ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મસ્તરંગના કવિઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મસ્તરંગના'''</span> કવિઓ : ‘સુન્દરમે’ ગુજરાતી કવિતામા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મલ્લિનાથી | |||
|next = મહાકથા | |||
}} |
Latest revision as of 12:10, 1 December 2021
મસ્તરંગના કવિઓ : ‘સુન્દરમે’ ગુજરાતી કવિતામાં જુદી ભાત પાડનાર ‘કલાન્ત કવિ’ – બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ‘કલાપી’, ‘મસ્ત કવિ’ – ત્રિભુવન પ્રેમશંકર અને ‘સાગર’ – જગન્નાથ દામોદર ત્રિપાઠી એમ પાંચ કવિઓને મસ્તરંગના કવિ તરીકે ઓળખાવ્યા છે. એમના મત પ્રમાણે ભક્તિમસ્ત કવિઓની પ્રેમમસ્તી આ કવિઓએ નવી રીતે ગાઈ છે, અને પ્રાચીન પ્રણાલિના કવિઓના આંતરિક ખમીરને સૂફીવાદ, દેવીભક્તિ, ફારસી કવિતા અને અંગ્રેજી કવિતાના પ્રકૃતિરહસ્યવાદ દ્વારા નવા રૂપે પ્રગટ કર્યું છે.
ચં.ટો.