મોહન પરમારની વાર્તાઓ/૯. જગતિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. જગતિયું|}}")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૯. જગતિયું|}}
{{Heading|૯. જગતિયું|}}
{{Poem2Open}}
વાલા વીરાનો પગ જરા ખોડંગાયો. ચંપલમાં સહેજ ધૂળ ભરાઈ, પણ ભીતરની ધૂળનું શું? ચંપલની ધૂળ તો એ ખંખેરી શક્યા. પણ ભીતરની ધૂળ કેમેય કરીને ખંખેરાઈ નહિ. હાથમાં પકડેલા ધોકાને જમીનસરસો ટેકવીને એમણે જાતને કાબૂમાં રાખી લીધી. પણ ભીતરમાં ભરાયેલી ધૂળને કારણે એ રજોટાઈ ગયા. અંતરની પજવણી છેક ગળા સુધી આવીને અટકી ગઈ. મહાદેવના મંદિર સામે દૃષ્ટિ નાખીને કટુતાભરી નજરે ગામની બધી દિશાઓ તરફ એ જોઈ વળ્યા. આખું ગામ એમને ઊંધું-ચતું થતું ભળાયું. અણી ચૂક્યો સો વરસ જીવે... જરા જેટલીયે ગાફલિયત એમને અળગો ન કરી દે તેની એમને ભીતિ લાગી. એટલે તો પગમાં જ નહોતું તોય ઝડપથી ચાલ્યા. પગ દુખવા ચડ્યા. તોય તભાના ઘેર જવું જ છે તેવું નક્કી હતું. આ સાલો તભલોય વાસમાં મોટું ઘર છોડીને ઇન્દિરાનગરમાં શીદને રહેવા ગયો? એના ઘેર જવા માટે આખો વાસ ઓળંગીને જવું પડે તેમ હતું. વાલા વીરાએ નિસાસો નાખ્યો. સામેથી હરજીને હસતો હસતો આવતો જોયો. હસવું નહોતું તોય એ હસ્યા, હરજી જોડે આવીને ઊભો રહ્યો એટલે એય ઊભા રહ્યા.
‘વાલા કાકા, ચીઈ બાજુ?’
હમણાંથી હરજી પર એ બહુ ખિજાયેલા રહેતા હતા. એક પળ તો એ કહેવા માટે તત્પર થઈ ઊઠ્યા, ‘તારે શું કામ છે? આખી દુનિયાની પંચાત કર્યા વિના ઘર હાચવીને બેસ ભલાદ’મી!’
‘ઇન્દિરાનગરમાં જવું છ. હેંડ આવવું છ? એકથી બે ભલા!’
‘પણ કુના ઘેર?’
‘તભાના...’
હરજીએ કડવું વખ મોં કર્યું. એ બોલ્યા સિવાય રહી શક્યો નહિ.
‘તમતમારે જાવ! મારે તો ઘણું કૉમ છ.’
‘હા, ભૈ હા! હું કાંય નોનો કીકલો નથી કઅ તારી વાત ના હમજું! મારા હંગાથે આવવામાં શિવલાની તનઅ બીક લાગઅ છ નઈ!’
‘જુઓ કાકા! હું કોઈનાથીય બીતો નથી. જો એવું જ હોત તો તમનઅ મીં બોલાયા જ ન હોત...’
હરજી એટલું કહીને ચાલવા લાગ્યો. પણ વાલા વીરાએ એને પરાણે રોક્યો.
‘શું કૉમ છ?’
‘હાચી વાત કે’જે. શિવા મનોરનો છોકરો શિવા પાછળ જીવતાં જગતિયું કરઅ છતીં વાત હાચી?’
‘હો ટકા હાચી, પણ શી ખબર પરસંગ હારી રીતે પાર પડઅ છ કઅ નઈ...!’
‘ચ્યમ ઈમ બોલ્યો?’
‘ના બોલું તો શું કરું.’ ગામમાં બેચાર એંગાર પાચ્ય છ તીં હખ જ લેવા દેતા નથી.’
‘એટલીં તું શું કે’વા માગઅ છ?’
‘નૉના મૂઢ શું વાત કરું હું? વાહ આખો શિવાકાકાના જગતિયામાં મૂંઢું ભરઅ તો જ જગતિયાની શોભા વધઅ. આ તમારાં અગિયાર ઘર તો ડખો પાડીનઅ બેઠાં છ. બધો આધાર તમારા પર છ ડોહા! હું તો ઈમ કઉ સું કઅ તમી હમજી જાવ તો હારું!’
‘મારઅ ભોજીયો ભૈ હમજ છ. વેર લેવાનો લાગ હું જતો કરું? મારી હંગાથી વેર બાંધવામાં શિવાએ ક્યાં કશી કસર રાશી છ! મનઅ એકલો પાડી દીધો. આ તો પલા વાહનાં મારી પડખે છ એટલીં આટલોય કૂદું છું. નકર મીંદડી કરી નાંશ્યો’તોે શિવલાએ...’
‘તમીં કાંય ઓછા નથી. પોતાના વાહના મોભો શિવા ડોહા હંગામી વેર બાંધીનઅ બેઠા. નઅ મગતરાંનઅ પોતાનાં કીધાં...’
‘ચૂપ થઈ જા કઉ સું. અલ્યા, તારા શિવલાનઅ કે’જે કઅ જીવતે જગતિયું તો હવઅ આવતા ભવ.’
વાલા વીરાને કડવું વખ મોં કરીને પીઠ ફેરવી. હરજીને અણગમો થઈ આવ્યો. શિવો ડોહો તો આખા પરગણાનો મોભી... વાલા ડોહાને મોભી થવું’તું. પણ વાસ વસ્તીમાં ઘસાવું પડે. હરજી મન સાથે વાતો કરવા લાગ્યો. ઈમ કાય પંચાતિયા થવાતું હશીં.... શિવા ડોહાના ઘેર તો એક દા’ડો મે’મોન વન્યા જાતો નથી. નઅ વાલો તો ભૂખડીવારહ... લુખ્ખી પંચાતી કરવાની. વાહમાં કઅ બા’ર ઈને નાગઈ વન્યા કર્યું છ શું? હરજી મનમાં સમસમી ગયો. પોતાના કુટુંબીના ઘેર હેમખેમ જીવતાં જગતિયું થાય તો પરગણામાં ડંકા વાગે... શિવા ડોહાનો જહ એ અમારો જહ. પણ વાલા ડોહા જેવા ચ્યાં હખ લેવા દે છ. તભાના ઘેર જઈ બધું પાકું કરવા નેકળ્યા છ. કદાચ શિવા ડોહાના પરસંગમાં રોડાં નાખે. એણે જતાં જતાં વાલા વીરાની નાડ તપાસી.
‘તમીંય હવા ઘૈડા થ્યા. જીવતાજીવત જહ લઈને જાવ!’
‘મારઅ કાંય જહ જોયતો નથી. શિવાએ મારું નેંચું દેખાય એવી એકેય તક જતી કરી નથી. વીહ વરહથી એકલો છું. કદીયે કરગરવા આયો?’
‘ના તમીં તો મોટા રોણા એટલી હેના કરગરો? નઅ શિવા ડોહાએ તમારું કશું બગાડ્યું હોય એવું અમારી જોણમાં નથી.’
વાલા વીરા શું બોલે છે તે સાંભળવા હરજી થોડી વાર ઊભો રહ્યો. વાલા વીરા બહારથી કડેધડે હતા. પણ અંદર કાંઈક દાઝતું હોય તેવું હરજીને લાગ્યું. એકાએક એના મનમાં ઝબકારો થયો. હોઠ ભીડીને ચાલવા લાગ્યો. એની પીઠ પર વાલા વીરાના શબ્દો વાગ્યા.
‘હુંય જોઉં સું કઅ શિવો કેવું જગતિયું કરઅ છઅ!’ હરજીને વાલા વીરાના શબ્દો ખૂંચ્યા. વાલા વીરાએ તો મનનો ઊભરો કાઢી નાખ્યો હતો. પણ ઊભરો કાઢી નાખ્યા પછીય શું? મન તો અવળું-આડું ફંટાઈને શિવા મનોરની નામોશી કેમ થાય તેની વેતરણમાં હતું. એમને જવું હતું ઇન્દિરાનગરમાં તભાને ઘેર પણ પગ વળ્યા તરસી ભીખાના ઘર બાજુ... તરસી ભીખાય વાલા વીરાની હેડીના. વાસમાં શિવો, તરસી અને વાલો હવે ત્રણ જ ઘૈડિયા બચ્યા હતા. જુવાનિયાય હવે તો પંચાતી કરવા માંડ્યા હતા. પણ આ ત્રણની તોલે કોઈ ન આવે. ભલે વાસમાં કુરાગ રહ્યો પણ ક્યાંય પંચ ભેગું થાય ત્યારે ગામને અન્યાય થતો હોય તો બધા એક થઈ જતા. તોય શિવો ડોસો પંચાતી કરે તે વાલા વીરાને બહુ ખૂંચતું એટલે વાસ-વસ્તીનું કાંઈ કામ આવી પડે ત્યારે હંમેશાં વાલો શિવાની વિરુદ્ધમાં જ ચાલે. શિવા ડોસા કઈ કામ પાર પાડવા મથતા હોય તેમાં વિઘ્ન નાખીને વાલો રાજી થાય પણ આવો રાજીપો ખુદ એમને જ ખૂંચે. પણ થાય શું? થોડા દિવસથી એમણે એવું સાંભળ્યું હતું કે શિવાનો છોકરો કમલેશ મોટો અધિકારી થયો... એ શિવાના જીવતેજીવત વાસમાં કાંઈક ઊજવણી કરવા માગતો હતો. તભો કહેતો કે શિવો તો કશું જ કરવાની ના પાડતા હતા પણ છોકરો માન્યો નહિ. શિવા ડોસાના જીવતાં જગતિયું કરવાનું નક્કી થયું છે. થોડા દિવસની રજા લઈને કમલેશ આવવાનો છે. જગતિયું કરવાનું પાકું છે તેવી જાણીને વાલા વીરાના પેટમાં તેલ રેડાયું હતું. મારો બેટો શિવલો ભારે જશ ખાટી જવાનો... કાંઈક તો કરવું પડશે. ને એમણે મળતિયાનો સંપર્ક કર્યો. મળતિયાય શિવા મનોરનું નીચું દેખાય તેવું ઇચ્છતા હતા. શિવા મનોરની વધતી જતી જાહોજલાલીથી ઈર્ષામાં બળતા બેત્રણ જણ તો ખુલ્લેઆમ વાલા વીરાના પક્ષમાં હતા. શિવા મનોરની મૂંઝવણ જ આ હતી. એ વાલો સરખો ચાલે તો પેલા બધા વાલાનું કહ્યું માનીને વાલાની ‘હા’માં ‘હા’ મિલાવે તેવા હતા. વાલે જ્યારથી જાણ્યું કે શિવો જીવતાં જગતિયું કરવાના છે ત્યારથી એમણે પોતાના નજીકના માણસો સાથે મસલત કરી, શિવાના જગતિયામાં નહિ જવાનું નક્કી કર્યું હતું. એમનો વિરોધ એવો કે જગતિયું બંધ રખાવે તેવો નહિ. જમવા જ જાય નહિ. જગતિયાનો અર્થ જ એટલો કે વાસના બધા સાથે જમે. કોઈ જમવા નહિ આવવાની રઢ લે તો એટલું ટાલું પડવું કહેવાય... વાસ-વસ્તી કે પરગણામાં વાત વહેતી થાય. કહેનાર વાતમાં મોણ નાખીને ચગાવે, ‘શિવાએ જગતિયું કર્યું પણ હમજ્યા. અર્ધો વાહેય ખાવા ના જ્યો. પાંચ-પચી ઘર ખાવા બેઠા ઈમાં શું મોટી ધાડ મારી...’ બીજો તરત જ જુદી વાત કરે. તો વળી ત્રીજો વાલાનાં વખાણ કરી શિવાની વિરુદ્ધ ઉશ્કેરે. શિવાના જગતિયામાં વાલા વીરા કાંઈક આવું જ કરાવવા માગતા હતા. શિવાનું ગામ-પરગણામાં નીચું દેખાય તેવો ઘાટ ઘડવામાં એ સફળ થવા માંડ્યા હતા. પણ તરસી ભીખા પોતાના પક્ષે આવી જાય તો શિવાનાં પચીસ ઘરમાં તિરાડ પડે અને શિવાના પક્ષે દસ ઘર રહી જાય. એટલાં ખવડાવો કે ના ખવડાવો બધું સરખું.
તરસી ભીખાના ફળિયામાં એ પ્રવેશ્યા કે કૂતરાંએ ભસાભસ કરી મેલ્યું. વાલા વીરાએ કૂતરાંને ‘હાડ’ ‘હાડ’ કર્યું. કૂતરાંએ દોટમ્‌દોટ વધારી મેલ્યું. જાણે વાલો આ વાસના જ ન હોયે તેમ વાલા સામે જોઈને ‘ભહ’ ‘ભહ’ કરવા માંડ્યાં. વાલો એમની સામે લાકડી ઉગામે એટલે દોડીને આઘાં જાય, વાલો જેવા પૂંઢ ફેરવે કે પાછાં ઘૂરકિયાં કરે. ‘મારાં હારાં આ કૂતરાં ચ્યમ આંમ કરઅ છ?’ એવું મનમાં બોલીને લાકડી ઊંચી કરીને કૂતરા સાથે ઘૂરી કરી. પણ એથી તો કૂતરા વધારે વીફર્યાં. કૂતરાંથી બચવા તે જરા નમ્યા. ને તરસીના વાડોલિયાની વાડમાં ધોતિયું ભરાઈ ગયું. ઝડપથી કાઢવા જતા ધોતિયું ફાટ્યું, ને એમના અંતરમાં ચિરાડો પડ્યો. જાણે અપશુકન થયા હોય તેમ એ પાછા વળવાનું કરતા હતા ત્યાં તરસીએ ઓસરીમા ઊભાં ઊભાં એમને જોયા. એમણે મોટેથી બૂમ પાડી, ‘અલ્યા વાલા, ચ્યમ પાછા વળ્યા?’
વાલાએ પાછા વળીને જોયું. તરસી એમને હાથ લાંબો કરીને બોલાવી રહ્યા હતા. વાલા વીરા નાછૂટકે પાછા વળ્યા. જેવા એ ઓસરીમાં પ્રવેશ્યા કે તરસીએ હેતપૂર્વક એમનો હાથ પકડી લીધો. વાલાને તરસીની આ રીતરસમ પર વિશ્વાસ ન બેઠો. કદીયે નહિ ને આજે આ તરસીડો મારા પર ચ્યમ વરસી પડ્યો? એમણે તરસી સામે ફાંગી આંખે જોયું. તરસી મર્માળુ હસ્યા. પછી ચહેરા પર હેત લાવીને એ બોલ્યા.
‘ભલાદ’મી, હમણાંથી તો આ બાજુ દેખાતા જ નથી.’
‘તમીં દેખાતા નથી. હું તો સામેથી આયો કઅ નઈ!’
તરસી ફરીથી મર્માળુ હસ્યા. મનમાં બોલ્યાય ખરા, હું બધુંય જોણું શું કઅ તમીં ચ્યમ આયા સો.’ પણ મોટેથી તો એ એટલું જ બોલ્યા, ‘તમારાં પગલાં મારા ઘેર ચ્યાંથી? આવો, બેહો ખાટલી પર.’
વાલા વીરા ખાટલી પર બેઠા. તરસીય એમની પાસે બેઠા. તરસીના છોકરાની વહુ પાણી લઈને આવી ત્યાં સુધીમાં તરસીએ વાલા વીરાના મોઢાની બધી રેખાઓ જોઈ લીધી. કડીઓ હાથવગી થઈ હતી. જે થવાનું છે અને જે વાલા વીરાએ કરવા ધાર્યું છે તે સઘળુંય એમના ચહેરા પર વંચાતું હતું. ને વાલા વીરાની આંખોમાં અપેક્ષાનાં સાપોલિયાં સળવળતાં તરસી ભીખાએ જોયાં. એ તરત જ બોલી પડ્યા, ‘વાલા, મીં જૉણ્યું છે કઅ શિવાનો કમલેશ જગતિયું કરઅ છઅ!’
‘હા, મીંય જૉણ્યું છ.... પણ...’
‘બોલો, બોલો વાલા, મનમાં હોય તે બધું કાઢી નાખો. હખમોણા થઈન જગતિયામાં હૌથી પે’લા આવજો...’
વાલા વીરા મૂંઝવણમાં મુકાયા. તરસી ભીખાએ સીધો જ પોતાને સાણસામાં પૂરી દીધો હતો, પણ હાર માને તો એ વાલા વીરા નહિ. આંખો ઊલટસૂલટ ફેરવતાં એમણે તરસી ભીખાને વેધક નજરે વીંધી નાખ્યા. તરસીથી વાલાની નજર જીરવાણી નહિ. એમણે તરત જ વાલાને ઝપટમાં લીધા, ‘ચ્યમ આંશ્યો કાઢો સો વાલા?’
‘કાંય નઈ... કાંય નઈ...’ કહીને વાલો હસ્યા. તરસીને ખોટું ન લાગે તે રીતે એ બોલ્યા.
‘તમીં તો જાણો સો કઅ મારઅ અનઅ શિવાનઅ બેઠેય બનતું નથી. બોલો, હું ઈના જગતિયામાં ચેવી રીતે આવું?’
‘એટલીં તમી નથી આવવાના?’
‘ના, જરાય નઈ. હું ચ્યમ આવું?’
‘વાલા, તમે આ શું ધાર્યું છે. ગોમનો કાંક વિચાર કરો. પરગણામાં વાતો થાશી...’
‘છો થતી. હું અનઅ મારાં અગિયાર ઘર શિવાના જગતિયામાં ખાવા નઈ આઈએ તો થોડું આભ તૂટી પડવાનું છ.’
‘વાલા, તમીં આ જે કરી ર્‌યા સો તે સારું નથી થતું. હું એક સવાલ કરું... તમીં સાચો જવાપ આલજો.’
‘બોલો...’
‘આપણા ગામમાં સઉથી આબરૂદાર માંણહ કુણ? પરગણું ભેળું થ્યું હોય તાણઅ પંચાતિયા હઉથી વધારે માંન કુનઅ આલા છ બોલો!’
એક પળ તો વાલો હબક ખાઈ ગયા. શો જવાબ આપવો તે સૂઝ્યું નહિ. એકાએક મનમાં ઝબકારો થયો. તરસીને પોતાના પક્ષે ખેંચવાનો ઠીક લાગ હતો. ને આમેય તરસી ભલે શિવાનાં વખાણ કરે... પણ પોતાનાં ગુણગાન કોને ન ગમે. વાલાના મનમાં કાવાદાવા ઊછળ્યા. પોપટ બોલે તેમ એ બોલી પડ્યા, ‘તમીં... અમે તો હગી આંશ્યે જોયું છે કઅ શિવા કરતાં પરગણામાં તમારો ભાવ વધારે પુછાય છ...’
તરસીએ ફાંગી આંખે વાલા સામે નજર કરી. અંતરમાં ઊછળેલા કાવાદાવાની થોડી રેખાઓ મોં પર હરફર થતી ભળાઈ, ને એ બોલી પડ્યા, ‘મને ખબર જ હતી કઅ તમીં મારું નોમ જ દેવાના. પણ તમી મનખ ઓળશી હક્યા નથી... શિવો તો હોનાની લગડી છ... ઈમની આગળ મારું કાંય ના આવઅ...’
તરસીના દિલની વાત પ્રગટ થઈ ગઈ. તરસીને પોતાના પક્ષે લેવાના વાલા વીરાના સઘળા પાસા અવળા પડ્યા. જો તરસી પોતાના પક્ષે આવ્યા હોત તો શિવાને જગતિયું કરતાં આંખે પાણી આવત. પણ આ તરસીડો ઊંધો નેકળ્યો. તરસીડાના કટંબના પંદર, મારાં અગિયાર અનઅ બીજાં મળીનઅ તરી ઘર ખાવા ના જાય તો શિવલાનું જગતિયું લોકાચાર જેવું થઈ જાય... ગોમે ગોમે વાત મંડાય. વરેલું–વાપરેલું બધું નકૉમું જોય... લોકો કેય ખરા કઅ પરગણામાં તો પંચાતી કરવામાં હઉથી પેલા હો સો. પણ વાહનઅ તો હરખો રાખી હક્યા નઈ. શિવલાની રેવડી દાણાદાણ થઈ જોય... નઅ પોતે ખાખલી ફૂટઅ... પણ આ તરસીડાએ મનઅ નારાજ કરી મેલ્યો. અમારાં અગિયાર ઘરોમાંય આ તરસીડાનો પગપેસારો છે. બધાંનઅ જગતિયામાં લઈ જાહઅ તો મારું શું?
વાલા વીરાએ ઓસરીમાં ધોકો પછાડ્યો. ખાટલી પરથી હડફ કરતા ઊભા થયા. તરસી ભીખા સામે નફરતભરી નજરે જોયું. તરસી સામે એક હરફ સુદ્ધાં બોલ્યા નહિ. ચાલવા લાગ્યા. ઓસરીની બહાર જેવો પગ મૂક્યો કે કૂતરાંએ ભસાભસ કરી મેલ્યું.
‘આ કૂતરાંય મારાં હાળાં આ તરસીડા જેવા નઠારાં છ’ એમ મનમાં બોલીને તરસી સામે નજર કરી. તરસીના મોં પર પહેલાં જેવું જ હાસ્ય તરવરતું હતું. એમણે ઓસરીમાં ઊભાં ઊભાં જ કૂતરાંને ‘હાડ હાડ’ કરીને બૂચકારો બોલાવ્યો. તેલમાં માખ. કૂતરાં ચૂપ થઈ પૂંછડી પટપટાવતા તરસી તરફ વળ્યાં, ને વાલા વીરાએ ઝડપથી નિર્ણય કરી લીધો, તભાના ઘેર જઈને હવે બધું પાકું કરવું હતું. એ ઇન્દિરાનગર તરફ વળ્યા. વાસ અને ઇન્દિરાનગર વચ્ચે એક રસ્તો હતો. એ રસ્તા પર અવરજવર ચાલુ હતી. વાલા વીરા હડફેટા ચાલ્યાં. જેમ બને તેમ તભાના ઘેર જલદી પહોંચવું હતું. ઇન્દિરાનગરનાં મકાન સામે દેખાયાં અને એમને ધરપત થઈ. પણ ધરપત ઝાઝી ટકી નહિ. સામેથી શિવા મનોર હાથમાં થેલી ઝુલાવતા વાસ તરફ આવી રહ્યા હતા. દૂરથી વાલાએ શિવાને ઓળખ્યા નહિ. આંખો ઝીણી કરી. નજીક આવતાં જ એમણે શિવાને જોયા. માથું ફાટફાટ થવા લાગ્યું. ધૂળમાં રજોટાયેલું મન રજકણો ઉડાડતું શિવા મનોર તરફ ધસી ગયું. જાણે બાજુમાં જઈને શિવાને ધક્કો મારવા માટે ભીતરમાં સનકારો ઊપડ્યો. ‘અલ્યા, તારો હું સમોવડિયો, નઅ તું મનઅ લેખામાંય ના ગણ... તનઅ બઉ અભિમોન આયો છે... પણ તારો અભિમોન ના તોડું તો મારું નામ વાલા વીરા રાઠોડ નઈ હમજ્યો...’ શિવો વાલા વીરાની બાજુમાંથી પસાર થતાં થતાં વાલાની સામે જોવા લાગ્યા. વાલાને એ થોડું ગમ્યું ખરું. પણ કશું જ બોલ્યા વિના ઝડપથી પસાર થઈ ગયા. વાલાને કોણ જાણે તે ન ગમ્યું. શિવાએ પોતાની ધરાર અવગણના કરી હોય તેવું વાલાને લાગ્યું. એમણે જોરથી ધોકો ભોંય પર પછાડ્યો... ‘તારી બુનનો બૈ કરું. જોનઅ ઓનઅ બેકવા આયો છતીં... છોકરો બાલેટન થઈ જ્યો એટલી... અમારા છોકરા ભણ્યા નૈ. પણ તારી પાહે કદીયે ભીખ માગવા આયા હોય તો કે! પરસેવો પાડીનઅ ખૈયે છીએ.... નઈ નમીએ કદી... તુંં કેવો જગતિયું કરઅ છ તે હુંય હવઅ જોઉં છું...’ મનમાં બબડીને ઇન્દિરાનગરની ગલીમાં ઘૂસી ગયા.
૦૦૦
વાલો ઓસરીમાં આવીને ઊભા, ચેન નહોતું. આખા શરીર જાણે વલૂર ઊપડી હતી. એક હાથ પીઠ પાછળ લઈ જઈને જાણે પીઠ ઊતરડી નાખવી હોય તેવું કરવા લાગ્યા. તભો અને બીજા બેત્રણ જણા એમની સાથે મસલત કરીને હમણાં જ ગયા હતા. વાલાએ જે જાણ્યું તે એમના માન્યામાં આવતું નહોતું. તભો ક્યાંકથી જાણી લાવ્યો હતો કે આજ રાતે શિવો એમના કુટુંબીઓને જગતિયાનું મુહૂર્ત જોવા માટે ભેગા કરવાના છે. કદાચ આખા વાસને બોલાવે. તભાએ તો એવું પણ કીધું કે કમલેશ ગાડી લઈને આવી ગયો છે. બે દા’ડામાં જગતિયાનું નક્કી થાય પણ ખરું... ‘જો ઈમ થોય તો મારઅ શું કરવું?’ ઘણું મથ્યા પણ નિર્ણય કરી શક્યા નહિ. વળી ઝબકારો થયો. ‘બે દા’ડામાં આવાં આ હગાંવહાલાંના નૂતરાં દેવામાં પોંચી વળશીં?’ આવું વિચાર્યા પછી મન હળવું થયું. પાછા મનમાં વીફર્યાય ખરા. ‘બે દા’ડામાં થાય કઅ દહ દા’ડામાં, મારઅ શું?’ ઢળતી સાંજની ધૂંધળાશ એમની આંખોને નડી. હાથનું નેજવું કરીને દૂર દૂર જોવા મથ્યા. શિવાના ઘર આગળ જામેલી રાવઠીને હાક થૂં કરીને થૂંકી નાખતા હોય તેમ થૂંક્યા. ત્યાં કમલેશનો ભાઈબંધ રમેશ ઝડપભેર ક્યાંક જતો ભળાયો. વાલા વીરાની એના પર નજર પડી. એની પાસેથી કાંઈક જાણવાનો ઇરાદો મનમાં સળવળ્યો. પણ તે પહેલાં તો રમેશ જ એમની આગળ આવીને ઊભો રહી ગયો. જાણે વાલા વીરાને ખીજવતો હોય તે રીતે એ બોલ્યો, ‘વાલાકાકા, પરમ દી શિવાકાકાના ઘેર જગતિયું કરવાનું નક્કી થઈ ગયું છે. તમે વહેલાસર આવી જજો પાછા!’ વાલા વીરા વધુ કાંઈ પૂછે તે પહેલાં તો એ સડસડાટ કરતો ચાલી નીકળ્યો. એના ગયા પણે વાલા વીરા પાછા ગડમથલમાં પડ્યાં. ‘પણ આવા આ બે દા’ડામાં ચેવી રીતે પહોંચી વળશીં?’ વળી પાછું મન પલટાયુંઃ ‘પૈસા છ તીં મારા બેટા પોંચી વળશીં. ગાડી છ તીં એક દા’ડામાં હગાંવહાલાંમાં પોંચી વળતાં વાર ચેટલી? બાકી રેય ઈનઅ ફોન પર...’ આટલું વિચાર્યા પછી એમનું મન તરડાયું. જાણે મનમાં ચીરા પડ્યા. ને તરડાયેલું મન વાસની હિલચાલ જોવા રોકાયુંઃ સહુ વાસ વચ્ચે જમવા બેઠા છે. સ્ત્રીઓ ઠિઠિયારા કરી રહી છે. બાળકો દોડધામ કરી રહ્યાં છે. તરસી અને હરજી જાણે પોતાનો પ્રસંગ હોય તેમ હાલમેલ કરી રહ્યા છે. શિવો વાસના ઓટલા પર રાવઠી જમાવીને બેઠા છે. મનમાં ચીરા વધતા ચાલ્યા. એમનું મન ગડથોલું ખાઈ ગયું. તે વખતે હું જ નઈ. અલ્યા મારા હાળા શિવલા, તું કોઈનઅ નઈ અનઅ મન ભૂલી જ્યો? કાંઈ વાંધો નઈ... હવઅ જો તું નઈ કઅ મું નઈ... હંવારે જ બારગોમ જતો ૨ઉં... તારું જગતિયું પૂરું થ્યા પછે આયે.. આઈન તન સીધોદોર ના કરું તો મારું ફળિયું લાજે. અરે, તનઅ તો શું, તારાં છોકરાંનેય મારા ફળિયામાં ઘૂસવા ના દઉં... હવઅ તો હું તારો પાક્કો દશ્મન... તૈયાર રેજે શિવલા...’
એ ઘરમાં આવ્યા. ખાટલામાં આડા થયા. બેય છોકરા બહારગામ ગયેલા... વહુઓ અને છોકરા સાથે. ઈમનેય હમાચાર પોંચાડી દઉં કઅ બેતૈણ દા’ડા રોકઈ જજો... એ ખાટલામાં અવળવળ થવા લાગ્યા. ડોસી એમની સઘળી હિલચાલ જોઈ રહ્યાં હતાં.
‘ડોહા, ચ્યમ ઑમ કરો સો? શરીરે ઠીક નથી કઅ શું?’
એમણે કરડાકીભરી નજરે ડોસી સામે જોયું. પછી પાસું ફરીને દીવાલ સામે તાકીને પડ્યા રહ્યા. કાંઈ સૂઝતું નહોતું. શરીરે અસુખ જેવું લાગ્યું. પણ દિલના અસુખનું શું? એમને કશીક પીડા સતાવી રહી હતી, મનમાં બધું દોડધામ કરીને એમને પજવી રહ્યું હતું. એકાએક શું થયું કે એ ખાટલીમાં બેઠા થઈ ગયા. થોડા નરમ થઈને ડોસી સામે જોઈને બોલ્યા.
‘ડોસી!’
ડોસીએ સાંભળ્યું ન સાંભળ્યું કરીને આડું જોયું
‘ડોસી હાંભળછ ક નઈ!’
‘શું છ?’ ડોસીએ છણકો કર્યો.
‘આંય મારી પાહે આય...’
‘હૂઈ જાવ છાંનામાંના...’
‘ચ્યમ વીફરી છ તું... હારું ત્યાં બેસ. .. હાંભળ, કાલ હવારે તૈયાર થઈ જજે. તારા ભૈઓને હમણાંથી મળ્યા નથી તો મળતા આવીએ.’
‘મારા ભૈઓ પર આટલું બધું હેત ચાણનું ઊભરઈ જ્યું? આમ તો કદી માંન આલીનઅ બોલાયા નથી...’
‘હું કઉ એટલું કર નક્કર...’ વાલા વીરા અસલી મિજાજમાં આવી ગયા. ડોસી થોડાં નરમ પડ્યાં.
‘બોલો!’
‘કાલ વે’લી તૈયાર થઈ જજે....’
‘ભૈના ઘેર જવાનું કુનઅ ના ગમે. પણ એકાએક એવું શું થ્યુ કઅ તમી કાલ નઅ કાલ મારા પિયર જવા માગોસો?’
વાલા વીરાએ દાંત પીસ્યા. આ ડોસીનઅ બઉ પડાપૂછ છ. પણ કારણ જાણ્યા વિના તો મારી હંગાથે આવશી નઈ. શું કરું? કઉ? કઈ દે! પોતાના માંણહથી શું છુપાવવું?
‘બે દા’ડા પછઅ શિવાએ જગન આદર્યો છે. મારઅ ઈના જગનમાં નથી જવું!’
‘એ જગનમાં આપણા હગાંવાલાંય હશીં. આપણનઅ નઈ જુવે તાણ લોકો શું કેશીં? હગાંવાલાંનઅ હાચવવાં પડઅ એટલી બા’રગોમ નાહી જ્યા...
‘બસ, મારઅ ઈ જ કરાવવું છે. હગાંવાલાંનઅ ખબર પડઅ કઅ જગતિયું અધૂરું થ્યું છ.’
‘ડોહા, હાચું કેજો તમનઅ આ જગનમાં જવાનું મનઅ છ કઅ નઈ બોલો!’ ‘એ શિવલાના ઘેર હું જઉં? આવતા ભવેય નઈ સમજી!’
‘જવાનું મન તો બઉ છ. પણ ભોજીયો ભૈં તમારો ભાવ પૂછઅ છ.’
‘ચૂપ મર રાં..’ વાક્ય અધૂરું મૂકીને ડોસા ડોસી સામે ડોળા કાઢવા લાગ્યા.
‘હેના બીવડાવો સો’ હાચું કીધું ઈમાં.’
‘તીં શું હાચું કીધું બોલ!’
‘કાંય નઈ!’ ડોસીએ વાત ટાળવા કોશિશ કરી. ડોસા ધૂંધવાયેલા હતા. આખા શરીરે ક્રોધ ફૂંફાડા મારતો હતો. વધુ ક્રોધ તો ડોસીના મહેણાને કારણે થયો. ‘પોતાનું માંણહ જ હાંમુ પડઅ તો શું કરવું?’ એવું મનમાં કશુંક ધસી આવ્યું.
છતાં ધીમેથી બોલ્યા, ‘હાંભળ! મારા એ શિવલાનો પડછાયોય નથી લેવો. ઈના જગનમાં હું શું કૉમ જઉં? નઈ જઈનઅ મારઅ ઈનસ પરગણામાં નેચું ઘલાવવું છે, તું એટલું કે કઅ કાલ મારા હંગાથે આયીશ કઅ નઈ?’
ડોસી વિમાસણમાં મુકાઈ ગયાં. ગડમથલમાં પડ્યાં, ‘આંમનઅ શિવાભા  હંગાથી શું વેંચી લેવું છ. મનઅ તો આ બધા હડમાલા જરા હારા નથી લાગતા. પણ ઈમનું કે’વું ના કરે તો ઘરમાં લાય લાગઅ. લોકો જોવા ચડઅ, ઘૈડા ઘૈડપણે આ રમાડા હારા ના લાગઅ.’ ખૂબ વિચાર કર્યા પછી એ બોલ્યાં.
‘મારા ભૈના ઘેર જયે ઘણા દા’ડા થઈ જ્યા છ. મનેય ભૈના ઘેર જવાનું ખૂબ મન છ. તમીં જ્યાં ત્યાં હું, પણ તમે જે કરી ર્‌યા સો તે સારું નથી થતું’.
ડોસીએ નિસાસો નાખ્યો. ડોસાએ હમચી વાળી. ડોસીએ કોઠી પર પડેલા ફાનસની દિવેટ જરા ધીમી કરી. આછા અજવાળામાં ખાટલામાં આડા થતાં થતાં જોયું તો ડોસા ખાટલામાં હજીયે અમળાતા હતા.
થોડી વારમાં બધું શાંત થઈ ગયું. થોડી વાર પહેલા કૂતરાંએ ભારે કકળાટ કરી મૂક્યો હતો. તેય હવે તો શાંત પડી ગયાં હતાં. બધું સૂમસામ હતું. થોડી થોડી વારે ક્યાંકથી ચીબરીનો અવાજ આવતો હતો. ડોસાને ચીબરીનો અવાજ નડ્યો. પણ ડોસીને કશું જ નડ્યું નહિ. એ તો નસકોરાં બોલાવવા લાગ્યાં. ડોસાને ચેન નહોતું. ઊલટાસૂલટા, આડાઅવળા, ઊંધાચત્તા ખાટલામાં પાસા ફેર થયા કરતા હતા. કેમેય કરીને ઊંઘ આવતી નહોતી. વાસ-વસ્તી, ગોળ-પરગણું, સગાં-સંબંધીઓ – બધાં એમની પીઠ પર તાકીને ખિખિયાટા કરતાં એમને ભળાયાં. જમણે પડખે થયા. વળી પાછા ડાબા પડખે. ખાટલીમાં બેઠા થયા. પાણી પીધું આડા થયા. આંખો પર ભાર વરતાયો, ને એમના ઘરની સાંકળ ખખડી. ‘અતારે કુણ હશીં? થોડી વાર કાન સરવા કર્યા. કોઈનો પદસંચાર વરતાયો. ‘સાલુ ચોર તો નઈ હોય.’ ઊભા થયા. બારણા પાસે ગયા. બારણા અડોઅડ કાન માંડ્યા. કોઈ એમના નામની બૂમ પાડતું હતું. ‘વાલા, ઊંઘી ગ્યા? બારણું ખોલો.’ અવાજ પરિચિત લાગ્યો. ચોર નથી તેવું પાકું થયું. એમણે ફટાક કરતુંક બારણું ખોલી નાખ્યું. સામે તરસી, હરજી અને શિવો ઊભા હતા. આછા અજવાળામાં શિવાનો હસુ હસુ થતો ચહેરો ભળાયો. ને વાલા વીરા ઉમંગભેર બોલી પડ્યા.
‘શિવા... તમે...?’
‘હા, વાલા હું.. ઘરમાં આવવાનું કહેશો કઅ નઈ...?’
‘અરે, આવો આવો. ડોસી ઊઠ ઊઠ, આપણા ઘેર કુણ આયું છ જો!’
ડોસી સફાળાં બેઠાં થઈ ગયાં. વાલા વીરા શિવાના ચહેરા સામે તાકતા જ રહ્યા, તાકતા જ રહ્યા. ખુલ્લા બારણામાંથી પવન જોશભેર અંદર પ્રવેશ્યો. શિવાના દેહને થાપટ મારતો વાલાના દેહને અડ્યો. વાલા વીરાના દેહમાંથી ધૂળની જાણે રજકણો ઊડી. ધૂળને કારણે રજોટાઈ ગયેલા મન પરથી ધીરે ધીરે મેલ ઊતરવા લાગ્યો. શિવાએ હળવેથી એમની પીઠ પર હાથ પસવાર્યો. ને કોરું-ધાકોડ થયેલું એમનું મન કિલકારી કરી ઊઠ્યું.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૮. નજર
|next = ૧૦. ધૂળ
}}

Latest revision as of 07:56, 8 March 2022

૯. જગતિયું

વાલા વીરાનો પગ જરા ખોડંગાયો. ચંપલમાં સહેજ ધૂળ ભરાઈ, પણ ભીતરની ધૂળનું શું? ચંપલની ધૂળ તો એ ખંખેરી શક્યા. પણ ભીતરની ધૂળ કેમેય કરીને ખંખેરાઈ નહિ. હાથમાં પકડેલા ધોકાને જમીનસરસો ટેકવીને એમણે જાતને કાબૂમાં રાખી લીધી. પણ ભીતરમાં ભરાયેલી ધૂળને કારણે એ રજોટાઈ ગયા. અંતરની પજવણી છેક ગળા સુધી આવીને અટકી ગઈ. મહાદેવના મંદિર સામે દૃષ્ટિ નાખીને કટુતાભરી નજરે ગામની બધી દિશાઓ તરફ એ જોઈ વળ્યા. આખું ગામ એમને ઊંધું-ચતું થતું ભળાયું. અણી ચૂક્યો સો વરસ જીવે... જરા જેટલીયે ગાફલિયત એમને અળગો ન કરી દે તેની એમને ભીતિ લાગી. એટલે તો પગમાં જ નહોતું તોય ઝડપથી ચાલ્યા. પગ દુખવા ચડ્યા. તોય તભાના ઘેર જવું જ છે તેવું નક્કી હતું. આ સાલો તભલોય વાસમાં મોટું ઘર છોડીને ઇન્દિરાનગરમાં શીદને રહેવા ગયો? એના ઘેર જવા માટે આખો વાસ ઓળંગીને જવું પડે તેમ હતું. વાલા વીરાએ નિસાસો નાખ્યો. સામેથી હરજીને હસતો હસતો આવતો જોયો. હસવું નહોતું તોય એ હસ્યા, હરજી જોડે આવીને ઊભો રહ્યો એટલે એય ઊભા રહ્યા. ‘વાલા કાકા, ચીઈ બાજુ?’ હમણાંથી હરજી પર એ બહુ ખિજાયેલા રહેતા હતા. એક પળ તો એ કહેવા માટે તત્પર થઈ ઊઠ્યા, ‘તારે શું કામ છે? આખી દુનિયાની પંચાત કર્યા વિના ઘર હાચવીને બેસ ભલાદ’મી!’ ‘ઇન્દિરાનગરમાં જવું છ. હેંડ આવવું છ? એકથી બે ભલા!’ ‘પણ કુના ઘેર?’ ‘તભાના...’ હરજીએ કડવું વખ મોં કર્યું. એ બોલ્યા સિવાય રહી શક્યો નહિ. ‘તમતમારે જાવ! મારે તો ઘણું કૉમ છ.’ ‘હા, ભૈ હા! હું કાંય નોનો કીકલો નથી કઅ તારી વાત ના હમજું! મારા હંગાથે આવવામાં શિવલાની તનઅ બીક લાગઅ છ નઈ!’ ‘જુઓ કાકા! હું કોઈનાથીય બીતો નથી. જો એવું જ હોત તો તમનઅ મીં બોલાયા જ ન હોત...’ હરજી એટલું કહીને ચાલવા લાગ્યો. પણ વાલા વીરાએ એને પરાણે રોક્યો. ‘શું કૉમ છ?’ ‘હાચી વાત કે’જે. શિવા મનોરનો છોકરો શિવા પાછળ જીવતાં જગતિયું કરઅ છતીં વાત હાચી?’ ‘હો ટકા હાચી, પણ શી ખબર પરસંગ હારી રીતે પાર પડઅ છ કઅ નઈ...!’ ‘ચ્યમ ઈમ બોલ્યો?’ ‘ના બોલું તો શું કરું.’ ગામમાં બેચાર એંગાર પાચ્ય છ તીં હખ જ લેવા દેતા નથી.’ ‘એટલીં તું શું કે’વા માગઅ છ?’ ‘નૉના મૂઢ શું વાત કરું હું? વાહ આખો શિવાકાકાના જગતિયામાં મૂંઢું ભરઅ તો જ જગતિયાની શોભા વધઅ. આ તમારાં અગિયાર ઘર તો ડખો પાડીનઅ બેઠાં છ. બધો આધાર તમારા પર છ ડોહા! હું તો ઈમ કઉ સું કઅ તમી હમજી જાવ તો હારું!’ ‘મારઅ ભોજીયો ભૈ હમજ છ. વેર લેવાનો લાગ હું જતો કરું? મારી હંગાથી વેર બાંધવામાં શિવાએ ક્યાં કશી કસર રાશી છ! મનઅ એકલો પાડી દીધો. આ તો પલા વાહનાં મારી પડખે છ એટલીં આટલોય કૂદું છું. નકર મીંદડી કરી નાંશ્યો’તોે શિવલાએ...’ ‘તમીં કાંય ઓછા નથી. પોતાના વાહના મોભો શિવા ડોહા હંગામી વેર બાંધીનઅ બેઠા. નઅ મગતરાંનઅ પોતાનાં કીધાં...’ ‘ચૂપ થઈ જા કઉ સું. અલ્યા, તારા શિવલાનઅ કે’જે કઅ જીવતે જગતિયું તો હવઅ આવતા ભવ.’ વાલા વીરાને કડવું વખ મોં કરીને પીઠ ફેરવી. હરજીને અણગમો થઈ આવ્યો. શિવો ડોહો તો આખા પરગણાનો મોભી... વાલા ડોહાને મોભી થવું’તું. પણ વાસ વસ્તીમાં ઘસાવું પડે. હરજી મન સાથે વાતો કરવા લાગ્યો. ઈમ કાય પંચાતિયા થવાતું હશીં.... શિવા ડોહાના ઘેર તો એક દા’ડો મે’મોન વન્યા જાતો નથી. નઅ વાલો તો ભૂખડીવારહ... લુખ્ખી પંચાતી કરવાની. વાહમાં કઅ બા’ર ઈને નાગઈ વન્યા કર્યું છ શું? હરજી મનમાં સમસમી ગયો. પોતાના કુટુંબીના ઘેર હેમખેમ જીવતાં જગતિયું થાય તો પરગણામાં ડંકા વાગે... શિવા ડોહાનો જહ એ અમારો જહ. પણ વાલા ડોહા જેવા ચ્યાં હખ લેવા દે છ. તભાના ઘેર જઈ બધું પાકું કરવા નેકળ્યા છ. કદાચ શિવા ડોહાના પરસંગમાં રોડાં નાખે. એણે જતાં જતાં વાલા વીરાની નાડ તપાસી. ‘તમીંય હવા ઘૈડા થ્યા. જીવતાજીવત જહ લઈને જાવ!’ ‘મારઅ કાંય જહ જોયતો નથી. શિવાએ મારું નેંચું દેખાય એવી એકેય તક જતી કરી નથી. વીહ વરહથી એકલો છું. કદીયે કરગરવા આયો?’ ‘ના તમીં તો મોટા રોણા એટલી હેના કરગરો? નઅ શિવા ડોહાએ તમારું કશું બગાડ્યું હોય એવું અમારી જોણમાં નથી.’ વાલા વીરા શું બોલે છે તે સાંભળવા હરજી થોડી વાર ઊભો રહ્યો. વાલા વીરા બહારથી કડેધડે હતા. પણ અંદર કાંઈક દાઝતું હોય તેવું હરજીને લાગ્યું. એકાએક એના મનમાં ઝબકારો થયો. હોઠ ભીડીને ચાલવા લાગ્યો. એની પીઠ પર વાલા વીરાના શબ્દો વાગ્યા. ‘હુંય જોઉં સું કઅ શિવો કેવું જગતિયું કરઅ છઅ!’ હરજીને વાલા વીરાના શબ્દો ખૂંચ્યા. વાલા વીરાએ તો મનનો ઊભરો કાઢી નાખ્યો હતો. પણ ઊભરો કાઢી નાખ્યા પછીય શું? મન તો અવળું-આડું ફંટાઈને શિવા મનોરની નામોશી કેમ થાય તેની વેતરણમાં હતું. એમને જવું હતું ઇન્દિરાનગરમાં તભાને ઘેર પણ પગ વળ્યા તરસી ભીખાના ઘર બાજુ... તરસી ભીખાય વાલા વીરાની હેડીના. વાસમાં શિવો, તરસી અને વાલો હવે ત્રણ જ ઘૈડિયા બચ્યા હતા. જુવાનિયાય હવે તો પંચાતી કરવા માંડ્યા હતા. પણ આ ત્રણની તોલે કોઈ ન આવે. ભલે વાસમાં કુરાગ રહ્યો પણ ક્યાંય પંચ ભેગું થાય ત્યારે ગામને અન્યાય થતો હોય તો બધા એક થઈ જતા. તોય શિવો ડોસો પંચાતી કરે તે વાલા વીરાને બહુ ખૂંચતું એટલે વાસ-વસ્તીનું કાંઈ કામ આવી પડે ત્યારે હંમેશાં વાલો શિવાની વિરુદ્ધમાં જ ચાલે. શિવા ડોસા કઈ કામ પાર પાડવા મથતા હોય તેમાં વિઘ્ન નાખીને વાલો રાજી થાય પણ આવો રાજીપો ખુદ એમને જ ખૂંચે. પણ થાય શું? થોડા દિવસથી એમણે એવું સાંભળ્યું હતું કે શિવાનો છોકરો કમલેશ મોટો અધિકારી થયો... એ શિવાના જીવતેજીવત વાસમાં કાંઈક ઊજવણી કરવા માગતો હતો. તભો કહેતો કે શિવો તો કશું જ કરવાની ના પાડતા હતા પણ છોકરો માન્યો નહિ. શિવા ડોસાના જીવતાં જગતિયું કરવાનું નક્કી થયું છે. થોડા દિવસની રજા લઈને કમલેશ આવવાનો છે. જગતિયું કરવાનું પાકું છે તેવી જાણીને વાલા વીરાના પેટમાં તેલ રેડાયું હતું. મારો બેટો શિવલો ભારે જશ ખાટી જવાનો... કાંઈક તો કરવું પડશે. ને એમણે મળતિયાનો સંપર્ક કર્યો. મળતિયાય શિવા મનોરનું નીચું દેખાય તેવું ઇચ્છતા હતા. શિવા મનોરની વધતી જતી જાહોજલાલીથી ઈર્ષામાં બળતા બેત્રણ જણ તો ખુલ્લેઆમ વાલા વીરાના પક્ષમાં હતા. શિવા મનોરની મૂંઝવણ જ આ હતી. એ વાલો સરખો ચાલે તો પેલા બધા વાલાનું કહ્યું માનીને વાલાની ‘હા’માં ‘હા’ મિલાવે તેવા હતા. વાલે જ્યારથી જાણ્યું કે શિવો જીવતાં જગતિયું કરવાના છે ત્યારથી એમણે પોતાના નજીકના માણસો સાથે મસલત કરી, શિવાના જગતિયામાં નહિ જવાનું નક્કી કર્યું હતું. એમનો વિરોધ એવો કે જગતિયું બંધ રખાવે તેવો નહિ. જમવા જ જાય નહિ. જગતિયાનો અર્થ જ એટલો કે વાસના બધા સાથે જમે. કોઈ જમવા નહિ આવવાની રઢ લે તો એટલું ટાલું પડવું કહેવાય... વાસ-વસ્તી કે પરગણામાં વાત વહેતી થાય. કહેનાર વાતમાં મોણ નાખીને ચગાવે, ‘શિવાએ જગતિયું કર્યું પણ હમજ્યા. અર્ધો વાહેય ખાવા ના જ્યો. પાંચ-પચી ઘર ખાવા બેઠા ઈમાં શું મોટી ધાડ મારી...’ બીજો તરત જ જુદી વાત કરે. તો વળી ત્રીજો વાલાનાં વખાણ કરી શિવાની વિરુદ્ધ ઉશ્કેરે. શિવાના જગતિયામાં વાલા વીરા કાંઈક આવું જ કરાવવા માગતા હતા. શિવાનું ગામ-પરગણામાં નીચું દેખાય તેવો ઘાટ ઘડવામાં એ સફળ થવા માંડ્યા હતા. પણ તરસી ભીખા પોતાના પક્ષે આવી જાય તો શિવાનાં પચીસ ઘરમાં તિરાડ પડે અને શિવાના પક્ષે દસ ઘર રહી જાય. એટલાં ખવડાવો કે ના ખવડાવો બધું સરખું. તરસી ભીખાના ફળિયામાં એ પ્રવેશ્યા કે કૂતરાંએ ભસાભસ કરી મેલ્યું. વાલા વીરાએ કૂતરાંને ‘હાડ’ ‘હાડ’ કર્યું. કૂતરાંએ દોટમ્‌દોટ વધારી મેલ્યું. જાણે વાલો આ વાસના જ ન હોયે તેમ વાલા સામે જોઈને ‘ભહ’ ‘ભહ’ કરવા માંડ્યાં. વાલો એમની સામે લાકડી ઉગામે એટલે દોડીને આઘાં જાય, વાલો જેવા પૂંઢ ફેરવે કે પાછાં ઘૂરકિયાં કરે. ‘મારાં હારાં આ કૂતરાં ચ્યમ આંમ કરઅ છ?’ એવું મનમાં બોલીને લાકડી ઊંચી કરીને કૂતરા સાથે ઘૂરી કરી. પણ એથી તો કૂતરા વધારે વીફર્યાં. કૂતરાંથી બચવા તે જરા નમ્યા. ને તરસીના વાડોલિયાની વાડમાં ધોતિયું ભરાઈ ગયું. ઝડપથી કાઢવા જતા ધોતિયું ફાટ્યું, ને એમના અંતરમાં ચિરાડો પડ્યો. જાણે અપશુકન થયા હોય તેમ એ પાછા વળવાનું કરતા હતા ત્યાં તરસીએ ઓસરીમા ઊભાં ઊભાં એમને જોયા. એમણે મોટેથી બૂમ પાડી, ‘અલ્યા વાલા, ચ્યમ પાછા વળ્યા?’ વાલાએ પાછા વળીને જોયું. તરસી એમને હાથ લાંબો કરીને બોલાવી રહ્યા હતા. વાલા વીરા નાછૂટકે પાછા વળ્યા. જેવા એ ઓસરીમાં પ્રવેશ્યા કે તરસીએ હેતપૂર્વક એમનો હાથ પકડી લીધો. વાલાને તરસીની આ રીતરસમ પર વિશ્વાસ ન બેઠો. કદીયે નહિ ને આજે આ તરસીડો મારા પર ચ્યમ વરસી પડ્યો? એમણે તરસી સામે ફાંગી આંખે જોયું. તરસી મર્માળુ હસ્યા. પછી ચહેરા પર હેત લાવીને એ બોલ્યા. ‘ભલાદ’મી, હમણાંથી તો આ બાજુ દેખાતા જ નથી.’ ‘તમીં દેખાતા નથી. હું તો સામેથી આયો કઅ નઈ!’ તરસી ફરીથી મર્માળુ હસ્યા. મનમાં બોલ્યાય ખરા, હું બધુંય જોણું શું કઅ તમીં ચ્યમ આયા સો.’ પણ મોટેથી તો એ એટલું જ બોલ્યા, ‘તમારાં પગલાં મારા ઘેર ચ્યાંથી? આવો, બેહો ખાટલી પર.’ વાલા વીરા ખાટલી પર બેઠા. તરસીય એમની પાસે બેઠા. તરસીના છોકરાની વહુ પાણી લઈને આવી ત્યાં સુધીમાં તરસીએ વાલા વીરાના મોઢાની બધી રેખાઓ જોઈ લીધી. કડીઓ હાથવગી થઈ હતી. જે થવાનું છે અને જે વાલા વીરાએ કરવા ધાર્યું છે તે સઘળુંય એમના ચહેરા પર વંચાતું હતું. ને વાલા વીરાની આંખોમાં અપેક્ષાનાં સાપોલિયાં સળવળતાં તરસી ભીખાએ જોયાં. એ તરત જ બોલી પડ્યા, ‘વાલા, મીં જૉણ્યું છે કઅ શિવાનો કમલેશ જગતિયું કરઅ છઅ!’ ‘હા, મીંય જૉણ્યું છ.... પણ...’ ‘બોલો, બોલો વાલા, મનમાં હોય તે બધું કાઢી નાખો. હખમોણા થઈન જગતિયામાં હૌથી પે’લા આવજો...’ વાલા વીરા મૂંઝવણમાં મુકાયા. તરસી ભીખાએ સીધો જ પોતાને સાણસામાં પૂરી દીધો હતો, પણ હાર માને તો એ વાલા વીરા નહિ. આંખો ઊલટસૂલટ ફેરવતાં એમણે તરસી ભીખાને વેધક નજરે વીંધી નાખ્યા. તરસીથી વાલાની નજર જીરવાણી નહિ. એમણે તરત જ વાલાને ઝપટમાં લીધા, ‘ચ્યમ આંશ્યો કાઢો સો વાલા?’ ‘કાંય નઈ... કાંય નઈ...’ કહીને વાલો હસ્યા. તરસીને ખોટું ન લાગે તે રીતે એ બોલ્યા. ‘તમીં તો જાણો સો કઅ મારઅ અનઅ શિવાનઅ બેઠેય બનતું નથી. બોલો, હું ઈના જગતિયામાં ચેવી રીતે આવું?’ ‘એટલીં તમી નથી આવવાના?’ ‘ના, જરાય નઈ. હું ચ્યમ આવું?’ ‘વાલા, તમે આ શું ધાર્યું છે. ગોમનો કાંક વિચાર કરો. પરગણામાં વાતો થાશી...’ ‘છો થતી. હું અનઅ મારાં અગિયાર ઘર શિવાના જગતિયામાં ખાવા નઈ આઈએ તો થોડું આભ તૂટી પડવાનું છ.’ ‘વાલા, તમીં આ જે કરી ર્‌યા સો તે સારું નથી થતું. હું એક સવાલ કરું... તમીં સાચો જવાપ આલજો.’ ‘બોલો...’ ‘આપણા ગામમાં સઉથી આબરૂદાર માંણહ કુણ? પરગણું ભેળું થ્યું હોય તાણઅ પંચાતિયા હઉથી વધારે માંન કુનઅ આલા છ બોલો!’ એક પળ તો વાલો હબક ખાઈ ગયા. શો જવાબ આપવો તે સૂઝ્યું નહિ. એકાએક મનમાં ઝબકારો થયો. તરસીને પોતાના પક્ષે ખેંચવાનો ઠીક લાગ હતો. ને આમેય તરસી ભલે શિવાનાં વખાણ કરે... પણ પોતાનાં ગુણગાન કોને ન ગમે. વાલાના મનમાં કાવાદાવા ઊછળ્યા. પોપટ બોલે તેમ એ બોલી પડ્યા, ‘તમીં... અમે તો હગી આંશ્યે જોયું છે કઅ શિવા કરતાં પરગણામાં તમારો ભાવ વધારે પુછાય છ...’ તરસીએ ફાંગી આંખે વાલા સામે નજર કરી. અંતરમાં ઊછળેલા કાવાદાવાની થોડી રેખાઓ મોં પર હરફર થતી ભળાઈ, ને એ બોલી પડ્યા, ‘મને ખબર જ હતી કઅ તમીં મારું નોમ જ દેવાના. પણ તમી મનખ ઓળશી હક્યા નથી... શિવો તો હોનાની લગડી છ... ઈમની આગળ મારું કાંય ના આવઅ...’ તરસીના દિલની વાત પ્રગટ થઈ ગઈ. તરસીને પોતાના પક્ષે લેવાના વાલા વીરાના સઘળા પાસા અવળા પડ્યા. જો તરસી પોતાના પક્ષે આવ્યા હોત તો શિવાને જગતિયું કરતાં આંખે પાણી આવત. પણ આ તરસીડો ઊંધો નેકળ્યો. તરસીડાના કટંબના પંદર, મારાં અગિયાર અનઅ બીજાં મળીનઅ તરી ઘર ખાવા ના જાય તો શિવલાનું જગતિયું લોકાચાર જેવું થઈ જાય... ગોમે ગોમે વાત મંડાય. વરેલું–વાપરેલું બધું નકૉમું જોય... લોકો કેય ખરા કઅ પરગણામાં તો પંચાતી કરવામાં હઉથી પેલા હો સો. પણ વાહનઅ તો હરખો રાખી હક્યા નઈ. શિવલાની રેવડી દાણાદાણ થઈ જોય... નઅ પોતે ખાખલી ફૂટઅ... પણ આ તરસીડાએ મનઅ નારાજ કરી મેલ્યો. અમારાં અગિયાર ઘરોમાંય આ તરસીડાનો પગપેસારો છે. બધાંનઅ જગતિયામાં લઈ જાહઅ તો મારું શું? વાલા વીરાએ ઓસરીમાં ધોકો પછાડ્યો. ખાટલી પરથી હડફ કરતા ઊભા થયા. તરસી ભીખા સામે નફરતભરી નજરે જોયું. તરસી સામે એક હરફ સુદ્ધાં બોલ્યા નહિ. ચાલવા લાગ્યા. ઓસરીની બહાર જેવો પગ મૂક્યો કે કૂતરાંએ ભસાભસ કરી મેલ્યું. ‘આ કૂતરાંય મારાં હાળાં આ તરસીડા જેવા નઠારાં છ’ એમ મનમાં બોલીને તરસી સામે નજર કરી. તરસીના મોં પર પહેલાં જેવું જ હાસ્ય તરવરતું હતું. એમણે ઓસરીમાં ઊભાં ઊભાં જ કૂતરાંને ‘હાડ હાડ’ કરીને બૂચકારો બોલાવ્યો. તેલમાં માખ. કૂતરાં ચૂપ થઈ પૂંછડી પટપટાવતા તરસી તરફ વળ્યાં, ને વાલા વીરાએ ઝડપથી નિર્ણય કરી લીધો, તભાના ઘેર જઈને હવે બધું પાકું કરવું હતું. એ ઇન્દિરાનગર તરફ વળ્યા. વાસ અને ઇન્દિરાનગર વચ્ચે એક રસ્તો હતો. એ રસ્તા પર અવરજવર ચાલુ હતી. વાલા વીરા હડફેટા ચાલ્યાં. જેમ બને તેમ તભાના ઘેર જલદી પહોંચવું હતું. ઇન્દિરાનગરનાં મકાન સામે દેખાયાં અને એમને ધરપત થઈ. પણ ધરપત ઝાઝી ટકી નહિ. સામેથી શિવા મનોર હાથમાં થેલી ઝુલાવતા વાસ તરફ આવી રહ્યા હતા. દૂરથી વાલાએ શિવાને ઓળખ્યા નહિ. આંખો ઝીણી કરી. નજીક આવતાં જ એમણે શિવાને જોયા. માથું ફાટફાટ થવા લાગ્યું. ધૂળમાં રજોટાયેલું મન રજકણો ઉડાડતું શિવા મનોર તરફ ધસી ગયું. જાણે બાજુમાં જઈને શિવાને ધક્કો મારવા માટે ભીતરમાં સનકારો ઊપડ્યો. ‘અલ્યા, તારો હું સમોવડિયો, નઅ તું મનઅ લેખામાંય ના ગણ... તનઅ બઉ અભિમોન આયો છે... પણ તારો અભિમોન ના તોડું તો મારું નામ વાલા વીરા રાઠોડ નઈ હમજ્યો...’ શિવો વાલા વીરાની બાજુમાંથી પસાર થતાં થતાં વાલાની સામે જોવા લાગ્યા. વાલાને એ થોડું ગમ્યું ખરું. પણ કશું જ બોલ્યા વિના ઝડપથી પસાર થઈ ગયા. વાલાને કોણ જાણે તે ન ગમ્યું. શિવાએ પોતાની ધરાર અવગણના કરી હોય તેવું વાલાને લાગ્યું. એમણે જોરથી ધોકો ભોંય પર પછાડ્યો... ‘તારી બુનનો બૈ કરું. જોનઅ ઓનઅ બેકવા આયો છતીં... છોકરો બાલેટન થઈ જ્યો એટલી... અમારા છોકરા ભણ્યા નૈ. પણ તારી પાહે કદીયે ભીખ માગવા આયા હોય તો કે! પરસેવો પાડીનઅ ખૈયે છીએ.... નઈ નમીએ કદી... તુંં કેવો જગતિયું કરઅ છ તે હુંય હવઅ જોઉં છું...’ મનમાં બબડીને ઇન્દિરાનગરની ગલીમાં ઘૂસી ગયા. ૦૦૦ વાલો ઓસરીમાં આવીને ઊભા, ચેન નહોતું. આખા શરીર જાણે વલૂર ઊપડી હતી. એક હાથ પીઠ પાછળ લઈ જઈને જાણે પીઠ ઊતરડી નાખવી હોય તેવું કરવા લાગ્યા. તભો અને બીજા બેત્રણ જણા એમની સાથે મસલત કરીને હમણાં જ ગયા હતા. વાલાએ જે જાણ્યું તે એમના માન્યામાં આવતું નહોતું. તભો ક્યાંકથી જાણી લાવ્યો હતો કે આજ રાતે શિવો એમના કુટુંબીઓને જગતિયાનું મુહૂર્ત જોવા માટે ભેગા કરવાના છે. કદાચ આખા વાસને બોલાવે. તભાએ તો એવું પણ કીધું કે કમલેશ ગાડી લઈને આવી ગયો છે. બે દા’ડામાં જગતિયાનું નક્કી થાય પણ ખરું... ‘જો ઈમ થોય તો મારઅ શું કરવું?’ ઘણું મથ્યા પણ નિર્ણય કરી શક્યા નહિ. વળી ઝબકારો થયો. ‘બે દા’ડામાં આવાં આ હગાંવહાલાંના નૂતરાં દેવામાં પોંચી વળશીં?’ આવું વિચાર્યા પછી મન હળવું થયું. પાછા મનમાં વીફર્યાય ખરા. ‘બે દા’ડામાં થાય કઅ દહ દા’ડામાં, મારઅ શું?’ ઢળતી સાંજની ધૂંધળાશ એમની આંખોને નડી. હાથનું નેજવું કરીને દૂર દૂર જોવા મથ્યા. શિવાના ઘર આગળ જામેલી રાવઠીને હાક થૂં કરીને થૂંકી નાખતા હોય તેમ થૂંક્યા. ત્યાં કમલેશનો ભાઈબંધ રમેશ ઝડપભેર ક્યાંક જતો ભળાયો. વાલા વીરાની એના પર નજર પડી. એની પાસેથી કાંઈક જાણવાનો ઇરાદો મનમાં સળવળ્યો. પણ તે પહેલાં તો રમેશ જ એમની આગળ આવીને ઊભો રહી ગયો. જાણે વાલા વીરાને ખીજવતો હોય તે રીતે એ બોલ્યો, ‘વાલાકાકા, પરમ દી શિવાકાકાના ઘેર જગતિયું કરવાનું નક્કી થઈ ગયું છે. તમે વહેલાસર આવી જજો પાછા!’ વાલા વીરા વધુ કાંઈ પૂછે તે પહેલાં તો એ સડસડાટ કરતો ચાલી નીકળ્યો. એના ગયા પણે વાલા વીરા પાછા ગડમથલમાં પડ્યાં. ‘પણ આવા આ બે દા’ડામાં ચેવી રીતે પહોંચી વળશીં?’ વળી પાછું મન પલટાયુંઃ ‘પૈસા છ તીં મારા બેટા પોંચી વળશીં. ગાડી છ તીં એક દા’ડામાં હગાંવહાલાંમાં પોંચી વળતાં વાર ચેટલી? બાકી રેય ઈનઅ ફોન પર...’ આટલું વિચાર્યા પછી એમનું મન તરડાયું. જાણે મનમાં ચીરા પડ્યા. ને તરડાયેલું મન વાસની હિલચાલ જોવા રોકાયુંઃ સહુ વાસ વચ્ચે જમવા બેઠા છે. સ્ત્રીઓ ઠિઠિયારા કરી રહી છે. બાળકો દોડધામ કરી રહ્યાં છે. તરસી અને હરજી જાણે પોતાનો પ્રસંગ હોય તેમ હાલમેલ કરી રહ્યા છે. શિવો વાસના ઓટલા પર રાવઠી જમાવીને બેઠા છે. મનમાં ચીરા વધતા ચાલ્યા. એમનું મન ગડથોલું ખાઈ ગયું. તે વખતે હું જ નઈ. અલ્યા મારા હાળા શિવલા, તું કોઈનઅ નઈ અનઅ મન ભૂલી જ્યો? કાંઈ વાંધો નઈ... હવઅ જો તું નઈ કઅ મું નઈ... હંવારે જ બારગોમ જતો ૨ઉં... તારું જગતિયું પૂરું થ્યા પછે આયે.. આઈન તન સીધોદોર ના કરું તો મારું ફળિયું લાજે. અરે, તનઅ તો શું, તારાં છોકરાંનેય મારા ફળિયામાં ઘૂસવા ના દઉં... હવઅ તો હું તારો પાક્કો દશ્મન... તૈયાર રેજે શિવલા...’ એ ઘરમાં આવ્યા. ખાટલામાં આડા થયા. બેય છોકરા બહારગામ ગયેલા... વહુઓ અને છોકરા સાથે. ઈમનેય હમાચાર પોંચાડી દઉં કઅ બેતૈણ દા’ડા રોકઈ જજો... એ ખાટલામાં અવળવળ થવા લાગ્યા. ડોસી એમની સઘળી હિલચાલ જોઈ રહ્યાં હતાં. ‘ડોહા, ચ્યમ ઑમ કરો સો? શરીરે ઠીક નથી કઅ શું?’ એમણે કરડાકીભરી નજરે ડોસી સામે જોયું. પછી પાસું ફરીને દીવાલ સામે તાકીને પડ્યા રહ્યા. કાંઈ સૂઝતું નહોતું. શરીરે અસુખ જેવું લાગ્યું. પણ દિલના અસુખનું શું? એમને કશીક પીડા સતાવી રહી હતી, મનમાં બધું દોડધામ કરીને એમને પજવી રહ્યું હતું. એકાએક શું થયું કે એ ખાટલીમાં બેઠા થઈ ગયા. થોડા નરમ થઈને ડોસી સામે જોઈને બોલ્યા. ‘ડોસી!’ ડોસીએ સાંભળ્યું ન સાંભળ્યું કરીને આડું જોયું ‘ડોસી હાંભળછ ક નઈ!’ ‘શું છ?’ ડોસીએ છણકો કર્યો. ‘આંય મારી પાહે આય...’ ‘હૂઈ જાવ છાંનામાંના...’ ‘ચ્યમ વીફરી છ તું... હારું ત્યાં બેસ. .. હાંભળ, કાલ હવારે તૈયાર થઈ જજે. તારા ભૈઓને હમણાંથી મળ્યા નથી તો મળતા આવીએ.’ ‘મારા ભૈઓ પર આટલું બધું હેત ચાણનું ઊભરઈ જ્યું? આમ તો કદી માંન આલીનઅ બોલાયા નથી...’ ‘હું કઉ એટલું કર નક્કર...’ વાલા વીરા અસલી મિજાજમાં આવી ગયા. ડોસી થોડાં નરમ પડ્યાં. ‘બોલો!’ ‘કાલ વે’લી તૈયાર થઈ જજે....’ ‘ભૈના ઘેર જવાનું કુનઅ ના ગમે. પણ એકાએક એવું શું થ્યુ કઅ તમી કાલ નઅ કાલ મારા પિયર જવા માગોસો?’ વાલા વીરાએ દાંત પીસ્યા. આ ડોસીનઅ બઉ પડાપૂછ છ. પણ કારણ જાણ્યા વિના તો મારી હંગાથે આવશી નઈ. શું કરું? કઉ? કઈ દે! પોતાના માંણહથી શું છુપાવવું? ‘બે દા’ડા પછઅ શિવાએ જગન આદર્યો છે. મારઅ ઈના જગનમાં નથી જવું!’ ‘એ જગનમાં આપણા હગાંવાલાંય હશીં. આપણનઅ નઈ જુવે તાણ લોકો શું કેશીં? હગાંવાલાંનઅ હાચવવાં પડઅ એટલી બા’રગોમ નાહી જ્યા... ‘બસ, મારઅ ઈ જ કરાવવું છે. હગાંવાલાંનઅ ખબર પડઅ કઅ જગતિયું અધૂરું થ્યું છ.’ ‘ડોહા, હાચું કેજો તમનઅ આ જગનમાં જવાનું મનઅ છ કઅ નઈ બોલો!’ ‘એ શિવલાના ઘેર હું જઉં? આવતા ભવેય નઈ સમજી!’ ‘જવાનું મન તો બઉ છ. પણ ભોજીયો ભૈં તમારો ભાવ પૂછઅ છ.’ ‘ચૂપ મર રાં..’ વાક્ય અધૂરું મૂકીને ડોસા ડોસી સામે ડોળા કાઢવા લાગ્યા. ‘હેના બીવડાવો સો’ હાચું કીધું ઈમાં.’ ‘તીં શું હાચું કીધું બોલ!’ ‘કાંય નઈ!’ ડોસીએ વાત ટાળવા કોશિશ કરી. ડોસા ધૂંધવાયેલા હતા. આખા શરીરે ક્રોધ ફૂંફાડા મારતો હતો. વધુ ક્રોધ તો ડોસીના મહેણાને કારણે થયો. ‘પોતાનું માંણહ જ હાંમુ પડઅ તો શું કરવું?’ એવું મનમાં કશુંક ધસી આવ્યું. છતાં ધીમેથી બોલ્યા, ‘હાંભળ! મારા એ શિવલાનો પડછાયોય નથી લેવો. ઈના જગનમાં હું શું કૉમ જઉં? નઈ જઈનઅ મારઅ ઈનસ પરગણામાં નેચું ઘલાવવું છે, તું એટલું કે કઅ કાલ મારા હંગાથે આયીશ કઅ નઈ?’ ડોસી વિમાસણમાં મુકાઈ ગયાં. ગડમથલમાં પડ્યાં, ‘આંમનઅ શિવાભા હંગાથી શું વેંચી લેવું છ. મનઅ તો આ બધા હડમાલા જરા હારા નથી લાગતા. પણ ઈમનું કે’વું ના કરે તો ઘરમાં લાય લાગઅ. લોકો જોવા ચડઅ, ઘૈડા ઘૈડપણે આ રમાડા હારા ના લાગઅ.’ ખૂબ વિચાર કર્યા પછી એ બોલ્યાં. ‘મારા ભૈના ઘેર જયે ઘણા દા’ડા થઈ જ્યા છ. મનેય ભૈના ઘેર જવાનું ખૂબ મન છ. તમીં જ્યાં ત્યાં હું, પણ તમે જે કરી ર્‌યા સો તે સારું નથી થતું’. ડોસીએ નિસાસો નાખ્યો. ડોસાએ હમચી વાળી. ડોસીએ કોઠી પર પડેલા ફાનસની દિવેટ જરા ધીમી કરી. આછા અજવાળામાં ખાટલામાં આડા થતાં થતાં જોયું તો ડોસા ખાટલામાં હજીયે અમળાતા હતા. થોડી વારમાં બધું શાંત થઈ ગયું. થોડી વાર પહેલા કૂતરાંએ ભારે કકળાટ કરી મૂક્યો હતો. તેય હવે તો શાંત પડી ગયાં હતાં. બધું સૂમસામ હતું. થોડી થોડી વારે ક્યાંકથી ચીબરીનો અવાજ આવતો હતો. ડોસાને ચીબરીનો અવાજ નડ્યો. પણ ડોસીને કશું જ નડ્યું નહિ. એ તો નસકોરાં બોલાવવા લાગ્યાં. ડોસાને ચેન નહોતું. ઊલટાસૂલટા, આડાઅવળા, ઊંધાચત્તા ખાટલામાં પાસા ફેર થયા કરતા હતા. કેમેય કરીને ઊંઘ આવતી નહોતી. વાસ-વસ્તી, ગોળ-પરગણું, સગાં-સંબંધીઓ – બધાં એમની પીઠ પર તાકીને ખિખિયાટા કરતાં એમને ભળાયાં. જમણે પડખે થયા. વળી પાછા ડાબા પડખે. ખાટલીમાં બેઠા થયા. પાણી પીધું આડા થયા. આંખો પર ભાર વરતાયો, ને એમના ઘરની સાંકળ ખખડી. ‘અતારે કુણ હશીં? થોડી વાર કાન સરવા કર્યા. કોઈનો પદસંચાર વરતાયો. ‘સાલુ ચોર તો નઈ હોય.’ ઊભા થયા. બારણા પાસે ગયા. બારણા અડોઅડ કાન માંડ્યા. કોઈ એમના નામની બૂમ પાડતું હતું. ‘વાલા, ઊંઘી ગ્યા? બારણું ખોલો.’ અવાજ પરિચિત લાગ્યો. ચોર નથી તેવું પાકું થયું. એમણે ફટાક કરતુંક બારણું ખોલી નાખ્યું. સામે તરસી, હરજી અને શિવો ઊભા હતા. આછા અજવાળામાં શિવાનો હસુ હસુ થતો ચહેરો ભળાયો. ને વાલા વીરા ઉમંગભેર બોલી પડ્યા. ‘શિવા... તમે...?’ ‘હા, વાલા હું.. ઘરમાં આવવાનું કહેશો કઅ નઈ...?’ ‘અરે, આવો આવો. ડોસી ઊઠ ઊઠ, આપણા ઘેર કુણ આયું છ જો!’ ડોસી સફાળાં બેઠાં થઈ ગયાં. વાલા વીરા શિવાના ચહેરા સામે તાકતા જ રહ્યા, તાકતા જ રહ્યા. ખુલ્લા બારણામાંથી પવન જોશભેર અંદર પ્રવેશ્યો. શિવાના દેહને થાપટ મારતો વાલાના દેહને અડ્યો. વાલા વીરાના દેહમાંથી ધૂળની જાણે રજકણો ઊડી. ધૂળને કારણે રજોટાઈ ગયેલા મન પરથી ધીરે ધીરે મેલ ઊતરવા લાગ્યો. શિવાએ હળવેથી એમની પીઠ પર હાથ પસવાર્યો. ને કોરું-ધાકોડ થયેલું એમનું મન કિલકારી કરી ઊઠ્યું.