ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દરબારી કવિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દરબારી કવિ (Bard, Minstrel)'''</span> : આ સંજ્ઞા તેના વિશાળ અર્થમા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = દત્તસંપ્રદાય
|next = દશકુમારચરિત
}}

Latest revision as of 11:52, 26 November 2021


દરબારી કવિ (Bard, Minstrel) : આ સંજ્ઞા તેના વિશાળ અર્થમાં રાજવી કુંટુંબની પ્રશંસા કરતી ગેયરચનાઓના કવિ ગાયક માટે વપરાય છે. મધ્યકાળમાં રાજકવિ તરીકે રાજાના દરબારમાં વ્યાવસાયિક ધોરણે કવિઓ કાવ્યસર્જન કરતા. ગુજરાતમાં ચારણો-બારોટો આ પ્રકારનું સ્તુતિકારનું કાર્ય કરતા. યુરોપમાં દરબારી કવિ એકસાથે કવિ, પ્રશસ્તિકાર અને વહીવંચાની કામગીરી બજાવતો; જ્યારે આપણે ત્યાં વહીવંચા કે વંશાવળી જાળવનાર બારોટોનો વર્ગ જુદો હતો. આ કવિઓ રાજદરબારમાં જાહેરમાં રાજકીય ઘટનાઓ પર આધારિત ગેયરચનાઓ રજૂ કરતા. તેમની રચનાઓમાં હકીકત અને કલ્પના કોઈ એક બિન્દુએ સેળભેળ થઈ જતી હોવાથી તેનું દસ્તાવેજી મૂલ્ય ઓછું સ્વીકારાયું છે. પ.ના.