અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/કેડેથી નમેલી ડોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Jayprakash12345 moved page કેડેથી નમેલી ડોશી to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેડેથી નમેલી ડોશી without leaving a redirect) |
m (Atulraval moved page અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેડેથી નમેલી ડોશી to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/કેડેથી નમેલી ડોશી without leaving a redirect) |
(No difference)
|
Revision as of 15:46, 19 June 2021
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.