ઋણાનુબંધ/જાપાનીઝ મેપલ છોડ અને હું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જાપાનીઝ મેપલ છોડ અને હું|}} <poem> ધરતીમાં ઊંડાં ફેલાયેલાં મૂળ...")
 
No edit summary
 
Line 24: Line 24:
મને મુંબઈ યાદ આવે છે.
મને મુંબઈ યાદ આવે છે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = નોટિસ
|next = બાને પ્રશ્ન
}}

Latest revision as of 10:45, 20 April 2022

જાપાનીઝ મેપલ છોડ અને હું


ધરતીમાં
ઊંડાં ફેલાયેલાં
મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
વધીને
વૃક્ષ થવા માંડ્યો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસશે…

એને
ક્યારેક
જાપાન યાદ આવશે ખરું?

મને મુંબઈ યાદ આવે છે.