18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|4.સોરઠી સાહિત્યની ધારાઓ| }} <center>'''પહેલી ધારા : દુહા-જડિત વાર્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
વાર્તાઓ દુહાઓ દ્વારા કેવી રીતે સચવાઈ રહી છે, અને તે દુહા-સંકલનાની રચના કેવી હોય છે તેનું આ એક દૃષ્ટાંત દીધું. આખી કથાના મુખ્ય મુખ્ય પ્રસંગો અક્કેક દુહાનો ટેકો લઈને ઊભા છે. તે સિવાયના આંતરા ચારણો પોતાને શ્રીકંઠેથી ગદ્ય વડે પૂરા કરે છે. દુહાઓ રૂપી મોતીની વચ્ચે વાર્તાનો સળંગ દોરો પરોવાતો પરોવાતો ચાલ્યો આવે છે. સોરઠે સરસ્વતીદેવીને કંઠે આવી અનેક મુક્તાવલીઓ પહેરાવી છે, અને જાણે કદી યે જૂની થવાની નથી એવા ઝલકાટ મારતી એ રત્ન-માલાઓ સરસ્વતીના કંઠમાં પડેલાં અન્ય અનેક અમોલાં આભરણોની વચ્ચેથી પણ અમારી પ્રાંતિક અભિમાનીઓની આંખોને ભાવભીની કરતી કિરણો કાઢે છે. | વાર્તાઓ દુહાઓ દ્વારા કેવી રીતે સચવાઈ રહી છે, અને તે દુહા-સંકલનાની રચના કેવી હોય છે તેનું આ એક દૃષ્ટાંત દીધું. આખી કથાના મુખ્ય મુખ્ય પ્રસંગો અક્કેક દુહાનો ટેકો લઈને ઊભા છે. તે સિવાયના આંતરા ચારણો પોતાને શ્રીકંઠેથી ગદ્ય વડે પૂરા કરે છે. દુહાઓ રૂપી મોતીની વચ્ચે વાર્તાનો સળંગ દોરો પરોવાતો પરોવાતો ચાલ્યો આવે છે. સોરઠે સરસ્વતીદેવીને કંઠે આવી અનેક મુક્તાવલીઓ પહેરાવી છે, અને જાણે કદી યે જૂની થવાની નથી એવા ઝલકાટ મારતી એ રત્ન-માલાઓ સરસ્વતીના કંઠમાં પડેલાં અન્ય અનેક અમોલાં આભરણોની વચ્ચેથી પણ અમારી પ્રાંતિક અભિમાનીઓની આંખોને ભાવભીની કરતી કિરણો કાઢે છે. | ||
માંગડો ને પદ્મા જ્ઞાતિભેદને કારણે વીછોડાયાં, તેવી રીતે લાખણશી ને માણેકદે, રાણો ને કુંવર, શેણી ને વિજાણંદ : એવી એવી ચાતક-બેલડીઓને એનાં માવતરોએ વિખેરી નાખી. | માંગડો ને પદ્મા જ્ઞાતિભેદને કારણે વીછોડાયાં, તેવી રીતે લાખણશી ને માણેકદે, રાણો ને કુંવર, શેણી ને વિજાણંદ : એવી એવી ચાતક-બેલડીઓને એનાં માવતરોએ વિખેરી નાખી. | ||
લાખણશી અને માણેકદે | <center>'''લાખણશી અને માણેકદે'''</center> | ||
એ બે વચ્ચે જન્મેલી માયા જોયા છતાં ય કોણ જાણે શા કારણે — કદાચ કુટુંબ વચ્ચેના જૂના વેરને કારણે — માણેકદેના પિતાએ એનું વેવિશાળ બીજે કર્યું. જાન લઈને સાજણ તેડવા આવ્યાં. કાલે પ્રભાતે તો પ્રેયસી સાસરે જવાની! મારડ ગામથી છેક નગિયાણે લાખણશી પહોંચ્યો. અધરાત ભાંગતી હતી. ડેલીમાં તો ડાયરો સૂતો હતો. ખોરડા ઉપર ચડીને | એ બે વચ્ચે જન્મેલી માયા જોયા છતાં ય કોણ જાણે શા કારણે — કદાચ કુટુંબ વચ્ચેના જૂના વેરને કારણે — માણેકદેના પિતાએ એનું વેવિશાળ બીજે કર્યું. જાન લઈને સાજણ તેડવા આવ્યાં. કાલે પ્રભાતે તો પ્રેયસી સાસરે જવાની! મારડ ગામથી છેક નગિયાણે લાખણશી પહોંચ્યો. અધરાત ભાંગતી હતી. ડેલીમાં તો ડાયરો સૂતો હતો. ખોરડા ઉપર ચડીને | ||
લાખે ખપેડો ફાડિયો, ઊતર્યો ઊભે મોભ. | લાખે ખપેડો ફાડિયો, ઊતર્યો ઊભે મોભ. | ||
Line 84: | Line 84: | ||
[હે શેણી, હજુ પાછી વળ, તું અપંગ બની ગઈ હોઈશ તો યે હું પાળીશ, અને કાંધે કાવડ લઈ તને તમામ તીર્થોની જાત્રા કરાવીશ.] | [હે શેણી, હજુ પાછી વળ, તું અપંગ બની ગઈ હોઈશ તો યે હું પાળીશ, અને કાંધે કાવડ લઈ તને તમામ તીર્થોની જાત્રા કરાવીશ.] | ||
આખરે એ ‘હલકું દેતા હેમાળા’ની અંદર બન્ને જણાં ગાત્રો ગાળી નાખે છે. | આખરે એ ‘હલકું દેતા હેમાળા’ની અંદર બન્ને જણાં ગાત્રો ગાળી નાખે છે. | ||
દેહના ચૂરા | <center>'''દેહના ચૂરા'''</center> | ||
રાણો અને કુંવર બે ય રબારી જાતનાં જુગલ : ગીરના હરિયાળા ડુંગરાઓ ઉપર ગાય-ભેંસોની સાક્ષીએ, ઝરાઓ અને તારાઓની સાક્ષીએ બેયની વચ્ચે પ્રેમગાંઠ બંધાઈ. જાણતાં હતાં કે માવતરને આ સંબંધ નથી ગમતો. અને સાચે જ ન ગમ્યો. | રાણો અને કુંવર બે ય રબારી જાતનાં જુગલ : ગીરના હરિયાળા ડુંગરાઓ ઉપર ગાય-ભેંસોની સાક્ષીએ, ઝરાઓ અને તારાઓની સાક્ષીએ બેયની વચ્ચે પ્રેમગાંઠ બંધાઈ. જાણતાં હતાં કે માવતરને આ સંબંધ નથી ગમતો. અને સાચે જ ન ગમ્યો. | ||
કુંવરને પરગામ પરણાવી, અને રાણો પોતાના રુદિયાને કહે છે કે : | કુંવરને પરગામ પરણાવી, અને રાણો પોતાના રુદિયાને કહે છે કે : | ||
Line 107: | Line 107: | ||
[હે રાણા! આજની રાત રહેવા દે. આપણ બંનેના શરીર ખળભળી ગયાં છે. આજનું આલિંગન પ્રથમ વારનું છે. નહીં સહેવાય. કાલે પ્રીતિની ઉગ્રતા શાંત પડ્યા પછી બથ ભરજે.] | [હે રાણા! આજની રાત રહેવા દે. આપણ બંનેના શરીર ખળભળી ગયાં છે. આજનું આલિંગન પ્રથમ વારનું છે. નહીં સહેવાય. કાલે પ્રીતિની ઉગ્રતા શાંત પડ્યા પછી બથ ભરજે.] | ||
રાણો ન રહી શક્યો. સામસામી બથ ભરી. બંને દેહના ચૂરા થઈ ગયા. | રાણો ન રહી શક્યો. સામસામી બથ ભરી. બંને દેહના ચૂરા થઈ ગયા. | ||
ઢોલરાનો ત્યાગ | <center>'''ઢોલરાનો ત્યાગ'''</center> | ||
અને દેવરા આયરની બાલ્યસખી પણ માવતરે બલાત્કારે પરણાવેલા ભરથાર ઢોલરાને પોતાનું અંતર નહોતી આપી શકી. દેવરો જોઈ રહ્યો, ને ઘૂંઘટમાં બોર બોર જેવડાં આંસુડાં પાડતી એ તરુણી સાસરે ચાલી નીકળી. નદીકાંઠે ગાડાં છૂટ્યાં. ઘૂંઘટ ઉઘાડીને યૌવના શા શા ચિંતને ચઢી છે! | અને દેવરા આયરની બાલ્યસખી પણ માવતરે બલાત્કારે પરણાવેલા ભરથાર ઢોલરાને પોતાનું અંતર નહોતી આપી શકી. દેવરો જોઈ રહ્યો, ને ઘૂંઘટમાં બોર બોર જેવડાં આંસુડાં પાડતી એ તરુણી સાસરે ચાલી નીકળી. નદીકાંઠે ગાડાં છૂટ્યાં. ઘૂંઘટ ઉઘાડીને યૌવના શા શા ચિંતને ચઢી છે! | ||
તરવેણીને તીર, અમે સાગવન સરજ્યાં નહીં, | તરવેણીને તીર, અમે સાગવન સરજ્યાં નહીં, | ||
Line 127: | Line 127: | ||
[હે કમા, તું મને કાઢી ન મૂક. એક ખૂણામાં પડી રહેવા દે. મારે એક પાલી અનાજ જોશે, તેને બદલે હું અરધી પાલી ઉપર ગુજારો કરીશ. તને ભારરૂપ નહીં બનું. બીજી કશી ચાહના નહીં કરું. માત્ર તારા ઘરમાં રહેવા દે.] | [હે કમા, તું મને કાઢી ન મૂક. એક ખૂણામાં પડી રહેવા દે. મારે એક પાલી અનાજ જોશે, તેને બદલે હું અરધી પાલી ઉપર ગુજારો કરીશ. તને ભારરૂપ નહીં બનું. બીજી કશી ચાહના નહીં કરું. માત્ર તારા ઘરમાં રહેવા દે.] | ||
આ બધી ભગ્નપ્રેમની કથાઓ છે. કોઈ જોડાં તલસી તલસીને વિખૂટાં રહી જીવ કાઢી નાખે છે, તો કોઈ એકબીજાની ચિતામાં ઝંપલાવે છે. મરતાં સુધી મરજાદ ન ત્યજે, બધી વ્યથા સહે, અને આખરે મરજાદ તોડે તો તે જીવન માણવા નહીં, પણ સાથે બળી મરવા. દેહની વિલાસવાસના ભાગ્યે જ નજરે ચઢે છે. સ્વેચ્છાચારનું નામ પણ નથી. હલકાં મનાયેલાં વર્ણોની એવી નીતિ આપણને વિસ્મય પમાડે છે. | આ બધી ભગ્નપ્રેમની કથાઓ છે. કોઈ જોડાં તલસી તલસીને વિખૂટાં રહી જીવ કાઢી નાખે છે, તો કોઈ એકબીજાની ચિતામાં ઝંપલાવે છે. મરતાં સુધી મરજાદ ન ત્યજે, બધી વ્યથા સહે, અને આખરે મરજાદ તોડે તો તે જીવન માણવા નહીં, પણ સાથે બળી મરવા. દેહની વિલાસવાસના ભાગ્યે જ નજરે ચઢે છે. સ્વેચ્છાચારનું નામ પણ નથી. હલકાં મનાયેલાં વર્ણોની એવી નીતિ આપણને વિસ્મય પમાડે છે. | ||
‘હોંકારા દે હાડ’ | <center>'''‘હોંકારા દે હાડ’'''</center> | ||
સંસ્કૃતમાં જયદેવ કવિએ ગીતગોવિંદ ગાઈને પત્નીના શબમાં પ્રાણ પાછા વાળ્યા. આ સાહિત્યમાં પણ એને આંટે તેવી ઘટનાઓ પડી છે. એક પતિએ મિત્ર-મંડળીની વચ્ચે ગર્વ કર્યો કે | સંસ્કૃતમાં જયદેવ કવિએ ગીતગોવિંદ ગાઈને પત્નીના શબમાં પ્રાણ પાછા વાળ્યા. આ સાહિત્યમાં પણ એને આંટે તેવી ઘટનાઓ પડી છે. એક પતિએ મિત્ર-મંડળીની વચ્ચે ગર્વ કર્યો કે | ||
હાથ કટારાં જે હણે, હોડે વખ જે ખાય, | હાથ કટારાં જે હણે, હોડે વખ જે ખાય, |
edits