કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧. પારાવાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. પારાવાર|}} <poem> હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
હું પોતે મારામાં છલકું | હું પોતે મારામાં છલકું | ||
પંચામૃતનો મુખરિત પારાવાર. | પંચામૃતનો મુખરિત પારાવાર. | ||
હું છું મારો ફેનિલ આરો, | હું છું મારો ફેનિલ આરો, | ||
ને હું મુજ ઊર્મિલ મઝધાર : | ને હું મુજ ઊર્મિલ મઝધાર : | ||
પંચામૃતનો મુખરિત પારાવાર. | પંચામૃતનો મુખરિત પારાવાર. | ||
ફેનફેનના કુન્દધવલ કંઈ | ફેનફેનના કુન્દધવલ કંઈ | ||
ઘૂઘરના ઘમકાર, | ઘૂઘરના ઘમકાર, | ||
Line 15: | Line 17: | ||
ને હું મારો અભિહત હાહાકાર : | ને હું મારો અભિહત હાહાકાર : | ||
પંચામૃતનો મુખરિત પારાવાર. | પંચામૃતનો મુખરિત પારાવાર. | ||
હું મારો વિરહાકુલ પ્રેમી, | હું મારો વિરહાકુલ પ્રેમી, | ||
હું મારો અભિસાર — | હું મારો અભિસાર — | ||
Line 23: | Line 26: | ||
હું મારો અસવાર : | હું મારો અસવાર : | ||
પંચામૃતનો મુખરિત પારાવાર. | પંચામૃતનો મુખરિત પારાવાર. | ||
ઋતુમય તેજઋચા હું પોતે, | ઋતુમય તેજઋચા હું પોતે, | ||
હું ઉદ્ગાતા ને હું શ્રોતા, | હું ઉદ્ગાતા ને હું શ્રોતા, | ||
Line 38: | Line 42: | ||
રવનાં છે મોજાં અપરંપાર : | રવનાં છે મોજાં અપરંપાર : | ||
પંચામૃતનો મુખરિત પારાવાર. | પંચામૃતનો મુખરિત પારાવાર. | ||
હું મારામાં અસીમ સીમિત, | હું મારામાં અસીમ સીમિત, | ||
અવિરત, ચંચલ, | અવિરત, ચંચલ, |
Revision as of 09:35, 19 July 2022
હું પોતે મારામાં છલકું
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું છું મારો ફેનિલ આરો,
ને હું મુજ ઊર્મિલ મઝધાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ફેનફેનના કુન્દધવલ કંઈ
ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિતસ્વરમંડલ,
ને હું મારો અભિહત હાહાકાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું મારો વિરહાકુલ પ્રેમી,
હું મારો અભિસાર —
સ્વયમ્ વિવર્તિત, સ્વયમ્ વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
હું મારો અસવાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ઋતુમય તેજઋચા હું પોતે,
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्य शिवोऽहम् नित्य जीवोऽहम्,
પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.
(સિંજારવ, ૧૯૫૫, પૃ. ૮)