હિમાંશી શેલતની વાર્તાઓ/સુવર્ણફળ: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading| સુવર્ણફળ | }} {{Poem2Open}} તો વાત આમ હતી! ખુરશીના હાથાને સજ્જડ પકડ..." |
ફૂટર |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| સુવર્ણફળ | }} | {{Heading| સુવર્ણફળ | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તો વાત આમ હતી! ખુરશીના હાથાને સજ્જડ પકડી એ દિગ્મૂઢ, અવાક્ બેસી રહી. આવું કશું એના જીવનમાં બની શકે એ સ્વીકારવાની એની બિલકુલ તૈયારી નહોતી. આ તો માની ન શકાય એવી, સ્વપ્નમાંયે ન આવે એવી વાત કહેવાય. એને પણ ખબર ન પડી હોત, જો તે દિવસે વત્સલા સમય ન ચૂકી હોત તો. આ ચંદ્રવદન જાગીરદાર એની રાહ જોઈને થાક્યા અને એમનાથી રહેવાયું નહીં એટલે ધસમસતા અહીં આવી પહોંચ્યા. પચાસની નજીક કોઈ પણ ઉંમર હોઈ શકે, પણ પહેલી જ વાર, એકદમ તાજા જ પ્રેમમાં પડ્યા હોય એવા હરખઘેલા, ઉત્સાહી, વ્યાકુળ! | તો વાત આમ હતી! ખુરશીના હાથાને સજ્જડ પકડી એ દિગ્મૂઢ, અવાક્ બેસી રહી. આવું કશું એના જીવનમાં બની શકે એ સ્વીકારવાની એની બિલકુલ તૈયારી નહોતી. આ તો માની ન શકાય એવી, સ્વપ્નમાંયે ન આવે એવી વાત કહેવાય. એને પણ ખબર ન પડી હોત, જો તે દિવસે વત્સલા સમય ન ચૂકી હોત તો. આ ચંદ્રવદન જાગીરદાર એની રાહ જોઈને થાક્યા અને એમનાથી રહેવાયું નહીં એટલે ધસમસતા અહીં આવી પહોંચ્યા. પચાસની નજીક કોઈ પણ ઉંમર હોઈ શકે, પણ પહેલી જ વાર, એકદમ તાજા જ પ્રેમમાં પડ્યા હોય એવા હરખઘેલા, ઉત્સાહી, વ્યાકુળ! | ||
| Line 54: | Line 52: | ||
પેલા કલ્પવૃક્ષનું એક સાવ નાનું સુવર્ણફળ અણધાર્યું જ એના હાથમાં આવી પડ્યું હતું! | પેલા કલ્પવૃક્ષનું એક સાવ નાનું સુવર્ણફળ અણધાર્યું જ એના હાથમાં આવી પડ્યું હતું! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વાર્તાકાર હિમાંશી શેલત | ||
|next = | |next = અકબંધ | ||
}} | }} | ||