કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૮. શરદની કોળામણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. શરદની કોળામણ|}} <poem> ઝીણો ઝીણો ટાઢનો ચમકારો અને ઘઉંની તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ૩૭. પૂનમનો નોક | |previous = ૩૭. પૂનમનો નોક | ||
|next = | |next = ૪૦. અલબેલો અંધાર હતો | ||
}} | }} |
Revision as of 08:29, 19 July 2022
૩૮. શરદની કોળામણ
ઝીણો ઝીણો ટાઢનો ચમકારો અને
ઘઉંની તે વાવણી થાય,
ખેતરની ધરતી આ પીળી ને ભૂખરી,
નાનાં તે નાળાં સુકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
જાર-બાજરીના દાના ડુંગરા અને
લીલુડાં શાક લહેરાય,
આંબો ને આંબલી, પીલૂડી-પીપળો,
પાછાં તે મન મલકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
ઊભા ડોલે છે ઝીણા ઝીંઝવા અને
બીડનાં તે ઘાસ વઢાય,
ટહુકે છે કોશ સખી, લીલુડી વાડીએ
કીચૂડતાં ગીતડાં ગાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
(દીપ્તિ, પૃ. ૧૧૫)