શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...|}} <poem> દરિયો ઊછળે દૂર અને હુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૫)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૮. – તો મળવું લાગે મીઠું | |||
|next = ૫૦. કોના માટે? | |||
}} |
Latest revision as of 08:32, 15 July 2022
૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...
દરિયો ઊછળે દૂર
અને હું ભીતર ભીની ભીની;
વાદળ વરસે દૂર
મને અહીં ફરફર લાગે ઝીણી! –
દૂર ઊઘડે ફૂલ
અને અહીં મઘમઘ માટી સારી;
પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી! –
ક્યાંક ઊગતી બીજ
અને અહીં ચાંદો ચઢતો હેલે!
ક્યાંક નજરમાં નામ
અને અહીં મનમાં મનખો ખેલે! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૫)