ઓખાહરણ/કડવું ૮: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[ઓખા રિસાઈને ચાલ્યા ગયેલા પતિને મહેલમાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::::'''રાગ સામેરી''' | ::::'''રાગ સામેરી''' | ||
જાગી જાગી રે રામા રસભરી, તપાસે સેજ ફરી ફરી. | જાગી જાગી રે રામા રસભરી, તપાસે સેજ ફરી ફરી. | ||
મુખે કરડતી આંગલડી, ‘મેં તો વણસાડ્યું થોડાને કાજે રે, | મુખે કરડતી આંગલડી, ‘મેં તો વણસાડ્યું<ref>વણસાડ્યું-બગાડ્યું</ref> થોડાને કાજે રે, | ||
મેં મુઈએ મુખ મચકોડ્યું, બીડી ના ખાધી તે દાઝે રે;’ – જાગી ૧ | મેં મુઈએ મુખ મચકોડ્યું, બીડી ના ખાધી તે દાઝે રે;’ – જાગી ૧ | ||
Line 26: | Line 26: | ||
મીટ માંડો ને ખટપટ છાંડો, ન બોલો તો કંઠ નાખું વાઢી રે, | મીટ માંડો ને ખટપટ છાંડો, ન બોલો તો કંઠ નાખું વાઢી રે, | ||
બીડી માટે થયાં મન ખાટાં, કહો તો મુખનું તંબોલ લઉં કાઢી રે; – જાગી ૭ | બીડી માટે થયાં મન ખાટાં, કહો તો મુખનું તંબોલ<ref>તંબોલ-પાન</ref> લઉં કાઢી રે; – જાગી ૭ | ||
અનેક ઉપાય કીધા કન્યાએ, ન બોલ્યો નાથ, ને આશા ભાગી રે, | અનેક ઉપાય કીધા કન્યાએ, ન બોલ્યો નાથ, ને આશા ભાગી રે, |
Latest revision as of 08:02, 2 November 2021
[ઓખા રિસાઈને ચાલ્યા ગયેલા પતિને મહેલમાં શોધી વળે છે, નિરાશ થતાં મનોમન પોતાની જાતને ઠપકો આપી રડવા લાગે છે.]
રાગ સામેરી
જાગી જાગી રે રામા રસભરી, તપાસે સેજ ફરી ફરી.
મુખે કરડતી આંગલડી, ‘મેં તો વણસાડ્યું[1] થોડાને કાજે રે,
મેં મુઈએ મુખ મચકોડ્યું, બીડી ના ખાધી તે દાઝે રે;’ – જાગી ૧
લડથડતી ચાલે, ને પાલવ ઝાલે, નયણે આંસુ ઢાળે રે,
કરે સાદ સ્વામીને સંભારે, ભ્રમરભોળી ભાળે રે; – જાગી ૨
ધબ ધબ કરતી નારી તપાસે બારી, દીઠી તે ભોગળ ભીડી રે,
જુએ ચારે ખૂણે, ને મસ્તક ધૂણે, વિલપે વિજોગની પીડી રે; – જાગી ૩
કરે કાલાવાલા, મનોરથ ઠાલા, ઠણઠણતી દે સમ રે,
તમારે તો હસવું, મારે રોઈ મરવું, ધીરજ રાખું ક્યમ રે? – જાગી ૪
આપી સંજોગસુખ, ને દેવું દુઃખ, મારી કરમની રેખા રે,
અતિશે ના તાણો, દયા મન આણો, તમને બાપના સમ, દો દેખા રે. – જાગી ૫
જુઓ પ્રીત તપાસી, હું છું દાસી, દંડ દેવો તે શા સારુ?
કરો સ્નેહ, તજું છું દેહ, વહાલા! અતિઘણું નહિ વારુ રે; – જાગી ૬
મીટ માંડો ને ખટપટ છાંડો, ન બોલો તો કંઠ નાખું વાઢી રે,
બીડી માટે થયાં મન ખાટાં, કહો તો મુખનું તંબોલ[2] લઉં કાઢી રે; – જાગી ૭
અનેક ઉપાય કીધા કન્યાએ, ન બોલ્યો નાથ, ને આશા ભાગી રે,
વદે વિપ્ર પ્રેમાનંદ, ગતિ થઈ મંદ, પછે ઓખા રોવા લાગી રે. –
જાગી ૮