રવીન્દ્રપર્વ/૧૧૭. કેન નયન આપનિ ભેસે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧૭. કેન નયન આપનિ ભેસે

કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે — એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. (ગીત-પંચશતી)