સોરઠી સંતવાણી/સાંગોપાંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાંગોપાંગ|}} <poem> ધ્યાન ધારણા કાયમ રાખવી ને :::: કાયમ કરવો અભ્...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: પછી ચડે નહીં દૂજો રંગ રે. — ધ્યાન.
:::: પછી ચડે નહીં દૂજો રંગ રે. — ધ્યાન.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = તાર લાગ્યો
|next = પ્રપંચત્યાગ
}}

Latest revision as of 10:47, 28 April 2022


સાંગોપાંગ

ધ્યાન ધારણા કાયમ રાખવી ને
કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું ને
વિશેષ રાખવો ઉલ્લાસ રે —
ભાઈ રે ગુરુનાં વચનુંમાં સાંગોપાંગ ઊતરવું ને
કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સૂઈ ના રહેવું ને
ભલે કબજે કર્યું પોતાનું મન રે. — ધ્યાન.
ભાઈ રે આઠે પહોર રહેવું આનંદમાં ને
વધુ વધુ જાગે જેથી પ્રેમ રે,
હંમેશાં અભ્યાસ મૂકવો નહીં ને
છોડી દેવું નહીં નીમ રે. — ધ્યાન.
ભાઈ રે નિત્ય પવન ઉલટાવવો ને
રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
પછી ચડે નહીં દૂજો રંગ રે. — ધ્યાન.

[ગંગાસતી]