શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૧. આ માટીમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૧. આ માટીમાં|}} <poem> આ માટીમાં મૂળિયાં છે ને આ માટીમાં મંન; આ મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૫૭)}} | {{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૫૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭૦. કેમ ઊગરશે? | |||
|next = ૭૨. અંદર એવાં મળ્યાં... | |||
}} |
Latest revision as of 09:15, 15 July 2022
૭૧. આ માટીમાં
આ માટીમાં મૂળિયાં છે ને આ માટીમાં મંન;
આ માટીમાં જેમ ઊતરીએ, લહીએ એમ ગગંન!
મૂળિયાં જ્યારે માટી ચૂમે,
ડાળે તાજાં પાન;
મૂળિયાં વાટે ચઢતા રસની
ફળમાં રસબસ લ્હાણ!
મૂળિયાંની માટીનું લહેરે પુષ્પે રમ્ય ગવંન! –
આ માટીની સોડમ એવી,
પ્રાણે તાજપ સીંચે;
આ માટીની મસ્તી કેવી
પાને પાને હીંચે!
આ માટીને કણ કણ કોળે માધવનું મધુવંન! –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૫૭)