ઋણાનુબંધ/આ સરવર સરવર રમતાં રમતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આ સરવર સરવર રમતાં રમતાં|}} <poem> આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમ...")
 
No edit summary
 
Line 16: Line 16:
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = શબ્દના આકાશમાં
|next = આભનો ભૂરો રંગ
}}

Latest revision as of 10:23, 20 April 2022

આ સરવર સરવર રમતાં રમતાં


આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમળ થઈ ખીલ્યાં રે
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગવાદળને ઝીલ્યાં રે.

વનનું લીલું ઝાડ લઈને આભે ઊડ્યું પંખી રે,
ટહુકાઓના ઊગ્યા તારલા: નજર ગઈ કોઈ ડંખી રે,

ફૂલની કોમળ પાંદડીઓમાં ચાંદ પૂનમનો ઊગ્યો રે,
આમ તો મારી આંખની સામે: તોયે વાદળે છૂપ્યો રે.

આ સરવર સરવર રમતાં રમતાં રડ્યાં હસ્યાં ને જીવ્યાં રે,
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.