સોરઠી સંતવાણી/કર્તાપણું ક્યારે મટે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કર્તાપણું ક્યારે મટે|}} <poem> રમીએ તો રંગમાં રમીએ, પાનબાઈ! :::: મ...")
 
No edit summary
 
Line 22: Line 22:
:::: તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ.
:::: તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અભયભાવ
|next = મન જ્યારે મરી જાય
}}

Latest revision as of 09:14, 28 April 2022


કર્તાપણું ક્યારે મટે

રમીએ તો રંગમાં રમીએ, પાનબાઈ!
મેલી દઈ આ લોકની મરજાદ,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે
નો હોય ત્યાં વાદ ને વિવાદ —
ભાઈ રે! કરતાંપણું કોરે મૂકશો, પાનબાઈ!
ત્યારે આવશે પરપંચનો અંત!
નવધા ભગતિમાં નિરમળા રે’વું
એમ કહે છે વેદ ને સંત. — રમીએ.

ભાઈ રે! સાંગોપાંગ એક રસ સરખો, પાનબાઈ!
બદલાય ન બીજો રંગ.
સાચાની સંગે કાયમ રમવું, પાનબાઈ
કરવી ભગતી અભંગ. — રમીએ.
ભાઈ રે! ત્રિગુણ સહિત મરને કરે નિતક્રિયા,
લાગશે નૈ કરતાનો ડાગ;
ગંગા રે સતી એમ બોલિયાં
તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ.