કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૮. ફૂલડાંક્ટોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 30: Line 30:
{{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)'''|}}
{{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૭. સોણલાં
|next = ૧૯. સૂનાં સૂનાં સ્નેહધામ
}}

Revision as of 10:59, 13 June 2022

૧૮. ફૂલડાંક્ટોરી


(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)


ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન !
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
          જગમાલણી રે બ્હેન !
          અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે

બ્હેન !

અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન !
અંજલિએ છૂંદણાંના ડાઘ :
          જગમાલણી રે બ્હેન !
          અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે

બ્હેન !

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન !
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !

ફૂલડામાં દેવની હથેળીઓ, રે બ્હેન !
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !

(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)