વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા! | પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા! | ||
{{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો, | |||
{{Space}}{{Space}}પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | ||
લેખી જોખીને વળતર વાળજો; | લેખી જોખીને વળતર વાળજો; | ||
Revision as of 09:33, 11 March 2022
કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
અખશરનાં અજવાળાં ઉપડાવજો;
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
લેખી જોખીને વળતર વાળજો;
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
પીળી પાંદડિયે અભરક ટાંકજો;
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
પરથમ પૂજ્યાની લાજું રાખજો.
સખી ! હું સોળ વરસની થઈ...
પોઢણ દીધાં મલમલનાં
ને નીંદર દીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;
અમથાં પીધાં ઝળઝળિયાં
ને નજરું પીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;
વાવડ લીધા પડખામાં
ને અટકળ લીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...