્રગટાવે છે. શિશિરનો પવન પાંદડાં ખેરવે છે. આમળાનું વન મરણને માટે મત્ત બની ઊઠ્યું છે. વિદાયની બંસીના સૂરે સાંજ વેળાનો દિગંચલ વિહ્વળ થઈ ઊઠ્યો છે.
બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું?
તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી — હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુ:ખ દીધું! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુ:ખ રૂપે રણકી ઊઠી હતી એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે.
{{Right|(ગીત-પંચશતી)}}
{{Right|(ગીત-પંચશતી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:43, 5 October 2021

૧૧૬. કેન ચોખેર જલે ભિજિયે

બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું? તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી — હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુ:ખ દીધું! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુ:ખ રૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે. (ગીત-પંચશતી)