અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`લલિત'/મઢૂલી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br> | {{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br> | ||
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! | મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! | ||
{{space}}{{space}}અનેરી અમારી એ લગીર! | {{space}}{{space}}અનેરી અમારી એ લગીર!<br> | ||
{{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}} | {{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}} | ||
</poem> | </poem> |
Revision as of 18:01, 21 June 2021
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર! — મઢૂલી.
વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં,
લઈ જાવ લ્હાણ એ લગીર, સંતો વ્હાલા!
મનની કૈં મોજમજાઓ, રસિયા ઉરનાે કૈં લ્હાવો,
લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!
સામે સંસારી વિલસે, વચ્ચે જીવનસરિતા વ્હે,
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!
ઊડવાય સફર સહિયારી, સુખદુ :ખની કંથા ધારી,
આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!
લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની,
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર!
(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)