શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૫. એવો અનુભવ આવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૫. એવો અનુભવ આવે|}} <poem> એવો અનુભવ આવે જેની અઁખિયાં ઝાંય બતાવ...")
 
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૧)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૪. ઊંડું જોયું…
|next = ૫૬. અંદર જેની છલક છલક છે
}}

Latest revision as of 08:44, 15 July 2022

૫૫. એવો અનુભવ આવે

એવો અનુભવ આવે
જેની અઁખિયાં ઝાંય બતાવે. –

હાથ રહે છે ખુલ્લા, એને
મુઠ્ઠી હવે ન ફાવે,
શ્વાસે શ્વાસે કોણ અંતરે
મોતનમાળ બનાવે?
મરજીવાને રંગ ચડ્યો છે,
કાંઠા બધા ડુબાવે. —

ખુલ્લામાં છે ઝરમર ઝરમર
કોણ રહે અહીં ઘરમાં?
ભલે ભીંજાતી કોરી માટી,
મઘમઘશે થર થરમાં!
વાંસલડીને વાણ ફૂટી છે,
ગો-કુલ સકલ નચાવે. –

કોઈ ભીતરમાં તલ ભેદીને,
સૂતાં ઝરણ જગાવે,
કોઈ ઘાટ પર આવી ઘટમાં
નભગંગા પ્રગટાવે,
એવી આજે લ્હેર ચઢી જે,
મૂળથી મને ઉઠાવે. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૧)