કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૬.પરબ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬.પરબ|પ્રહ્લાદ પારેખ}} <poem> હું તો બેઠી પરબ એક માંડી, ::: કે પાણી...")
 
No edit summary
Line 17: Line 17:
{{Right|(બારી બહાર, પૃ. ૬૦)}}
{{Right|(બારી બહાર, પૃ. ૬૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = આખરી ગાન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
}}

Revision as of 04:45, 23 June 2022

૬.પરબ

પ્રહ્લાદ પારેખ

હું તો બેઠી પરબ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે ?
લીલા લીમડાએ છાંયડી ઢાળી,
કે પાણીડાં કોણ પીશે ?
મેં તો મારગડે મીટ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે ?
કોઈ આવે જો દૂરના પ્રવાસી,
કે પાણીડાં કોણ પીશે ?
આજે હૈયે છે કામના જાગી,
કે પાણીડાં કોણ પીશે ?
કોઈ આવીને નીર લે માગી,
કે પાણીડાં કોણ પીશે ?
(બારી બહાર, પૃ. ૬૦)