શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કામ છે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કામ છે!|}} <poem> અમથી અમથી ગાતી જઉં: કામ છે! અમથી અમથી નાચી લઉં: ક...")
 
No edit summary
 
Line 30: Line 30:
<Center>*</Center>
<Center>*</Center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = XXIX. બાળકાવ્યો – હું તો ચાલું મારી જેમ! (2001)
|next = હું તો ચાલું મારી જેમ!
}}

Latest revision as of 12:04, 15 July 2022

કામ છે!


અમથી અમથી ગાતી જઉં: કામ છે!
અમથી અમથી નાચી લઉં: કામ છે!

અડું ફૂલને ફરી ફરી: કામ છે!
પતંગિયામાં મળી પરી: કામ છે!

જલને રેલે વ્હેતી જઉં: કામ છે!
વાદળને કંઈ ક્‌હેતી જઉં: કામ છે!

બેઠી બેઠી દેખું પ્હાડ: કામ છે!
સૂતી સૂતી દેખું આભ: કામ છે!

હવા અડે ને પીંછું થઉં: કામ છે!
ટહુકો સુણતાં પંખી થઉં: કામ છે!

કીડી ક્‌હે છે: સાથે ચાલ: કામ છે!
ચાંદો ક્‌હે: ચાંદરણાં ઝાલ: કામ છે!

અમથી અમથી હસ્યાં કરું: કામ છે!
અમથી અમથી રડ્યાં કરું: કામ છે!

અમથી અમથી ભૂલી પડું: કામ છે!
અમથી અમથી જડ્યાં કરું: કામ છે!

*