કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૩. એક ફૂલ ખીલ્યું છે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. એક ફૂલ ખીલ્યું છે!|પ્રહ્લાદ પારેખ}} <poem> મારા વા’લમની વાડ...")
 
No edit summary
 
Line 30: Line 30:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૨૨. આવશે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૨૪. વાતો
}}
}}

Latest revision as of 09:09, 24 June 2022


૨૩. એક ફૂલ ખીલ્યું છે!

પ્રહ્લાદ પારેખ

મારા વા’લમની વાડીએ રે એક ફૂલ ખીલ્યું છે !
એની ક્યાં યે કળાયે ના ડાળ રે,
એનું ક્યાં રે હશે મૂળ ? એક ફૂલ ખીલ્યું છે !

વિના તે ડાળ, વિના મૂળિયે રે,
જેના ખીલે છે સૂરજ ને સોમ રે,
એમ રે ખીલે મારા વા’લમનું ફૂલ :
એ તો ફરકે, ને હરખે મારાં રોમરોમ રે;
એક ફૂલ ખીલ્યું છે ! – મારા૦

ખીલ્યું છે ફૂલ પેલી વા’લમથી વાડીએ ને
આવે છે મહેક મારા મનમાં રે;
આ રે ધરાએ મારા મેલ્યા છે પાય
તો યે જાણે ઊડું છું ગગનમાં રે,
એક ફૂલ ખીલ્યું છે ! – મારા૦

એના તે રંગ આવે, આવે છે ઊડતા ને
છંટાઈ જાયે મારાં અંગ રે;
શાણાં તે શમણાં મારી જાણે છે વાત,
એ તો ચાલી જાય છે એને સંગ રે.
એક ફૂલ ખીલ્યું છે ! – મારા૦
(બારી બહાર, પૃ. ૧૦૭)