કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૨. તડકાની આંગળીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. તડકાની આંગળીએ| }} <poem> (સવૈયા) તડકાની આંગળીએ ખેંચ્યાં સ્હે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. બારી બહાર | |||
|next = ૧૩. પરાયું કૈં લાગે | |||
}} |
Latest revision as of 07:47, 15 December 2021
૧૨. તડકાની આંગળીએ
(સવૈયા)
તડકાની આંગળીએ ખેંચ્યાં સ્હેજ ટાઢનાં ચીર,
ઝબકારામાં જાગી ઊઠ્યાં સૂતાં સરવર-નીર.
હૂંફ ઓઢીને નીંદર પોઢી, શ્વાસ શ્વાસમાં ફોરે,
આળસ મરડી ઊઠ્યા પહેલાં બે’ક ચુંબનો મ્હોરે.
ધુમ્મસની દુનિયા લૈ ધુમ્મસ હળુહળુ વીખરાય,
રાત થતાંમાં આવ્યુંઃ ક્હેતું આંખે ઓઝલ થાય.
કલબલાટનાં કાબર-ચકલાંઃ ફરફરાટની પાંખ –
ફરકે ત્યાં તો દુનિયાદારી માંડી દેતી આંખ.
ડગમગ રસ્તા ઘડીવારમાં સીધા અક્કડ ચાલે;
તડકો ઓઢી ટાઢ મલપતી ઠરે ગુલાબી ગાલે.
૧૬-૧૨-૬૬
(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)