ઋણાનુબંધ/નોટિસ
Jump to navigation
Jump to search
નોટિસ
જત જણાવવાનું કે તમને ભાડે આપેલા મકાન પર તમારી લીઝ
પૂરી થાય છે અને અમે એ રિન્યૂ કરવા માંગતા નથી.
આ પત્ર મળે એટલે મકાન ખાલી કરી આપશો. મકાન
ખાલી રહેશે કે બીજા ભાડૂતને આપીશું એ તમારો વિષય
નથી અને એની ભાળ કરવાનો તમને કોઈ અધિકાર પણ
નથી. કોઈ પ્રકારે—વિચારમાં કે સપનામાં કે તંદ્રાવસ્થામાં
પણ—આ મકાન પાસે આવવાની તમને સખત મનાઈ
છે. આવશો તો અમે પોલીસ પગલાં લઈશું એની તમને
જાણ કરીએ છીએ.
તા.ક. અરે હા, વિશેષ જણાવવાનું કે અમેરિકામાં
મકાનમાલિકો કરતા હોય છે એમ મકાન ખાલી થયે
અમે મકાનનાં તાળાં બદલી નાંખીશું.
લિખિતંગ,
મનમાલિક